કુંવારી હતી ત્યારે ગર્ભવતી થવા પર નીના ગુપ્તાને કરી હતી આ સ્ટારે લગ્નની ઓફર, જાણો તેની પાછળનું કારણ

આ હેન્ડસમ અભિનેતાએ કુંવારી ગર્ભવતી નીના સાથે પરણવા માંગતો હતો અને કહ્યું કે જો તારું બાળક કાળા રંગનું થાય તો…

નીના ગુપ્તાની ઓટોબાયોગ્રાફી ‘સચ કહુ તો’ના કેટલાક કિસ્સા ચર્ચામાં છે. બધા જાણે છે કે, નીના ગુપ્તા ક્રિકેટર વિવિયન રિચાર્ડ્સની દીકરીની માતા છે. તેમણે લગ્ન કર્યા વગર દીકરી મસાબાને જન્મ આપ્યો હતો.

પોતાના પુસ્તકમા નીનાએ ખુલાસો કર્યો કે તે જયારે પ્રેગ્નેટ હતી ત્યારે સતીશ કૌશિકે તેમની સામે લગ્નનો પ્રસ્તાવ રાખ્યો હતો. તેની પાછળ તેમણે ઇંટ્રેસ્ટિંગ કારણ જણાવ્યુ હતુ. વર્ષ 1980માં વેસ્ટઇન્ડિઝના પૂર્વ ક્રિકેટર વિવિયન રિચાર્ડ્સસાથે નીના ગુપ્તા રિલેશનમાં હતી. આ દરમિયાન તે ગર્ભવતી થઇ

પરંતુ તેમણે તેમની દીકરી મસાબાની એકલા જ દેખરેખ કરી અને તેને મોટી કરી. નીના ગુપ્તાની ઓટોબાયોગ્રાફી અનુસાર, મસાબાના જન્મ પહેલા સતીશ કૌશિકે તેમને લગ્ન માટે પ્રપોઝ કર્યુ હતુ. નીનાએ એ પણ જણાવ્યુ કે, સતીશે કહ્યુ હતુ કે, જો બાળક ડાર્ક સ્કિનનું થાય તો તે કહી શકે કે બાળક સતીશનું છે. જો કે, તે બાદ સતીશના લગ્નની ઓફરને નીનાએ ઠુકરાવી દીધી હતી.

નીનાના વર્કફ્રન્ટની વાત કરીએ તો, તેણે વર્ષ 2018માં ફિલ્મ “બધાઇ હો”થી શાનદાર કમબેક કર્યુ હતુ. આ ફિલ્મમાં તેમની સાથે આયુષ્માન ખુરાના સહિત અનેક સ્ટાર્સ હતા. તે બાદ તે “શુભ મંગલ ઝ્યાદા સાવધાન” અને વેબ સીરીઝ “પંચાયત”માં જોવા મળી હતી. હાલ તો નીના તેની અપકમિંગ ફિલ્મ “ગુડબાય”ને લઇને ઘણી ઉત્સાહિત છે. આ ઉપરાંત તે “સરદાર કા ગ્રૈંડસન”માં પણ જોવા મળશે.

Shah Jina