સાળંગપુરના ભીંત ચિત્ર વિવાદ મુદ્દે હવે સ્વામિનારાયણ સંપ્રદાયના આ સાધુનું આવ્યું નિવેદન, કહ્યું, “સાધુ સંતોએ વિચારીને વાત કરવી જોઈએ…”

“હનુમાનજીએ પણ સ્વામિનારાયણ ભગવાનની સેવા કરી છે.” નૌતમ સ્વામીના નિવેદન બાદ હવે વિવાદ વધુ ઘેરો બન્યો, જુઓ શું કહ્યું ?

Nautam Swami statement Hanumanji Salangpur : ગુજરાતની અંદર હાલ સાળંગપુરમાં હનુમાનજીની વિશાળ પ્રતિમાની નીચે લગાવવામાં આવેલા ભીંત ચિત્રોને લઈને વિવાદ ઘેરો બન્યો છે. આ વિવાદમાં ઘણા બધા સાધુ સંતો અને કથાકારો તેમજ ઘણા લોકો પણ સામે આવ્યા છે. આ વિવાદ વિશે વાત કરીએ તોહનુમાનજીની વિરાટ પ્રતિમાની તસવીરો ઘણી વાયરલ થઇ રહી છે. જેમાં જોવા મળી રહ્યું છે કે આ પ્રતિમાની નીચે કેટલાક ભીંતચિત્રો દોરવામાં આવ્યા છે. જેમાં નીલકંઠવર્ણી (સહજાનંદ સ્વામીનું કિશોરાવસ્થાનું નામ) સમક્ષ હનુમાનજી નમસ્કાર કરે એ મુદ્રામાં દેખાઇ રહ્યાં છે.

નૌતમ સ્વામીનું નિવેદન : 

ત્યારે હવે આ વિરોધના વાદળો વચ્ચે વડતાલના સંત નૌતમ સ્વામીનું પણ નિવેદન સામે આવ્યું છે.  તેમને ખંભાતમાં યોજાયેલા એક સત્સંગ મહાસંમેલનમાં એક નિવેદન આપ્યું હતું. જેના બાદ આ મામલો હવે ફરી ગરમાયો છે. તેમને જણાવ્યું હતું કે, “વડતાલ સંસ્થા દ્વારા સાળંગપુરમાં હનુમાનજી મહારાજને પ્રતિષ્ઠિત કરવામાં આવ્યા છે. અને ત્યાં હનુમાનજીની મોટી મૂર્તિ સ્થાપવામાં આવી છે.  સ્વામિનારાયણ ભગવાન છે અને તેમનાં કુળદેવ પણ હનુમાનજી મહારાજ છે.

હનુમાજીએ કરી સ્વામિનારાયણ ભગવાનની સેવા :

વધુમાં તેણે કહ્યું હતું કે ભગવાનનાં જેટલા પણ અવતારો થયા ભગવાન શ્રી રામચંદ્રજી, શ્રી કૃષ્ણનારાયણ, સ્વામીનારાયણ ભગવાન છે. સ્વામિનારાયણ ભગવાનની પણ હનુમાનજી મહારાજે અનેકવાર સેવા કરી છે. આખો સ્વામીનારાયણ સંપ્રદાયનો ઈતિહાસ એનાથી ભરેલો છે. કોઈને વ્યક્તિગત એનાથી નાના મોટા પ્રશ્નો હોય તો યોગ્ય ફોરમ ઉપર જઈને વાત કરી શકે છે. કેટલાક લોકો આનાં સંદર્ભમાં કોર્ટમાં ગયા છે. તો કોર્ટમાં એનો યોગ્ય જવાબ આપવો પડશે. ”

સત્સંગીઓએ નિરાશ થવાની જરૂર નથી :

નૌતમ સ્વામીએ આગળ એમ પણ જણાવ્યું કે, “સામાન્ય નાના મોટા માણસોને જવાબ આપવાની સંપ્રદાયનાં કોઈ વ્યક્તિએ જરૂર નથી. આ સ્વામિનારાયણ એ ભગવાન છે જે લોકો નથી માનતા એ લોકોને આનાથી તકલીફ થઈ રહી છે સ્વામિનારાયણ સંપ્રદાયના સત્સંગીઓએ આનાથી નિરાશ થવાની કોઈ જરૂર નથી. સ્વામીનારાયણ સંપ્રદાયનો ક્યારેય કોઈ ભગવાન સ્વામિનારાયણે કલયુગમાં જન્મ લઇ અધર્મનો નાશ કર્યો છે. લોકો હાલમાં જે વાતો કરે છે તેનાથી સત્સંગીઓએ ડી મોરલાઈઝ થવાની જરૂર નથી.”

આમરો કોઈપણ અવતારનું અપમાન કરવો ઈરાદો નથી :

તેમણે વધુમાં એમ પણ કહ્યું કે સ્વામીનારાયણ સંપ્રદાયનો ક્યારેય કોઈ ભગવાનને કે ભગવાનના અવતારોનું અપમાન કરવાનો કોઈનો પણ હેતુ હોતો નથી અને હોઈ પણ ના શકે. સંપ્રદાયના હજારો મંદિરોમાં હનુમાનજી અને વિઘ્ન વિનાયક દેવની પૂજા થાય છે. સ્વામિનારાયણ પોતે ભગવાન છે, તે વાતને કાઢવાનો પ્રયત્ન કરતું હોય તો એ વાત જરા પણ ગ્રાહ્ય નથી. ગુજરાતની ભૂમી એ સ્વામિનારાયણ ભગવાનની ઋણી છે. સ્વામિનારાયણ ભગવાન મંદિરોમાં જે રીતના સદાવ્રતો ચાલી રહ્યા છે, સત્સંગી જીવન અને શિક્ષાપત્રી એ આપણુ લેન્ડમાર્ક છે તેમજ સ્વામીનારાયણ સંપ્રદાયે ગુજરાતને ઘણુ બધુ આપ્યુ છે.”

Niraj Patel