હે ઈશ્વર તારી કેવી લીલા, માળિયામાં કાકીના અંતિમ સંસ્કાર કરવા માટે ગયેલા ભત્રીજાને કાળ ભરખી ગયો

24 કલાકમાં કાકી ભત્રીજાનું અવસાન થતાં માળિયામાં અરેરાટી વ્યાપી- જાણો વિગત

એવું કહેવાય છે કે જીવન અને મરણ આપણા હાથમાં નથી, કાળ કોને ક્યારે ભરખી જાય તે કોઈ નથી જાણતું ત્યારે હાલમાં જ એક એવી ઘટના સામે આવી છે જેને જોઈને ઈશ્વરની લીલા ઉપર પણ આપણને સવાલ થાય. એક ભત્રીજો પોતાના કાકીના અંતિમ સંસ્કારમાં ગયો હતો, પરંતુ કાળ ભત્રીજાને પણ ભરખી ગયો.

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર એક વેપારી પરિવારમાં શોકનો માહોલ ફરી વળ્યો છે. માત્ર 24 કલાકના અંતરમાં જ માળિયાના આ અગ્રણી પરિવારના બે સભ્યોનું નિધન થતા પરિવાર માથે દુઃખોનો પહાડ તૂટી પડ્યો. માળિયાના વેપારી નરસિંહદાસ કાનાબારના મોટા પુત્ર સ્વ.ચૂનીભાઈ કાનાબારના મોટા પુત્ર હિતેશભાઈ ગાંધીનગર સ્થિત કાકી ભાનુંબેનની અંતિમ વિધીમાં ગયા હતા.

જ્યાં 56 વર્ષીય હિતેષભાઇએ કાકીની અંતિમ ક્રિયા દરમિયાન જ છેલ્લા શ્વાસ લીધા હતા. આ દુઃખદ ઘટનાના કારણે સમગ્ર કાનાબાર પરિવાર ઉપર દુઃખોનું આભ ફાટ્યું, માત્ર ગણતરીના કલાકોમાં જ પરિવારના બે સભ્યોને ગુમાવી દેતા આખો પરિવાર શોકાગાર બન્યો છે.

Niraj Patel