પ્રાઇવેટ જેટમાં કંઇક આવું કરતી દેખાઈ નેહા કક્કર, જુઓ લક્ઝરી લાઇફની તસવીરો

ખુશખબરી: નેહા કક્કરે પ્રાઇવેટ જેટ લીધું??? જુઓ લક્ઝરી લાઇફની તસવીરો

સિંગર નેહા કક્કર બોલિવુડમાં આજે જે સ્થાન પર છે ત્યાં પહોંચવા માટે તેણે ઘણી મહેનત કરી છે. તે તેના ટેલેન્ટના દમ પર આજે લક્ઝરી લાઇફ જીવી રહી છે. નેહા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને અવાર નવાર તે ફેન્સ સાથે તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. હાલમાં જ નેહાએ પોતાની કેટલીક સુંદર તસવીરો શેર કરી છે, જે ચાહકોને ખૂબ જ પસંદ આવી રહી છે. નેહાએ હાલમાં જ તેના ઇન્સ્ટાગ્રામ પર પ્રાઇવેટ જેટની તસવીરો શેર કરી છે, જે ઘણી વાયરલ થઇ રહી છે. લુકની વાત કરીએ તો નેહા ફ્લોરલ ડ્રેસમાં જોવા મળી રહી છે. તેણે મિનિમલ મેકઅપ કર્યો છે અને વાળ ખુલ્લા રાખ્યા છે.

આ લુકમાં નેહા ખૂબ જ સુંદર લાગી રહી છે. તે તેના પ્રાઈવેટ જેટની બહાર તો ક્યારેક અંદર આકર્ષક સ્ટાઈલમાં પોઝ આપતી જોવા મળે છે. એક તસવીરમાં નેહા પ્રાઈવેટ જેટની અંદર બેસીને મેકઅપ કરાવતી પણ જોવા મળી રહી છે. તસવીરો શેર કરતા નેહાએ લખ્યું- હું એક પક્ષી છું જે આકાશમાં ઉડે છે પરંતુ જમીન પર રહેવાનું પસંદ કરે છે. નેહાની આ તસવીરો પરથી ફેન્સ તેમની નજર હટાવી શકતા નથી. આ તસવીરોને ફેન્સ ઘણો પ્રેમ આપી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, નેહા કક્કર તેના ચાહકોને ટ્રીટ આપતી વખતે અવારનવાર વીડિયો અને ફોટા શેર કરતી રહે છે. તેનો પતિ રોહનપ્રીત સિંહ પણ સોશિયલ મીડિયા પર ઘણો એક્ટિવ રહે છે. બંનેનું બોન્ડિંગ ખૂબ જ ક્યૂટ છે. બે ત્રણ દિવસ પહેલા જ રોહનપ્રીત સિંહે એક ફની વીડિયો શેર કર્યો છે, જેમાં નેહા કક્કડ દેખાતી નથી, પરંતુ તે ચોક્કસપણે તેના પતિ પાસેથી માંગ કરતી સાંભળી શકાય છે. વીડિયોમાં રોહનપ્રીત સિંહ ‘હમ તો દિલ દે હી ચૂકે’ ગાતો જોવા મળી રહ્યો છે.

ત્યારે નેહા કક્કડ તેના ગાલ પર હાથ મૂકીને કહે છે કે હવે તમારી મિલકત પણ આપી દો. આ સાંભળીને રોહનપ્રીત સિંહ ચોંકી જાય છે. તેના હાવ ભાવ બદલાઇ જાય છે. જો કે, બાદમાં તે પોતાના હાસ્યને કાબૂમાં રાખી શકતો નથી. બંનેની આ ક્યૂટ સ્ટાઈલ ફેન્સને ખૂબ જ પસંદ આવી રહી છે. રોહનપ્રીત સિંહે ગુલાબી રંગની પાઘડી પહેરી છે અને તેણે તેના ગળામાં ચાંદીની ચેન પહેરેલી છે અને કાળી ટી-શર્ટ પહેરેલી છે. તે કારમાં બેસીને આ રીલ બનાવી રહ્યો છે. આ વીડિયો એટલો ફની છે કે જો તમે તેને જોશો તો તમારું હસવું રોકી નહીં શકો.

જણાવી દઇએ કે, નેહા કક્કર થોડા દિવસો પહેલા તેની પ્રેગ્નન્સીની અફવાઓને લઇને ચર્ચામાં આવી હતી. એવું કહેવામાં આવી રહ્યું હતું કે તે ગર્ભવતી છે. જો કે, બાદમાં નેહા અને રોહનપ્રીત સિંહે સ્પષ્ટ કર્યું કે તેઓ બંને ફેમિલી પ્લાનિંગમાં ઉતાવળ કરી રહ્યા નથી. નેહા કક્કડનું વજન વધી ગયું હતુ, જેના કારણે લોકો તેને પ્રેગ્નન્ટ માનવા લાગ્યા હતા. નેહા કક્કરે તેની યુટ્યુબ ચેનલ પર ‘લાઈફ ઓફ કક્કર’ નામની સીરિઝ શરૂ કરી છે.

જેમાં તેણે પોતાની સાથે જોડાયેલી ઘણી બાબતો શેર કરી છે. સીરિઝમાં નેહાએ કહ્યું છે કે તે ઝડપથી વધી રહેલા વજનને ઘટાડવાનો પ્રયાસ કરી રહી છે. કામની વાત કરીએ તો તાજેતરમાં જ નેહાનું ગીત ‘નારાજગી’ રિલીઝ થયું હતું. આ ગીતમાં નેહા સાથે અક્ષય ઓબેરોય જોવા મળ્યો હતો. આ ગીત લોકોને ખૂબ પસંદ આવ્યું હતું.

Shah Jina