Wealth Tips: પર્સમાં ક્યારેય ના રાખો આ વસ્તુઓ, નહિ તો જોતા જ થઇ જશો ગરીબ

ખિસ્સામાં પર્સ રાખો છો? તો આ જલ્દી વાંચી લેજો

લોકો પૈસા કમાવવા માટે ઘણી મહેનત કરે છે ઘણી બધી રીતો પણ અજમાવતા હોય છે છતાં તેમની પાસે પૈસા નથી હોતા. મહિનાના અંત પહેલા જ તેમનું પર્સ ખાલી થઈ જતું હોય છે.આવું થવાની પાછળ પર્સમાં પૈસા રાખવાની ખોટી રીત પણ હોઈ શકે છે.

વાસ્તુશાસ્ત્રમાં ઘર-ઓફિસના વાસ્તુ સિવાય આપણને રોજિંદા કાર્યો યોગ્ય રીતે કેવી રીતે કરવા તે વિશે વિગતવાર જણાવવામાં આવ્યું છે. તેના પ્રમાણે જો પર્સમાં પૈસા રાખતી વખતે કેટલીક ખાસ બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો ક્યારેય આર્થિક સંકટ નહીં આવે. આ સાથે ધનની દેવી લક્ષ્મીની કૃપા હંમેશા રહેશે.

વાસ્તુશાસ્ત્ર મુજબ પૈસાને રાખવાની રીત ઘણી હદ સુધી બતાવે છે કે પૈસા ટકશે કે નહીં. પૈસા અને તેની જાળવણી આર્થિક સ્થિતિને મજબૂત બનાવવામાં મદદરૂપ થાય છે. જૂની રસીદો કે બિલ પર્સમાં રાખવાથી પૈસાની સ્થિરતા ઓછી થાય છે. પર્સમાં ક્યારેય ચાવી રાખશો નહિ તેમજ છરી, બ્લેડ જેવી લોખંડની વસ્તુઓ ક્યારેય પર્સમાં ન રાખો.

પર્સમાં દવાઓ રાખવી પણ શુભ માનવામાં આવતી નથી. આનાથી ખિસ્સામાં પૈસા રોકાતા નથી. પર્સ ક્યારેય ફાટેલું ન હોવું જોઈએ. ફાટેલું પર્સ આર્થિક કટોકટી દર્શાવે છે. વાસ્તુ અનુસાર જો સિક્કા ઘરમાં ગમેતેમ પડેલા હોય તો દેવાની સમસ્યા વધી શકે છે.

પર્સમાં રાખવામાં આવેલા સિક્કાઓનો અવાજ સાંભળવો જોઈએ નહીં. આ સિવાય ધનની વર્ષા કરતી મા લક્ષ્મીની નાની તસવીર રાખવાથી પૈસામાં સમૃદ્ધિ આવે છે. પૈસાને ક્યારેય વાળીને ન રાખવા જોઈએ પરંતુ હંમેશા સારી રીતે રાખવા જોઈએ.

Patel Meet