મુંબઇ એરપોર્ટ પર જોવા મળ્યા સ્ટાર્સ…જવાન એક્ટ્રેસ નયનતારા પતિ સાથે તો બિગબોસ ઓટીટી 2 વિનર એલ્વિશ યાદવ અને ઉર્વશી રૌતેલા પણ મળ્યા જોવા

‘જવાન’ રીલિઝ થતા જ ચેન્નાઇ નીકળી નયનતારા, નો-મેકઅપ લુકમાં જોઇ લોકો બોલ્યા- કેટલી સુંદર છે આ તો…

ઉર્વશી રૌતેલાએ રેડ આઉટફિટમાં એરપોર્ટ પર વરસાવ્યો કહેર, અભિનેત્રીની હોટનેસે વધાર્યુ સોશિયલ મીડિયાનું તાપમાન

BB OTT 2 વિનર એલ્વિશ યાદવે અરપોર્ટ પર બતાવ્યુ ટશન, ચાહકો બોલ્યા- રાવ સાહેબનો કોઇ મુકાબલો નહિ…

Nayanthara spotted with Vignesh Shivan: તમિલ સિનેમાની લેડી સુપરસ્ટાર નયનતારા તાજેતરમાં જ મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી. જ્યાં અભિનેત્રી ખૂબ જ સિંપલ આઉટફિટમા જોવા મળી હતી. આ દરમિયાન નયનતારાએ બ્લૂ સિમ્પલ સૂટ પહેર્યો હતો અને નો મેકઅપ લુક રાખ્યો હતો. આ સમયે નયનતારાની સાથે તેનો પતિ વિગ્નેશ શિવન પણ હતો.

પતિ સાથે મુંબઇ એરપોર્ટ પર સ્પોટ થઇ નયનતારા
જવાન રિલીઝ થતાની સાથે જ નયનતારા તેના પતિ વિગ્નેશ શિવન સાથે ચેન્નાઈ જવા રવાના થઈ હતી. નયનતારાની આ તસવીરો સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ વાયરલ થઈ ગઈ. જેના પર લોકોએ ઘણી કોમેન્ટ પણ કરી હતી. જવાન રિલીઝ થતાની સાથે જ અભિનેત્રી પોતાના વતન ચેન્નાઈ જવા રવાના થઈ ગઈ હતી.

નો મેકઅપ સિંપલ લુકમાં લાગી ગોર્જિયસ
મોડી રાત્રે નયનતારા મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી. સાઉથ આ દરમિયાન નયનતારા નો મેકઅપ લુકમાં પણ ઘણી ગોર્જિયસ લાગી રહી હતી અને તેની ગ્લોઇંગ સ્કિન ચાહકોનું દિલ જીતવામાં સફળ રહી હતી. નયનતારાની તસવીરો સામે આવતાની સાથે જ લોકોએ તેની સુંદરતાના વખાણ કર્યા હતા.

ઉર્વશી રૌતેલાએ રેડ ડ્રેસમાં વરસાવ્યો કહેર
નયનતારા અને વિગ્નેશ શિવન બોલિવુડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા પણ હાલમાં જ એરપોર્ટ પર સ્પોટ થઇ હતી અને આ દરમિયાનની તેની ઘણી તસવીરો સામે આવી. ઉર્વશીએ રેડ આઉટફિટ પહેર્યો હતો અને મિનિમલ મેકઅપ સાથે તેના વાળ ખુલ્લા રાખ્યા હતા.

એલ્વિશ યાદવે પણ વિખેર્યો જલવો
આ સાથે લોકપ્રિય યુટ્યુબર અને રિયાલિટી શો ‘બિગ બોસ ઓટીટી 2’ વિનર એલ્વિશ યાદવ પણ એરપોર્ટ પર સ્પોટ થયો હતો. જે તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. એલ્વિશ યાદવની તસવીરો સામે આવતાની સાથે જ ચાહકોએ કોમેન્ટ્સનો વરસાદ શરૂ કરી દીધો હતો.

ચાહકોએ કરી કમેન્ટ્સ
એલ્વિશ યાદવ ગુરુવારે મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યો હતો. આ દરમિયાન તેના લુકની પ્રંશશા કરતા એકે લખ્યું કે, ‘રાવ સાહેબનો કોઇ મુકાબલો નથી.’ તો એકે લખ્યું, ‘એલ્વિશ યાદવ ભાઈ ઈઝ ડાઉન ટુ અર્થ.’ એલ્વિશ યાદવની તસવીરો પર બીજા એકે લખ્યું, ‘રાવ સાહેબ ફુલ ફાયર છે.’

Shah Jina