“જવાન”ની ધમાલ જોઈને “ડ્રિમ ગર્લ 2″ના મેકર્સે બનાવ્યો અનોખો પ્લાન, દર્શકોને આપી આ રીતે મફતમાં ફિલ્મ જોવાની ઓફર, જુઓ

દર્શકોને આકર્ષવા માટે “ડ્રિમ ગર્લ 2″ના નિર્માતાઓએ રાખી ખાસ ઓફર, મફતમાં જોવા મળશે ફિલ્મ, જાણો કેવી રીતે ?

Dream Girl 2 Announces Offer Buy 1 Get 1 Ticket :હાલ બોક્સ ઓફિસ પર ગત શુક્વારે રિઝીલ થયેલી શાહરુખ ખાનની ફિલ્મ “જવાન” ધૂમ મચાવી રહી છે. ફિલ્મે પહેલા દિવસે જ બોક્સ ઓફિસર પર 129 કરોડની કામની કરી અને બે દિવસમાં જ કમાણીનો આંકડો 197.50 કરોડને પાર પહોંચી ગયો છે. ત્યારે એક્શન ફિલ્મની વિસ્ફોટક શરૂઆતથી ‘ગદર 2’, ‘OMG 2’ તેમજ ‘ડ્રીમ ગર્લ 2’ની કમાણી પર પ્રતિકૂળ અસર પડી છે, જે લાંબા સમયથી બોક્સ ઓફિસ પર રાજ કરી રહી છે.

ડ્રિમ ગર્લ 2ના નિર્માતાઓ ચિંતામાં :

જ્યારે ‘જવાન’ જોવા માટે દર્શકો મોટી સંખ્યામાં આવી રહ્યા છે, ત્યારે આ ફિલ્મોમાં ભીડ ઘટી છે. આવી સ્થિતિમાં ‘ડ્રીમ ગર્લ 2’ના મેકર્સ તેમની કમાણી અંગે ચિંતિત છે. આને ધ્યાનમાં રાખીને, નિર્માતાઓએ દર્શકોને રીઝવવા માટે ફિલ્મની ટિકિટ પર ઓફર મૂકી છે. આયુષ્માન ખુરાના હાલમાં તેની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘ડ્રીમ ગર્લ 2’ની સફળતાનો આનંદ માણી રહ્યો છે. આ ફિલ્મ અભિનેતાની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોમાંની એક તરીકે ઉભરી આવી છે.

દર્શકો માટે રાખી ખાસ ઓફર :

પરંતુ હજુ પણ આ ફિલ્મ ભારતમાં રૂ. 100 કરોડની ક્લબમાં સામેલ થઈ શકી નથી અને હવે જેવી જ ‘જવાન’ થિયેટરોમાં આવી છે, નિર્માતાઓ તેમની ફિલ્મની આગળની સફરને લઈને ચિંતિત છે. શાહરૂખ ખાનની આ ફિલ્મે તમામ ફિલ્મોના બોક્સ ઓફિસના આંકડાને હચમચાવી દીધા છે. આવી સ્થિતિમાં ‘ડ્રીમ ગર્લ 2’ના નિર્માતાઓએ દર્શકો માટે ‘બાય વન, ગેટ વન ટિકિટ ફ્રી’ ઓફરની જાહેરાત કરી છે. ‘ડ્રીમ ગર્લ 2’ આયુષ્માન ખુરાનાની સૌથી મોટી ઓપનર બની ગઈ છે કારણ કે તેણે બોક્સ ઓફિસ પર પ્રથમ દિવસે 10.69 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું.

શું ઓફર પછી દર્શકો જોવા જશે ડ્રિમ ગર્લ 2 :

આ ફિલ્મે બે અઠવાડિયામાં વિશ્વવ્યાપી બોક્સ ઓફિસ પર રૂ. 100 કરોડની ક્લબમાં પણ પ્રવેશ કર્યો છે અને પૂજા તરીકેના અભિનેતાના અભિનયની પણ દર્શકો દ્વારા પ્રશંસા કરવામાં આવી રહી છે. આ બધું સારું હોવા છતાં, નિર્માતાઓ ફિલ્મના ત્રીજા અઠવાડિયાના બોક્સ ઓફિસ કલેક્શનને લઈને ચિંતિત છે. કારણ કે ત્રીજા અઠવાડિયે શાહરૂખ ખાનની ‘જવાન’ ‘ડ્રીમ ગર્લ 2’ સામે પડકાર બનીને ઉભી છે. ‘ડ્રીમ ગર્લ 2’ના નિર્માતાઓએ સિનેમા પ્રેમીઓ માટે ‘વન પ્લસ વન’ ઓફરની જાહેરાત કરી છે. પરંતુ આ ઓફરની જાહેરાત પછી કેટલા દર્શકો ‘ડ્રીમ ગર્લ 2’ જોવા માટે આવે છે તે જોવાનું રહે છે.

Niraj Patel