57 વર્ષ પહેલા જ બની ગયો હતો અદ્ભૂત સંયોગ, શું નેપાળને 57 વર્ષ પહેલા જ ખબર પડી ગઇ હતી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની ડેટ ?

57 વર્ષ પહેલા જ બની ગયો હતો સંયોગ, રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાનું 1967માં લખાઇ ગયુ હતુ વર્ષ, જાણો શું છે પૂરી વાત

અયોધ્યામાં રામલલાની રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાની તૈયારીઓ જોરોશોરોથી ચાલી રહી છે. એવામાં નેપાળ સરકારનું 57 વર્ષ જૂનું પોસ્ટેજ સ્ટેમ્પ એટલે કે પોસ્ટ ટિકિટ વાયરલ થઇ રહી છે. પ્રભુ શ્રીરામ અને માતા સીતાની તસવીરવાળા આ સ્ટેમ્પમાં વર્ષ 2024 દર્શાવવામાં આવ્યુ છે એટલે કે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનું વર્ષ.

57 વર્ષ પહેલાનો અદ્ભૂત સંયોગ

રામ નવમી (પ્રભુ રામનો અવતરણ દિવસ) પર 18 એપ્રિલ 1967એ જારી થયેલ આ સ્ટેમ્પમાં આપવામાં આવેલ વર્ષ 2024ના ચર્ચાનો વિષય બન્યુ છે. લોકો પૂછી રહ્યા છે કે શું નેપાળને 57 વર્ષ પહેલા જ ખબર પડી ગઇ હતી કે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા ક્યારે થશે ? આપણે બધા જાણીએ છીએ કે જે કેલેન્ડર મુજબ આપણે રોજિંદા જીવનમાં દિવસો અને તારીખો નક્કી કરીએ છીએ તેને ગ્રેગોરિયન કેલેન્ડર કહેવામાં આવે છે.

રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાનું 1967માં લખાઇ ગયુ હતુ વર્ષ ?

આપણે તેને અંગ્રેજી કેલેન્ડર પણ કહીએ છીએ. તેનાથી વિપરિત, હિન્દુ ધર્મના તહેવારો વિક્રમ સંવત મુજબ નક્કી કરવામાં આવે છે, જેને આપણે હિન્દુ કેલેન્ડર પણ કહીએ છીએ. વિક્રમ સંવત ભારતના મોટાભાગના ભાગોમાં માન્ય છે અને નેપાળમાં પણ આ કેલેન્ડર ધાર્મિક કાર્યક્રમો માટે માન્ય છે. વિક્રમ સંવત ગ્રેગોરિયન કેલેન્ડર કરતાં 57 વર્ષ આગળ છે.

આ બે કેલેન્ડર વચ્ચેના તફાવતને કારણે નેપાળી પોસ્ટલ સ્ટેમ્પ અને રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાનું વર્ષ સાંયોગિક છે. બીજા શબ્દોમાં કહીએ તો, જ્યારે નેપાળે ગ્રેગોરિયન કેલેન્ડર મુજબ 1967માં પોસ્ટલ સ્ટેમ્પ જારી કર્યું ત્યારે વર્ષ 2024 વિક્રમ સંવત મુજબ ચાલી રહ્યું હતું.

Shah Jina