કોઈનો મગજ ન ચાલે એટલા પૈસાનો વરસાદ કર્યો નેહા કક્કરનાં ભાઈએ…જુઓ
નેહા કક્કર તે સેલેબ્સમાંથી એક છે જે સોશિયલ મીડિયા દ્વારા તેમના ચાહકો સાથે સીધી જોડાયેલી રહે છે. તે તેના જીવન સાથે સંબંધિત દરેક વસ્તુમાં ચાહકોની સાથે શેર કરતી રહે છે. નેહા અવારનવાર ઇન્સ્ટાગ્રામ પર પોતાની તસવીરો શેર કરતી રહે છે.
નેહા કક્કર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે તે પોતાના જીવન સાથે જોડાયેલી વસ્તુઓ શેર કરતી હોય છે. તાજેતરમાં સિંગરે જણાવ્યું કે આ વખતે રક્ષાબંધનમાં તેને કેટલા પૈસા મળ્યા હતા. એટલું જ નહીં નેહાએ તેના ભાઈ ટોની કક્કરને પણ બમણી રકમ પરત કરી હતી.
નેહા કક્કરે તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટમાં નેહાએ જણાવ્યું કે આ વખતે રક્ષાબંધનમાં તેને કેટલા પૈસા મળ્યા છે. તેણે તસવીર શેર કરી અને જણાવ્યું કે ટોની કક્કરે તેને આ વખતે માત્ર એક રૂપિયો આપ્યો છે.
નેહાએ વિલંબ કર્યા વગર તેના ભાઈ ટોની કક્કરને બે રૂપિયા આપ્યા. તસવીર પોસ્ટ કરતા તેણે લખ્યું કે હું તમને બે રૂપિયા મોકલું છું કારણ કે તમે જાણો છો કે હું તમને બેગણો પ્રેમ કરું છું. તો બે રૂપિયામાં સરસ ફેન્સી રાખડી ખરીદી લેજે.
તાજેતરમાં નેહાએ સફેદ રંગના આઉટફિટમાં તેની કેટલીક તસવીરો શેર કરી છે હતી. આ તસવીરોમાં નેહા પરી જેવી દેખાઈ રહી હતી. ખુલ્લા વાંકડિયા વાળ, લાંબી કાનની બુટ્ટી, નાકની નથ અને મોઢા પરથી ટપકતો નૂર…. નેહા કક્કરની આ અદભૂત તસવીરો ચાહકોને ખુબ પસંદ આવી રહી છે અને તે સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહી છે.
તેણે ‘ઇન્ડિયન આઇડલ’ શો પણ અધવચ્ચે છોડી દીધો હતો. જે બાદ તેની બહેન સોનુ કક્કરે જજ તરીકે શોને આગળ વધાર્યો હતો. એવા અહેવાલો પણ છે કે નેહા કક્કર પ્રગ્નેન્ટ છે અને તેથી જ તે હાલમાં રિયાલિટી શોમાં જોવા મળતી નથી. પરંતુ નેહા અને રોહનપ્રીતે આ સમાચાર પર કંઈ કહ્યું નથી.
નેહા કક્કર સતત તેના ચાહકો સાથે તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. સિંગર નેહા કક્કરે થોડા સમય પહેલા જ શેર કર્યું હતું કે તેને 60 મિલિયન ફોલોઅર્સ સાથે ઇન્સ્ટાગ્રામ પર સૌથી વધુ ફોલોઅર્સ ધરાવતી ભારતીય ગાયકોમાંની એક બની ગઈ છે.