સુરત બન્યું ક્રાઇમ કેપિટલ, જ્યાં ગ્રીષ્માની હત્યા થઇ ત્યાંથી થોડે દુર અન્ય યુવતીએ યુવકના ત્રાસથી કંટાળી આત્મહત્યા કરી લીધી

સુરત શહેર તો જાણે કે ક્રાઇમ કેપિટલ બની ગયુ હોય તેમ લાગી રહ્યુ છે. અવાર નવાર સરતમાંથી ગુનાહિત પ્રવૃત્તિઓ સામે આવી રહી છે. હાલમાં સુરતનો ગ્રીષ્મા વેકરિયા કેસ ઘણો જ ચર્ચામાં છે. ત્યાં વધુ એક એવો કિસ્સો સામે આવ્યો છે, જેણે ચકચાર જગાવ મૂકી છે. સુરતના કામરેજના પાસોદરામાં એક પરણિતાએ એક તરફી પ્રેમીથી કંટાળીને અગ્નિસ્નાન કરી લીધુ. તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી પરંતુ તેને શ્વાસ લેવામાં ખૂબ તકવીફ પડતી જેના કારણે તેણે 8 દિવસની સારવાર બાદ અંતિમ શ્વાસ લીઘા હતા.

આ ઘટના 12 ફેબ્રુઆરીની છે. પરણિતાએ અઢી વર્ષ પહેલા લગ્ન કર્યા હતા. દોઢ વર્ષથી યવક ફોન પર વાત કરવા દબાણ કરતો હતો અને તે ગંદી ગાળો પણ બોલતો હતો, જેન ઓડિયો ક્લિપ પણ સામે આવી હતી અને તે આધારે પણ પોલિસે તપાસ કરી હતી. પરણિતાના પરિવારે કહ્યુ કે, અમને ન્યાય આપો અને સમાજમાં દીકરીઓને બચાવવા કડલ પગલા લેવા જોઇએ. ઉલ્લેખનીય છે કે, આ બાબતે પરણિતાના ભાઇ અનુસાર, બહેનનો પરિવાર કામથી બહાર ગયો હતો અને ત્યારે જ એક પાડોશીએ ફોન કર્યો કે તેમના ઘરમાં આગ લાગી છે. તે લોકોએ આવીને જોયુ કે તેની બહેને તો કેરોસીન છાંટી અગ્નિસ્નાન કરી લીધુ છે.

ત્યારે તાત્કાલિક તેને સારવાર માટે હોસ્પિટલ લઇ જવામાં આવી હતી અને ત્યાં 20 ફેબ્રુઆરીના રોજ બપોરે તેનું મોત નિપજ્યુ હતુ. પરણિતાના પતિએ પણ આ અંગે વાત કરતા જણાવ્યુ કે, જયદીપ સરવૈયા તેની પત્નીને વારંવાર ફોન કરી હેરાન કરતો અને કહેતો કે બસ તુ મારી સાથે વાત કર મને ફોન નહિ કરે તો આવું બોલી ગંદી ગંદી ગાળો પણ પરણિતાને ભાંડતો હતો. આ બધી વાત સારવાર દરમિયાન પરણિતાએ જણાવી હતી. હાલ તો આ મામલે કામરેજ પોલિસ તપાસ કરી રહી છે.

Shah Jina