નટુકાકાના નિધનથી તેમના ગામની અંદર છવાયો હતો શોકનો માહોલ, આખું ગામ ચડ્યું હતું હીબકે, જુઓ તસવીરો

નટુકાકાની વિદાયથી સૂનું પડી ગયું તેમનું ગામ ઉંઢાઈ, ગામ લોકોએ જણાવ્યું કેવા સ્વભાવના હતા નટુકાકા ! ‘તેઓ જ્યારે ગામમાં આવતા ત્યારે રોનક છવાઈ જતી’

તારક મહેતા ધરાવહિકમાં દર્શકોને ભરપૂર હસાવનાર નટુકાકાનું પાત્રએ આંખોમાં આંસુઓ મૂકી દુનિયાનમાંથી હંમેશને માટે વિદાય લઇ લીધી છે. તેમના જવાનું દુઃખ આ શોના કલાકારો સાથે તેમના લાખો ચાહકોને પણ લાગ્યું છે. ત્યારે નટુકાકાના નિધનથી તેમના ગામની અંદર પણ શોકનો માહોલ ફરી વળ્યો હતો.

નટુકાકા મૂળ ગુજરાતના મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાના ઉંઢાઈ ગામના રહેવાસી હતા. તેમનો જન્મ પણ આજ ગામની અંદર થયો હતો, અને ગામ સાથે પણ નટુકાકાનો ઊંડો સંબંધ હતો. નટુકાકા ઉર્ફે ઘનશ્યામ નાયકની ગામ સાથે લાગણી પણ અનેરી હતી, જેના કારણે તેમના નિધન બાદ ગામમાં પણ ગમગીની છવાઈ ગઈ હતી.

નટુકાકાએ ઉંઢાઈ ગામમાં જ 5 ધોરણ સુધીનું શિક્ષણ લીધું હતું. આજે પણ નટુકાકાના ઘણા બાળપણના મિત્રો ગામની અંદર છે અને તેમના નિધનથી તેમના મિત્રોને પણ ઊંડો આઘાત લાગ્યો છે. ઘનશ્યામ નાયકના મિત્રોએ જણાવ્યું હતું કે “ઘનશ્યામ ભાઈ જ્યારે જયારે પણ ગામમાં આવતા ત્યારે ગામમાં એક અનેરી રોનક છવાઈ જતી હતી.”

નટુકાકાએ તેમના આ ગામ ઉંઢાઈની અંદર 5 ધોરણ સુધીનો અભ્યાસ કર્યા બાદ મુંબઈ ચાલ્યા ગયા હતા. તે વાર તહેવારે અને કેટલા પ્રસંગ પાત ગામમાં આવતા હતા. ત્યારે ગામનો આખો જ માહોલ બદલાઈ જતો હતો.  નટુકાકાના ગામ લોકો સાથે દિવ્ય ભાસ્કરની ટીમ દ્વારા ખાસ વાતચીત કરવામાં આવી હતી, જેમાં નટુકાકા વિશે ઘણી બધી વાતો પણ જાણવા મળી હતી.

ઉંઢાઈ ગામના લોકોએ દિવ્યભાસ્કર સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, નવરાત્રીની આઠમના દિવસે નટુકાકા ચોક્કસ ઉંઢાઈ ગામમાં હાજરી આપતા. આઠમના દિવસે ઉંઢાઈ ગામમાં આવેલા માતાજીના મંદિરે તેઓ દર્શન કરવા આવતા અને ગામલોકો સાથે પણ મુલાકાત કરતા હતા. ગામલોકોએ કહ્યું કે, આગામી નવરાત્રીએ નટુકાકાની ખોટ સાલશે.

ઈશ્વર ભાઈ ગામમાં રહેતા અને નટુકાકા સાથે બાળપણ વિતાવનાર ઈશ્વરભાઈ પટેલે કહ્યું કે, હું અને ઘનશ્યામ સાથે અભ્યાસ કરતા હતા. ઘનશ્યામ બાળપણમાં જ લોકોને હસાવતો રહેતો હતો. તેનો ચહેરા પર સદાય હાસ્ય જોવા મળતું. અમે સાથે ભણ્યા અને ખૂબ મસ્તી કરી છે. તેના નિધનના સમચાર સાંભળી દુઃખ થયું છે. ભગવાન તેના આત્માને શાંતિ આપે.

ઉંઢાઈ ગામની અંદર આજે પણ નટુકાકાનું જૂનું ઘર છે, જેમાં નટુકાકાનું બાળપણ વીત્યું હતું. હાલ તો નટુકાકાનો પરિવાર મુંબઈમાં વસવાટ કરે છે, ત્યારે તેમના ગામના ઘરની અંદર બીજી કોઈ વ્યક્તિ વસવાટ કરી રહી છે. નટુકાકા જ્યારે પણ ઉંઢાઈ આવતા ત્યારે ગામમાં પોતાની પાડોશમાં રહેતા પરિવારને ત્યાં રોકાણ કરતા. હર્ષે જણાવ્યું હતું કે, તેઓ થોડા મહિના પહેલા પોતાને ત્યાં આવ્યા હતા અનને એક દિવસ રોકાણ કર્યું હતું. તેઓ જ્યારે ઉંઢાઈ ગામ આવતા ત્યારે બધા લોકોને પરિવારજનોની માફક હાલચાલ પૂછતા. (સૌજન્ય: દિવ્ય ભાસ્કર)

Niraj Patel