નવી નવી પરણીને આવેલી વહુને રોટલી બનાવતા શીખવી રહ્યા હતા સાસુ અને વહુએ કર્યો એવો કાંડ કે જોઈને તમે પણ રહી જશો હેરાન, જુઓ વીડિયો

સોશિયલ મીડિયા ઉપર ફની વીડિયોની જાણે જમાત આવી ગઈ છે. એટલા બધા ફની વિડીયો અને મીમ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે કે તમે તેની પાછળ ગમે તેટલો સમય વિતાવશો કન્ટેન્ટ ક્યારેય ખૂટે નહીં. તેમાં પણ સાસુ વહુના વીડિયોને લોકો ખુબ જ પસંદ કરતા હોય છે, ત્યારે હાલ એવો જ એક સાસુ વહુનો વીડિયો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે.

દરેક સાસુ ઇચ્છતા હોય છે કે તેમના ઘરમાં આવેલી વહુ ખુબ જ સંસ્કારી હોય અને તે સર્વ ગુણ સંપન્ન હોય. વહુ ઘરના બધા જ કામમાં ઉત્સાદ ,તેને સારું જમવાનું બનાવતા આવડતું હોય, પરંતુ આજનો સમય ઘણો બદલાઈ ગયો છે અને આજની છોકરીઓ ઘરકામ કરતા વધારે ભણવામાં ધ્યાન આપતી હોય છે. ત્યારે સાસરે આવેલી વહુને જમવાનું બનાવતા શીખવવું એ પણ માથાભારે કામ છે.

વાયરલ થઇ રહેલા વીડિયોની અંદર એક સાસુ પોતાના ઘરમાં આવેલી નવું વહુને પરાઠા બનાવતા શીખવી રહ્યા છે, વહુ જીવનમાં પહેલી જ વાર પ્રથા બનાવતી હોય તેમ લાગી રહ્યું છે, તવામાં પરોઠો નાખ્યા બાદ સાસુ વહુને સરખી રીતે શેકવાનું કહે છે, ત્યારે વહુ વેલણથી પરાઠાને શેકવા લાગે છે, જેને જોઈને સાસુ હાથથી શેકવાનું કહે છે.

 

View this post on Instagram

 

A post shared by Bhutni_ke (@bhutni_ke_memes)

વહુ જેવી હાથથી પરાઠાને શેકે છે તે દાઝવા લાગે છે, પછી સાસુ પરાઠાને ફેરવવાનું કહે છે, અને વહુ પણ પરાઠાને ફેરવાના બદલે આખા તવાને જ ઊંધો ફેરવીને પરાઠાને ગેસ ઉપર નાખી દે છે. આ જોઈને સાસુ પણ લમણે હાથ મૂકી દે છે. સોશિયલ મીડિયામાં આ વીડિયોને લોકો ખુબ જ પસંદ કરી રહ્યા છે અને ઘણા લોકો અલગ અલગ પ્રકારની કોમેન્ટ પણ કરી રહ્યા છે.

Niraj Patel