નેહા કક્કરે ઇતિહાસ સર્જ્યો, આ સમાચાર સાંભળીને ફેન્સ ઝૂમી ઉઠ્યા- જુઓ

દેશની લોકપ્રિય અને જાણિતી સિંગર નેહા કક્કર આ સમયે ખૂબ જ એક્સાઇટેડ છે. નેહા કક્કર સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને તે અવાર નવાર તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. હાલમાં જ તેણે એક વીડિયો શેર કર્યો છે. નેહાની ફેશન સ્ટાઇલિસ્ટે એક સેલિબ્રેશનનું આયોજન કર્યુ હતુ, જેમાં તે તેના પતિ રોહનપ્રીત સિંહ સાથે સામેલ થઇ હતી અને નેહાએ આ અવસર પર કેક પણ કાપી હતી.

તમને જણાવી દઇએ કે, નેહા કક્કરના ઇન્સ્ટાગ્રામ પર 60 મિલિયન એટલે કે 6 કરોડ ફોલોઅર્સ થઇ ગયા છે. તે સૌથી વધુ ફોલો કરનાર ભારતીય સિંગર બની ગઇ છે. આ સેલિબ્રેશન દરમિયાન નેહા અને રોહનપ્રિત બંને બ્લેક આઉટફિટમાં જોવા મળ્યા હતા. તે બંને ઘણા ખુશ અને એક્સાઇટેડ પણ લાગી રહ્યા હતા.

આ વીડિયોના બેકગ્રાઉન્ડમાં મિકી માઉસનું માસ્ક અને 60 મિલિયન લખેલ બલૂન હતા. આ વીડિયો શેર કરતા નેહાએ એક નોટ પણ લખી છે. તેણે લખ્યુ 60 મિલિયન પ્રેમ…હું ખુશ નહિ ખૂબ જ ખુશ છું તમે મને જે પ્રેમ આપ્યો છે, તેની હું તુલના નથી કરી શકતી. ધન્યવાદ અને તમારા બધાનો પ્રેમ.

નેહા સૌથી વધારે ફોલોઅર્સ સાથે ફિલ્મ ઇંડસ્ટ્રીની ત્રીજી સેલિબ્રિટી બની ગઇ છે. આ લિસ્ટમાં પહેલા નંબર પર પ્રિયંકા ચોપરા અને બીજા નંબર પર શ્રધ્ધા કપૂર છે. પ્રિયંકાના 65.6 મિલિયન ફોલોઅર્સ છે, જયારે શ્રદ્ધાના 63.8 મિલિયન ફોલોઅર્સ છે.

Shah Jina