વડોદરામાં સર્જાયો ગમખ્વાર અકસ્માત, લકઝરી બસ અને ટ્રેલર વચ્ચે ભીષણ અકસ્માતમાં લોકોની મોતથી ગુંજી ઉઠ્યો માહોલ, રૂંવાડા ઉભા કરી દેનારા દૃશ્યો આવ્યા સામે

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી અકસ્માતની ઘણી બધી ઘટનાઓ સામે આવતી હોય છે, જેમાં ઘણા લોકો મોતને પણ ભેટતા હોય છે, કેટલાક અકસ્માત એવા પણ હોય છે જેને જોઈને જ આપણા રૂંવાડા પણ ઉભા થઇ જાય. હાલ વડોદરામાંથી એક એવો જ ગમખ્વાર અકસ્માત સામે આવ્યો છે જેમાં પેસેન્જર ભરેલી લકઝરી બસની ટક્કર ટ્રેલર સાથે થઇ હતી.

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરામાં આવેલા કપુરાઇ ચોકડી પાસે આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં રાજસ્થાનના ભીલવાડાથી મુંબઈ તરફ જઈ રહેલી એક લકઝરી બસ ઘઉં ભરેલા ટ્રેલર સાથેર ધડાકા ભેર અથડાઈ હતી. આ સ્કમત એટલો ગંભીર હતો કે તેમાં 6 લોકોના મોત નિપજ્યા આ ઉપરાંત 17 જેટલા લોકો ગંભીર રીતે ઘાયલ પણ થઇ ગયા. તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે સયાજી હોસ્પટલમાં ખસેડવામાં આવ્યા છે.

અકસ્માતમાં મોતને ભેટનારાઓમ 2 પુરુષ, 3 મહિલાઓ અને 1 બાળકનો સમાવેશ થાય છે. આ અકસ્માત વહેલી સવારે સર્જાયો હતો. જયારે પેસેન્જર ભરેલી લકઝરી બસ ઘઉં ભરેલા ટ્રેલરને ઓવરટેક કરવા જતા જ આ ગોઝારો અકસ્માત સર્જાયો હતો.  અકસ્માત એટલો ગંભીર હતો કે ખાનગી બસમાંથી મુસાફરોને બહાર કાઢવા માટે બસના પતરા પણ કાપવા પડ્યા હતા.

આ જોઈને જ ખ્યાલ આવી જાય કે બસ કેટલી સ્પીડમાં હશે જેના કારણે આવો ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. નેશનલ હાઇવે ઉપર ખાનગી બસોની ઓવરસ્પીડને લઈને પણ ઘણી ફરિયાદો આવવી છે તે છતાં પણ કોઈ નક્કર પગલાં લેવામાં નથી આવી રહ્યા. સાથે જ ઘણીવાર આવા અકસ્માતની ઘટનાઓ પણ સામે આવે છે જેના કારણે નિર્દોષ લોકો પોતાનો જીવ પણ ગુમાવતા હોય છે.

અકસ્માતની જાણ થતા જ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. આ અકસ્માતમાં 4 લોકોના તો ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા, જયારે બે લોકોના સારવાર દરમિયાન મોત થયા હતા. ટ્રેલર સાથે અકસ્માત થયા બાદ ટ્રકનો ડ્રાઈવર ટ્રક લઈને ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો. પોલીસે આ મામલામાં ટ્રક ચાલાક વિરુદ્ધ ગુન્હો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

Niraj Patel