ગોલ્ડન બોય નીરજ ચોપડાની જાહેરાતથી ફેન્સ ઝૂમી ઉઠ્યા, જુઓ તેનું ધમાકેદાર પર્ફોમન્સ

ટોકિયો ઓલમ્પિકની અંદર દેશને એકમાત્ર ગોલ્ડ અપાવનાર નીરજ ચોપડા આજે દેશ માટે સ્ટાર બની ગયો છે. તેને ભાલા ફેંક પ્રતિયોગિતામાં દેશને પહેલું ગોલ્ડ મેડલ અપાવ્યું. આ ઐતિહાસિક પ્રદર્શન બાદ નીરજની ચર્ચાઓ દેશભરમાં થવા લાગી હતી. નીરજે ગોલ્ડ મેડલ જીત્યા બાદ એ નક્કી થયું હતું કે તે જાહેરાતની દુનિયામાં પણ ધમાલ મચાવશે.

દેખાવમાં પણ નીરજ કોઈ અભિનેતા કરતા જરા પણ કમ નથી, ત્યારે નીરજે જાહેરાતની દુનિયામાં પણ પગ મૂકી દીધો છે. તે ક્રેડિટ કાર્ડ પેમેન્ટની એપ્લિકેશન ક્રેડની એક જાહેરાત કરતો જોવા મળ્યો. રવિવારના રોજ આઈપીએલ શરૂ થતા પહેલા જ નિરાજની આ જાહેરાત લોન્ચ કરવામાં આવી હતી.

આ જાહેરાતનો વીડિયો નીરજે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર શેર કર્યો છે. જેમાં જોવા મળ્યું છે કે કેવી રીતે દરેક ક્ષેત્રમાં નીરજ ચોપડાની સફળતાને બતાવવાની તૈયારી કરાવવામાં આવી રહી છે. આ જાહેરાતમાં નીરજને અલગ અલગ અવતારમાં જોવામાં આવે છે. જેમાં તે સોનાનો ભાવ વધી ગયો છે તેમ કહી રહ્યો છે, આ ઉપરાંત તે “હું તને સ્ટાર બનાવીશ” એમ પણ કહેતો જોવા મળે છે.

નીરજ ચોપડાએ આ જાહેરાતને સોશિયલ મીડિયામાં શેર કરવાની સાથે કેપશનમાં લખ્યું છે કે “360 ડિગ્રી માર્કેટિંગ”. નીરજના ચાહકો પણ તેના આ વીડિયો ઉપર ઢગલાબંધ કોમેન્ટ પણ કરી રહ્યા છે. ચાહકોને પણ નીરજનો આ વીડિયો અને તેમાં કરવામાં આવેલો તેનો અભિનય પણ ખુબ જ પસંદ આવી રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Neeraj Chopra (@neeraj____chopra)


નીરજના ચાહકો તેના વીડિયોની અંદર અલગ અલગ પ્રકારની કોમેન્ટ કરી રહ્યા છે. નીરજના અભિનયને જોઈને ચાહકો એમ પણ કહી રહ્યા છે કે નીરજ સ્ટાર કિડ્સની છુટ્ટી પણ કરાવી દેશે. નીરજ ચોપડાને આ જાહેરાતની અંદર 5 અલગ અલગ રૂપની અંદર જોવામાં આવી રહ્યો છે.

Niraj Patel