બ્રેસ્ટ સાઇઝ વધારવા માટે નીના ગુપ્તા પાસે ડાયરેક્ટરે કરી હતી આવી શરમજનક ડિમાન્ડ, શરમથી લાલ પડી ગયો હતો ચહેરો

ડાયરેક્ટરે કહ્યું નીના તારી સાઈઝ વધારે… પછી જે થયું

ફિલ્મ “બધાઇ હો” અભિનેત્રી નીના ગુપ્તા હાલ આ દિવસોમાં તેમની ઓટોબાયોગ્રાફી ‘સચ કહુ તો’ને લઇને ખૂબ જ ચર્ચામાં છે અને તેમના સાથે જોડાયેલ કિસ્સા સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યા છે. સુભાષ ઘઇની સુપરહિટ ફિલ્મ “ખલનાયક” હાલ ખૂબ જ ચર્ચામાં છે અને તેમાં પણ સૌથી વધારે ચર્ચામાં ‘ચોલી કે પીછે કયા હે’ ગીત છે.

ફિલ્મ અને તેનું ગીત ‘ચોલી કે પીછે કયા હે’ હાલ વિવાદોમાં છે. નીના ગુપ્તાએ તેમની ઓટોબાયોગ્રાફીમાં શુટિંગ સાથે જોડાયેલ કિસ્સા લખ્યા છે. નીના ગુપ્તાનું પુસ્તક સોમવારે રીલીઝ થયુ છે અને તેમાં તેમણે કેટલાક ખુલાસા કર્યા છે. ‘ચોલી કે પીછે કયા હે’ ગીત પર લખવામાં આવેલા ચેપ્ટરમાં નીના ગુપ્તાએ લખ્યુ છે કે, સુભાષ ઘઇએ તેમને બ્રેસ્ટ સાઇઝ મોટી દેખાડવા માટે “પેડેડ બ્રા” પહેરવાનું કહ્યુ હતુ.

આ બાદ નીના ગુપ્તા શરમથી પાણી પાણી થઇ ગઇ હતી. નીના લખે છે કે, જયારે મેં પહેલી વાર ગીત સાંભળ્યુ તો મને એ ઘણુ કેચી લાગ્યુ, જે બાદ સુભાષ ઘઇએ મારો રોલ બતાવ્યો તો એને કરવા ન હતી ઇચ્છતી. મારી અંદર થોડી હિચક હતી.

નીના ગુપ્તા અનુસાર, ગીત અનુસાર તેમને ગુજરાતી બંજારો વાળા કપડા પહેરાવ્યા અને લુક ટેસ્ટ માટે સુભાષ ઘઇ પાસે મોકલી. તેમણે મને જોઇ તો તે જોરથી બોલ્યા કે ના…ના… કંઇક ભરો અંદર આ વાત સાંભળીને હું શરમથી પાણી પાણી થઇ ગઇ. મને લાગ્યુ કે સુભાષ ઘઇ મારી ચોલીનો ઉલ્લેખ કરી રહ્યા છે, મને ખબર હતી કે આ પર્સનલ નથી અને તેમના મગજમાં કંઇ અલગ ઇમેજ બની હશે.

તેમણે આગળ જણાવ્યુ કે, પછીના દિવસે મને તેમની સામે બીજા ડ્રેસમાં લાવવામાં આવી અને મને એવી બ્રા પહેરાવવામાં આવી કે જેનાથી મારા ભારી પેડ લાગે. તે બાદ મારો લુક ફાઇનલ થઇ ગયો, તેને લઇને તેમનું મગજ એકદમ ક્લિયર છે. આ જ કારણ છે કે તે ખૂબ જ સારા ડાયરેક્ટર છે.

Shah Jina