નેહા કક્કરે પતિ સાથે રમી પહેલી હોળી, ટીવી સેલેબ્સે આવી રીતે મનાવ્યો હોળીનો જશ્ન, જુઓ તસવીરો અને વીડિયો

સમગ્ર દેશ ને દુનિયામાં ગયા દિવસે હોળીનો તહેવાર ધૂમધામથી મનાવ્યો હતો. સામાન્ય માણસની જેમ બોલિવુડ અને ટીવી સેલેબ્સે પણ હોળીનો તહેવાર સેલિબ્રેટ કર્યો હતો. બોલિવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની જાણિતી સિંગર નેહ કક્કરે તેની લગ્ન બાદની પહેલી હોળી મનાવી હતી. નેહા કક્કરે હોળીની તસવીરો અને વીડિયો શેર કર્યો હતો, જેમાં તે ખૂબ જ સુંદર જોવા મળી હતી. નેહા કક્કર આ તસવીરોમાં હંમેશાની જેમ ક્યુટ જોવા મળી હતી.

નેહા કક્કર ટીવીના મોસ્ટ પોપ્યુલર સિંગિંગ શો ઇંડિયન આઇડલની જજ છે. નેહાએ થોડા સમય પહેલા જ સિંગર રોહનપ્રિત સાથે લગ્ન કર્યા છે. તેઓની આ લગ્ન બાદ પહેલી હોળી હતી, જેને તેઓ ખૂબ જ એન્જોય કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Rohanpreet Singh (@rohanpreetsingh)

નેહા કક્કર ઉપરાંત ઘણી ટીવી સેલેબ્સે તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર હોળીની તસવીરો શેર કરી છે, જેમાં તેઓ તેમના પતિ, તેમના પરિવાર સાથે હોળીને સેલિબ્રેટ કરતા જોવા મળી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Bharti Singh (@bharti.laughterqueen)

કોમેડિયન ભારતી સિંહે તેના પતિ હર્ષ લિંબાતિયા સાથે હોળી મનાવી હતી. જેસ્મીન ભસીને પણ હર્ષ અને ભારતી સાથે હોળી સેલિબ્રેટ કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Jasmin Bhasin (@jasminbhasin2806)

“બિગબોસ 14” કન્ટેસ્ટન્ટ અલી ગોની અને જેસ્મીન ભસીન હોળીના આ અવસર પર એકબીજાને રંગ લગાવતા જોવા મળ્યા હતા. તેઓએ સાથે હોળીને સેલિબ્રેટ કરી હતી.

જય ભાનુશાલીએ તેમની પત્ની માહી વિજ અને દીકરી તારા સાથે ખૂબ જ હોળી રમી હતી. તેઓએ એક વીડિયો શેર કરી ચાહકોને હોળીની શુભકામના પણ પાઠવી હતી.

 

View this post on Instagram

 

A post shared by Gurmeet Choudhary (@guruchoudhary)

ગુરમીત ચૌધરીએ પણ તેની પત્ની સાથે હોળીનો તહેવાર સેલિબ્રેટ કર્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Rubina Dilaik (@rubinadilaik)

ટીવીના રીયાલિટી શો “બિગબોસ 14″ની વિનર અને ટીવીની વહુ રૂબિના દિલેકે તેના પતિ અભિનવ શુકલા અને માતા સાથે હોળી સેલિબ્રેટ કરી હતી.

સિંગર અને “બિગબોસ 14″ના કન્ટેસ્ટન્ટ રહેલા રાહુલ વૈધે તેમની ગર્લફ્રેન્ડ દિશા પરમાર સાથે હોળીનો જશ્ન મનાવ્યો હતો.

દિવ્યાંકા ત્રિપાઠીએ તેના પતિ વિવેક સાથે હોળી સેલિબ્રેટ કરી હતી. તેણે સોશિયલ મીડિયા પર ઘણી તસવીરો શેર કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Parag Tyagi (@paragtyagi)

કાંટા લગા ગર્લ શેફાલી જરીવાલાએ પણ પતિ પરાગ ત્યાગી સાથે હોળી મનાવી હતી. શેફાલીએ તેની હોળીની કેટલીક તસવીરો શેર કરી હતી, ત્યાં તેના પતિ પરાગ ત્યાગીએ એક વીડિયો શેર કર્યો હતો.

જુઓ નેહા કક્કરની હોળીનો વીડિયો :-

Shah Jina