ઘોડીએ ચઢીને પાયલને પરણવા માટે પહોંચ્યા લોક લાડીલા પોપટભાઈ આહીર, લગ્નની નવી તસવીરો થઇ વાયરલ, ચાહકોએ આપી શુભકામનાઓ, જુઓ

પોપટભાઈના લગ્નની નવી તસવીરો થઇ સોશિયલ મીડિયામાં વાયરલ, લગ્નમાં ફાલતુ ખર્ચ કરનારા લોકોને પોપટભાઈ આહીરે આપ્યો શાનદાર મેસેજ, જુઓ

New pictures of Papatbhai Ahir’s wedding : ગુજરાતના અગ્રણી સમાજ સેવકમાંથી એક એવા પોપટભાઈ આહીર થોડા સમય પહેલા જ લગ્નના બંધનમાં બંધાઈ ચુક્યા છે. આ ખબર પણ એવા સમયે આવી જયારે તેમના લગ્નના થોડા દિવસ પહેલા જ ગુજરાતના વધુ એક સમાજ સેવક ખજુરભાઈ ઉર્ફે નીતિન જાનીએ પણ લગ્ન કર્યા, ત્યારે ખજુરભાઈના લગ્ન બાદ હવે પોપટભાઈ આહિરના લગ્ન પણ ચર્ચામાં રહેવા  લાગ્યા છે. તેમના ચાહકો તેમને સુખી લગ્ન જીવનની શુભકામનાઓ પણ પાઠવતા જોવા મળી રહ્યા છે.

નવી તસવીરો આવી સામે :

પોપટભાઈ આહીર પણ તેમના સોશિયલ મીડિયા દ્વારા લગ્નના અલગ અલગ વીડિયો અને તસવીરો ચાહકો સાથે શેર કરતા આવ્યા છે, જેના બાદ હાલમાં જ તેમને તેમની પત્ની પાયલ સાથેની તસવીરો શેર કરી છે, જેને ચાહકો ખુબ જ પસંદ પણ કરી રહ્યા છે, પોપટભાઈ અને તેમની પત્ની પાયલે તેમના લગ્નની બે તસવીરો શેર કરી છે, જેમાં આ કપલ ખુબ જ સુંદર દેખાઈ રહ્યું છે.

ખુબ જ સુંદર લાગ્યું કપલ :

પહેલી તસ્વીરમાં પોપટભાઈ શેરવાની પહેરી અને તેમની બાજુમાં જ પાયલ લગ્નના જોડામાં સજ્જ જોવા મળી રહી છે, તો બીજી તસવીરમાં પણ લગ્નના જોડામાં જ પોપટભાઈ પાયલ સામે જોઈ રહ્યા છે અને પાયલ કેમેરા તરફ જોઈને પોઝ આપી રહી છે. આ તસવીરો હવે ખુબ જ વાયરલ થઇ રહી છે જેને અત્યાર સુધીમાં 1 લાખ 67 હજારથી પણ વધારે લોકો લાઈક કરી ચુક્યા છે.

ચાહકોએ આપી શુભકામનાઓ :

ઘણા ચાહકો તેમની જોડીને વખાણ કરતી કોમેન્ટ કરી રહ્યા છે તો ઘણા લોકો કોમેન્ટમાં તેમને સુખી લગ્ન જીવનની શુભકામનાઓ પણ પાઠવતા જોવા મળી રહ્યા છે. તમને જણાવી દઈએ કે ખજુરભાઇની જેમ પોપટભાઇના પણ લવ મેરેજ નથી. પાયલ સાથે તેમની પહેલી મુલાકાત પરિવારજનોએ જ કરાવી હતી. જેના બાદ લગ્ન માટે વાત આગળ વધી અને પાયલનો સ્વભાવ અને હંમેશા મદદ કરવાની ભાવનાના કારણે બંનેએ સગાઈ કરી લીધી હતી અને હવે તેઓ લગ્ન કરી ભવોભવના બંધનમાં બંધાયા છે.

લગ્નમાં ખોટા ખર્ચ ના કરવા જણાવ્યું :

તો પોપટભાઈએ પોતાના લગ્નના ઘણા વીડીયો પણ શેર કર્યા છે અને આ વીડિયો દ્વારા તેમને લગ્નમાં થતા ખોટા ખર્ચ ના કરવા પણ સલાહ આપી છે. તેમને આ લગ્ન ખુબ જ સાદગીથી કર્યા અને આહીર સમાજની પરંપરા અનુસાર તેમને પહેરવેશ પણ પહેર્યો હતો. લગ્નના ઘણા વીડિયોમાં તમે આ જોઈ શકો છો. ત્યારે આ વીડિયો અને તેમની તસવીરોને ચાહકો ખુબ જ પસંદ કરી રહ્યા છે.

Niraj Patel