આ નેપાળી છોકરીઓએ બોલીવુડના ગીત પર કર્યો એવો ધમાકેદાર ડાન્સ કે સેલિબ્રિટી પણ બની ગયા તેમના દીવાના, જુઓ વીડિયો

કંગનાના ગીત પર આ નેપાળી છોકરીઓ એવી નાચી એવી નાચી કે બૉલીવુડ વાળા પણ હચમચી ગયા, જુઓ ધમાકેદાર ડાન્સ વીડિયો

આજે જમાનો સોશિયલ મીડિયાનો છે અને સોશિયલ મીડિયા દ્વારા ઘણા લોકો પોતાના ટેલેન્ટને બહાર લાવતા હોય છે. તમે ઘણા લોકોને સોશિયલ મીડિયા પર પોતાના વીડિયો શેર કરીને રાતો રાત ફેમસ થતા પણ જોયા હશે. ઘણા લોકો પોતાનામાં રહેલા ગાયિકી, ડાન્સિંગ જેવા ટેલેન્ટને બતાવતા રહેતા હોય છે.

ત્યારે હાલ એક નેપાળી છોકરીઓનું ગ્રુપ કંગના રનૌતની “ક્વિન” ફિલ્મનું લંડન ઠૂમકતા ગીત પર જબરદસ્ત ડાન્સ કરી રહ્યુ છે. કંગનાનું આ ગીત જ્યારથી રિલીઝ થયું છે ત્યારથી દર્શકોને પણ ખુબ જ પસંદ આવી રહ્યું છે અને લગ્ન તેમજ પાર્ટીમાં પણ આ ગીત જોર શોરથી વાગતું જોવા મળતું હોય છે. આ ઉપરાંત આ ગીત પર ઘણા લોકો વીડિયો પણ બનાવે છે.

ત્યારે આ વાયરલ થઇ રહેલા ડાન્સ વીડિયોને 14 જાન્યુઆરીના રોજ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ ‘ધ વિંગ્સ’ (@thewingsofficial_) પરથી પોસ્ટ કરવામાં આવ્યો હતો. આ સાથે કેપ્શનમાં લખ્યું હતું  “લંડન ઠૂમકતા.” આ ડાન્સમાં છોકરીઓનું એક જૂથ બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતની ફિલ્મ ‘ક્વીન’ના સુપરહિટ ગીત ‘લંડન ઠુમકતા’ પર ડાન્સ કરી રહ્યું છે. અત્યાર સુધીમાં આ ઈન્સ્ટા રીલને 18.57મિલિયનથી વધુ વ્યૂઝ અને 23 લાખ લાઈક્સ મળી છે.

 

View this post on Instagram

 

A post shared by TheWings (@thewingsofficial_)

આ ઉપરાંત હજારો લોકોએ પ્રતિક્રિયા આપી હતી. એક વ્યક્તિએ લખ્યું “વારંવાર આ જોઈને પણ હું સંતુષ્ટ નથી.” બીજાએ લખ્યું “આ છોકરીઓએ શાનદાર ડાન્સ કર્યો છે”. અન્ય એક યુઝરે લખ્યું કે “જો તમારે વાયરલ થવું હોય તો ભારતીય ગીતો પર ડાન્સ કરો”. ઘણા લોકોને આ વીડિયો ખુબ જ પસંદ આવી રહ્યો છે.

Niraj Patel