જુડવા બાળકોના નયનતારા અને વિગ્નેશે રાખ્યા અનોખા નામ, બોલવામાં પણ તમને ફાંફા પડી જશે

લગ્ન પહેલા જ ગર્ભવતી થનાર સાઉથની સૌથી બોલ્ડ અભિનેત્રીએ ટ્વીન્સ બાળકોના નામ એવા રાખ્યા કે તમને બોલવામાં ફાંફા પડી જશે, જુઓ

સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની લેડી સુપરસ્ટાર નયનતારા અને વિગ્નેશ શિવને આ વર્ષે 9 જૂને ધામધૂમથી લગ્ન કર્યા હતા અને લગ્નના 4 મહિના પછી તેઓ માતા-પિતા પણ બની ગયા છે. નયનતારા અને વિગ્નેશ જોડિયા પુત્રોના પેરેન્ટ્સ બન્યા છે. તેમણે તેમના દીકરાઓનું ઘણુુ જ યુનિક નામ રાખ્યુ છે. બાળકોના નામને લઈને સોશિયલ મીડિયા પર નયનતારા અને વિગ્નેશના ચાહકોમાં ભારે ઉત્તેજના છે. લોકો પોતાના બાળકોના આ અનોખા નામનો અર્થ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે.

લગ્નના માત્ર 4 મહિના પછી ઘરમાં નાના મહેમાનની કિલકારીએ દુનિયાભરના ચાહકોને ચોંકાવી દીધા છે. સોશિયલ મીડિયા પર લોકો એક્ટર્સને પૂછતા પણ જોવા મળે છે કે તેઓ કોના બાળકો છે ? લોકોએ પૂછ્યું કે 3-4 મહિનાના લગ્નમાં આવું કેવી રીતે થઈ શકે ?સાઉથ ઈન્ડસ્ટ્રીના સૌથી ફેવરિટ કપલ નયનતારા અને વિગ્નેશ શિવને 6 વર્ષ સુધી ડેટ કર્યા બાદ 9 જૂન 2022ના રોજ એકબીજા સાથે લગ્ન કર્યા હતા.

આ કપલના લગ્ન ચેન્નાઈમાં એક ભવ્ય સમારંભમાં થયા હતા, જેમાં બોલિવૂડથી લઈને સાઉથ ઈન્ડસ્ટ્રીના તમામ મોટા સ્ટાર્સ હાજર રહ્યા હતા. 9 ઑક્ટોબર 2022ના રોજ વિગ્નેશ શિવને અપ્પા બનવાની ખુશી વ્યક્ત કરતા તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર જોડિયા બાળકોની કેટલીક તસવીરો પોસ્ટ કરી હતી. આ તસવીરોમાં નયનતારા અને વિગ્નેશ તેમના બાળકોના નાના પગ હાથમાં પકડીને પગને કિસ કરતા જોવા મળ્યા હતા. જો કે આ તસવીરોમાં બાળકોનો ચહેરો દેખાતો નથી.

ફોટો શેર કરતી વખતે વિગ્નેશે પોતાના બાળકોના નામ પણ જાહેર કર્યા. વિગ્નેશે કેપ્શનમાં લખ્યું કે, “નયન અને હું અમ્મા-અપ્પા બની ગયા છીએ. અમને જોડિયા બાળકોના આશીર્વાદ મળ્યા છે. અમારી બધી પ્રાર્થનાઓ, અમારા પૂર્વજોના આશીર્વાદ, બધા સારા અભિવ્યક્તિઓ સાથે, અમારા 2 બાળકો આવ્યા છે. અમારા યુઇર અને ઉલગમ માટે અમને તમારા બધા આશીર્વાદની જરૂર છે.” નયનતારાના માતા બનવાના સમાચારે તેના કેટલાક ચાહકોને આશ્ચર્યચકિત કર્યા છે,

કારણ કે અભિનેત્રીએ તેની ગર્ભાવસ્થા વિશે કોઈને જાણ કરી ન હતી. જો કે, કપલ સરોગસી દ્વારા પેરેન્ટ્સ બન્યા છે તેવું કહેવામાં આવી રહ્યુ છે.હવે સોશિયલ મીડિયા પર જ્યાં એક તરફ લોકો તેમને અભિનંદન આપી રહ્યા છે તો લોકો બાળકોના નામનો અર્થ પણ જાણવા ઈચ્છી રહ્યા છે. યુઇર અને ઉલગમ તમિલ શબ્દો છે અને બંનેનો અર્થ ભવ્ય છે. તમિલમાં, જ્યાં યુઇરનો અર્થ લાઇફ-જીવન થાય છે, ત્યાં ઉલગમનો અર્થ થાય છે વર્લ્ડ વિશ્વ.

Shah Jina