અમદાવાદ : સેવન્થ ડે સ્કૂલનો વિદ્યાર્થી નયન લોહીથી લથબથ હાલતમાં પેટ પકડી આવતાના CCTV આવ્યા સામે…

લોહી નીતરતી હાલતમાં નયન સ્કૂલમાં આવ્યો, પહેલીવાર સામે આવ્યા CCTV:’સેવન્થ ડે’ની પોલ ખોલતો વીડિયો, 7 મિનિટ બાદ ટિંગાટોળી કરીને રિક્ષામાં લઈ જવાયો હતો

અમદાવાદના ખોખરામાં આવેલી સેવન્થ ડે સ્કૂલના 10માં ધોરણના વિદ્યાર્થી નયનની 19 ઓગસ્ટના રોજ તેની સ્કૂલમાં ભણતા એક વિદ્યાર્થીએ બોક્સ કટરથી હત્યા કરી હતી. ત્યારે 2 સપ્ટેમ્બરના રોજ શાળાના સીસીટીવી કેમેરામાં રેકોર્ડ થયેલા દ્રશ્યો પહેલીવાર સામે આવ્યા છે. જેમાં મૃતક વિદ્યાર્થી નયન ઘાયલ અવસ્થામાં શાળાના પ્રવેશદ્વારથી અંદર આવતો દેખાય છે. બપોરના 12:53 વાગ્યે નયન પોતાના પેટના ઘા પર હાથ દાબીને શાળામાં દાખલ થતો જોવા મળે છે.

આ પછી થોડી ક્ષણોમાં જ નયન જમીન પર પડી જતાં તેની આસપાસ વિદ્યાર્થીઓનું ટોળું એકત્ર થઈ જાય છે. આ દરમિયાન શાળાના કર્મચારીઓ અથવા સિક્યોરિટી ગાર્ડ તરફથી નયનને કોઈ પ્રકારની સહાય પૂરી પાડવામાં આવતી નથી અને હાજર લોકો ફક્ત આ સ્થિતિને જોઈ રહ્યા હતા.

આ પછી નયનની માતા અને બીજી એક મહિલા ત્યાં પહોંચે છે અને વિદ્યાર્થીઓના સહયોગથી નયનને ઓટોરિક્ષામાં હોસ્પિટલ લઈ જવા તૈયારી કરતા જોવા મળે છે. સીસીટીવીમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે બપોરના 12:53 વાગ્યે યલો ટીશર્ટ અને સફેદ પેન્ટમાં નયન શાળાના ગેટમાંથી પ્રવેશ કરે છે. નયન સાથે શાળાના ત્રણથી ચાર અન્ય છાત્રો પણ દેખાય છે.

આ વખતે નયનના પેટના તે ભાગેથી જ્યાં બોક્સ કટરનો ઘા લાગ્યો હતો ત્યાંથી રક્તસ્રાવ થઈ રહ્યો હતો અને તે પોતાના હાથથી તે ભાગને દબાવી રાખ્યો હતો.ઘાયલ હોવાને કારણે નયન યોગ્ય રીતે ચાલવામાં અસમર્થ હતો. આ સમયે ત્યાં વિદ્યાર્થીઓની મોટી સંખ્યામાં હિલચાલ જોવા મળી રહી હતી.

આ વેળા સીસીટીવીમાં બે કે ત્રણ વિદ્યાર્થિનીઓ એક વ્યક્તિને આ બાબતે કંઈક સમજાવતી હોય એવું દેખાય છે. ત્યાર પછી તે વ્યક્તિ નયન તરફ દોડતો જાય છે અને ત્રણેય વિદ્યાર્થિનીઓમાંથી એક બહારની દિશામાં દોડી જાય છે. જ્યારે બીજી વિદ્યાર્થિની શાળાની અંદરની તરફ દોડે છે અને ત્રીજી વિદ્યાર્થિની ત્યાં જ ઊભી રહે છે.આ દરમિયાન ત્યાં ઉપસ્થિત વિદ્યાર્થીઓને જાણ થતાં હડકંપ મચી જાય છે અને વિદ્યાર્થીઓ નયન તરફ દોડી જાય છે.

આ સમયે ત્યાં સિક્યોરિટી ગાર્ડ આવી પહોંચે છે અને લાકડી બતાવીને વિદ્યાર્થીઓને દૂર ભગાડવાનો પ્રયાસ કરે છે. સીસીટીવીમાં નયન જ્યાં બેસાડાઈ ગયો હતો એ સ્થાન દેખાતું નથી પણ વિદ્યાર્થીઓ તેની આસપાસ ભેગા થાય છે એ સ્પષ્ટપણે જોઈ શકાય છે. આ સમયે શાળાના સ્ટાફના કેટલાક લોકો પણ સીસીટીવીમાં નજરે પડે છે. આકસ્મિક રીતે આ ઘટનાની જાણકારી મળતાં વિદ્યાર્થીઓમાં હડકંપ મચે છે અને ગભરાટ ફેલાય છે. જો કે શાળાનો સ્ટાફ ત્યાં હાજર હોવા છતાં તેઓ નયનને હોસ્પિટલ લઈ જવાની જવાબદારી લેતા નથી.

Shah Jina
error: Unable To Copy Protected Content!