વહુને લઇને પ્રોટેક્ટિવ થઇ નીતૂ કપૂર, પેપરાજીએ કર્યો સવાલ તો બોલી- ‘તુ મારી વહુની પાછળ કેમ પડ્યો છે યાર ?’

જાણીતી અભિનેત્રી નીતુ કપૂર આજકાલ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઘણો દબદબો ધરાવે છે. તે એક રિયાલિટી શોને જજ કરી રહી છે. નીતુ કપૂર આ દિવસોમાં તેની આગામી ફિલ્મ જુગ જુગ જિયોના પ્રમોશનમાં વ્યસ્ત છે. તાજેતરમાં તે અભિનેતા વરુણ ધવન અને અભિનેત્રી કિયારા અડવાણી સાથે ફિલ્મના પ્રમોશન માટે ડાન્સિંગ રિયાલિટી શો ‘ડાન્સ દીવાને જુનિયર્સ’ ના સેટ પર પહોંચી હતી. આ દરમિયાન તેણે ત્યાં હાજર પેપરાજી સાથે ખૂબ જ ક્યૂટ વાતચીત કરી હતી.

એક પેપરાજીએ નીતુને ‘જુગ જુગ જિયો’માં તેની વહુની ભૂમિકા ભજવી રહેલી કિયારા અડવાણીની ફિલ્મ ‘ભૂલ ભુલૈયા 2’ વિશે પૂછ્યું હતું તો તેણે જવાબ આપ્યો, “યાર, તું મારી વહુની પાછળ કેમ પડ્યો છે ?” આના પર પેપરાજી કહે છે કે, તમારી વહુ બહુ સારી છે. પછી તે આલિયા જી હોય કે કિયારા.” નીતુ હસતી હતી અને હાથ લહેરાવતી વેનિટી વેનની અંદર જતી રહે છે. નીતૂ કપૂરનો આ વીડિયો ઘણો વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયો જોયા બાદ કિયારા અડવાણી પણ નીતૂ કપૂર પણ કમેન્ટ કર્યા વગર રહી શકી ન હતી.

કિયારા અડવાણીએ નીતુનો આ વીડિયો તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કર્યો છે. તેણે તેની સાથે કેપ્શનમાં લખ્યું છે કે, “મારી પ્રિય સાસુ અને બધાની પ્રિય સાસુ નીતુ કપૂર. જુગ જુગ જિયો.” રાજ મહેતા દ્વારા દિગ્દર્શિત ‘જુગ જુગ જિયો’નું નિર્માણ કરણ જોહર, તેની માતા હીરૂ જોહર અને અપૂર્વ મહેતા દ્વારા કરવામાં આવ્યું છે. તેમાં નીતુ કપૂર, વરુણ ધવન અને કિયારા અડવાણી ઉપરાંત અનિલ કપૂર, પ્રાજક્તા કોલી અને મનીષ પોલ પણ છે.

નીતુ પહેલીવાર અનિલ કપૂર, વરુણ ધવન અને કિયારા અડવાણી સાથે સ્ક્રીન શેર કરી રહી છે. 24 જૂને રિલીઝ થનારી આ ફિલ્મ સાથે નીતુ કપૂર લગભગ નવ વર્ષ પછી મોટા પડદા પર પરત ફરી રહી છે. પતિ ઋષિ કપૂરના અવસાન બાદ નીતુ છેલ્લે 2013માં રિલીઝ થયેલી ‘બેશરમ’માં જોવા મળી હતી, જેમાં તેના પતિ ઋષિ કપૂરના પુત્ર રણબીર કપૂરે મુખ્ય ભૂમિકા ભજવી હતી.

 

View this post on Instagram

 

A post shared by Instant Bollywood (@instantbollywood)

નીતુ કપૂર કામમાં એટલી વ્યસ્ત થઈ ગઈ છે કે તે તેના પુત્રના લગ્નના બીજા જ દિવસે કામ પર પરત ફરી હતી. આ દરમિયાન તેણે તેની મહેંદી પણ ફ્લોન્ટ કરી હતી. તમને જાણીને નવાઈ લાગશે કે નીતુ બાળકો સાથે નહીં પણ એકલી રહે છે અને તેને એકલા રહેવું ગમે છે.

Shah Jina