લગ્નના ચાર મહિના બાદ જ જોડિયા બાળકોના માતા પિતા બન્યા હતા નયનતારા અને વિગ્નેશ, હવે ભરાઈ ગયા, સરકારે લીધું મોટું પગલું

લગ્નના ચાર જ મહિનામાં ટ્વીન્સ બાળકો આવતા જ ફસાઈ ગઈ સાઉથની રૂપસુંદરી, જાણો સમગ્ર મામલો

ગત રોજ સાઉથ ઈન્ડસ્ટ્રીમાંથી એક ખુબ જ મોટી ખુશખબરી સામે આવી હતી. સાઉથની સુપરસ્ટાર અભિનેત્રી નયનતારા અને તેના પતિ વિગ્નેશ શિવને તેમના ઘરે જોડિયા બાળકોનું સ્વાગત કર્યું છે. રવિવાર, 9 ઓક્ટોબરના રોજ વિગ્નેશ અને નયનતારાએ સોશિયલ મીડિયા પર ઘણા ફોટા શેર કરીને તેમના માતાપિતા બનવાના સમાચાર શેર કર્યા. આ સરપ્રાઈઝ બાદ બંનેના ફેન્સ ખુશ થઈ ગયા હતા અને તેમને અભિનંદન આપી રહ્યા હતા. દરમિયાન, ટ્વિટર પર સરોગસી અને દત્તક લેવા અંગે ચર્ચા શરૂ થઈ હતી. ઘણા યુઝર્સે કહ્યું કે નયનતારાએ સરોગસીનો રસ્તો અપનાવીને યોગ્ય કર્યું નથી. હવે આ મામલે સરકાર પણ જોડાઈ છે.

હવે નયનતારાના જોડિયા બાળકો અંગે સરકારમાં શંકા ઉભી થઈ છે. નયનતારા અને તેના પતિ વિગ્નેશ શિવન પર સવાલો ઉઠી રહ્યા છે કે શું તેઓએ સરોગસી પ્રક્રિયાના સાચા નિયમોનું પાલન કર્યું હતું. તમિલનાડુના સ્વાસ્થ્ય મંત્રી સુબ્રમણ્યમે કહ્યું છે કે તેઓ આ મામલે તપાસ કરી રહ્યા છે. હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે આ કેસમાં સરોગસીના નિયમોનું પાલન કરવામાં આવ્યું હતું કે નહીં.

ભારતમાં કોઈ પણ યુગલ લગ્નના પાંચ વર્ષ પછી જ સરોગસીનો માર્ગ અપનાવે તેવો નિયમ છે કે કેમ તે જોવું રહ્યું. અત્યારે તમિલનાડુ સરકારનું કહેવું છે કે તે તપાસ કરી રહી છે કે શું નયનતારા કે વિગ્નેશ સરોગસી દ્વારા બાળકો પેદા કરવાના નિયમોનું પાલન કરે છે કે તેનું ઉલ્લંઘન કરે છે. આવતીકાલે આરોગ્ય મંત્રી આ મામલે પૂછપરછ કરશે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે સરોગસી એક્ટ 2021 મુજબ, ફક્ત કાયદેસર રીતે પરિણીત કપલ ​​જ સરોગસીની મદદ લઈ શકે છે. નયનતારા અને વિગ્નેશ શિવનના લગ્ન પર પણ સવાલો ઉઠી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે બંનેએ લગભગ 4 મહિના પહેલા 9 જૂનના રોજ લગ્ન કર્યા હતા. આવી સ્થિતિમાં, તે જોવાનું રહેશે કે બંનેએ તેમના લગ્નની રજિસ્ટ્રી સમયસર કરાવી છે કે નહીં.

Niraj Patel