પોતાના નિધન બાદ આટલી સંપત્તિ છોડીને ગયા છે તારક મહેતાના નટુકાકા, જાણો કેટલી હતી એક મહિનાની કમાણી

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના દર્શકોને ત્યારે મોટો આઘાત લાગ્યો જયારે આ શોનું એક  મહત્વનું પાત્ર નિભાવી રહેલા અભિનેતા ઘનશ્યામ નાયકનું નિધન થયું. ઘનશ્યામ નાયકે તારક મહેતામાં નટુકાકાનું પાત્ર નિભાવ્યું હતું. જેના દ્વારા તે દરેક ઘર ઘરમાં પ્રખ્યાત બન્યા હતા. ત્યારે હવે નટુકાકા તેમના નિધન બાદ પરિવાર માટે કેટલી સંપત્તિ છોડીને ચાલ્યા ગયા છે તેની ચર્ચા ચાલી રહી છે.

નટુકાકા ખુબ જ  જુના અને જાણીતા અભિનેતા હતા. તેમને રંગમંચ, ભવાઈ, નાટકો, ધારાવાહિક ઉપરાંત ઘણી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તેમને 100થી પણ વધારે હિન્દી અને 300થી પણ વધારે ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું છે. પરંતુ તેમને સૌથી વધુ લોકપ્રિયતા તારક મહેતા ધારાવાહીક દ્વારા મળી હતી. જેમાં તેમને નટુકાકાનું પાત્ર ભજવી અને દર્શકોને ખુબ હસાવ્યા.

ફિલ્મી સિયાપા નામની એક અંગ્રેજી વેબસાઈટતથા News18 પ્રમાણે નટુકાકાનું 2021નું નેટવર્થ 3 કરોડ રૂપિયા છે. રિપોર્ટ પ્રમાણે તેમની માસિક આવક 7થી 8 લાખ રૂપિયા જેટલી હતી. ઘનશ્યામ નાયકને એક એપિસોડ માટે 30 હજાર રૂપિયાની આસપાસ પેમેન્ટ મળતું હતું. જે હિસાબથી તેમની વાર્ષિક આવક 70થી 80 લાખ સુધીની હતી.

આ મીડિયા રિપોર્ટ પ્રમાણે તેમની વર્ષ 2017માં નેટવર્થ 1.8 કરોડ, 2018માં 2 કરોડ, 2019માં 2.2 કરોડ, 2020માં તેમનું નેટવર્થ 2.5 કરોડ રૂપિયા અને વર્ષ 2021માં તેમનું કુલ નેટવર્થ 3 કરોડ રૂપિયા હોવાનું  વેબસાઈટમાં જણાવવામાં આવ્યું છે. તારક મહેતા ધાવાહીકમાં તે ગડા ઇલેક્ટ્રોનિક્સમાં મેનેજરની ભૂમિકામાં જોવા મળ્યા હતા અને જેઠાલાલને તે વાંરવાર પગાર વધારવા માટેનું જણાવતા હતા.

“તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” આ શો સાથે દર્શકોની અનોખી લાગણી જોડાયેલી છે. તો આ શોના પાત્રોને પણ દર્શકો ખુબ જ પસંદ કરે છે. આ શોની અંદર ઘણા એવા પાત્રો છે જે શો છોડીને ચાલ્યા ગયા હોવા છતાં પણ દર્શકો તેમને ભરપૂર પ્રેમ આપે છે. તો કેટલાક પાત્રો એવા પણ છે જે માત્ર આ શોને જ નહિ દુનિયાને પણ હંમેશામાં માટે અલવિદા કહીને ચાલ્યા ગયા.

થોડા વર્ષો પહેલા જ તારક મહેતામાં ડોક્ટર હાથીનું પાત્ર નિભાવી રહેલા અભિનેતા કવિ કુમાર આઝાદના નિધનથી ચાહકોને ઘણો જ આઘાત લાગ્યો હતો. ત્યારે બે દિવસ પહેલા જ એટલે કે 3 ઓક્ટોબરના રોજ આ શોનું બીજું એક મહત્વનું પાત્ર નટુકાકાએ પણ દુનિયાને હંમેશા માટે અલવિદા કહી દીધું. જેના કારણે ચાહકોમાં પણ ઊંડો શોક વ્યાપી ગયો છે.

નટુકાકા ઉર્ફે ઘનશ્યામ નાયક ખુબ જ અનુભવી અને ખ્યાતનામ વ્યક્તિ હતા. પોતાના અભિનયની સાથે સાથે તેમના સ્વભાવથી પણ તેઓ સૌનું દિલ જીતી લેતા હતા. તેમના કેટલાક વીડિયો અને તસવીરો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતી જોવા મળે છે. જેમાં નટુકાકાનો પ્રેમાળ સ્વભાવ સ્પષ્ટ દેખાઈ શકે છે.

સીને ગુજરાતીના એવોર્ડ પ્રસંગનો તેમનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. જેમાં નટુકાકા તેમના આગવા અંદાજમાં જોવા મળી રહ્યા છે. ઘનશ્યામ નાયક ભવાઈ સાથે સંકળાયેલા હતા અને તેમને ભવાઈની ઘણી સારી એવી સમજ પણ હતી. આ એવોર્ડ સમારંભમાં તેમને તેમના બાળપણથી લઈને આ ઉંમર સુધીના અનુભવોને શબ્દોમાં વ્યક્ત કર્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

આ ઉપરાંત નટુકાકાનો એક બીજો વિડીયો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે જેમાં નટુકાકા મોરારી બાપુ સાથે એક કાર્યક્રમની અંદર જોવા મળી રહ્યા છે. જેમાં તે તેમના મજાકિયા અંદાજમાં મોરારી બાપુ માટે કહેતા જોવા મળી રહ્યા છે કે, “તેમની ઉપર હનુમાન દાદાનો હાથ છે, અને હવે તેમનો હાથ મારી ઉપર છે, જેથી હવે મારે જેઠાલાલને કહેવું નહિ પડે કે શેઠજી મારો પગાર વધારો.”

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)


આ ઉપરાંત પણ નટુકાકા ઉર્ફે ઘનશ્યામ નાયકની ઘણી તસવીરો અને વીડિયોને ચાહકો સોશિયલ મીડિયામાં શેર કરી અને તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. ભલે આજે ઘનશ્યામ નાયક આપણી વચ્ચે નથી, પરંતુ તે તેમની એટલી અઢળક યાદો છોડીને ગયા છે જેના સહારે તે હંમેશા યાદ આવતા રહેશે. નટુકાકાને ક્યારેય ભૂલી નહિ શકાય.

Niraj Patel