હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે જમીનમાંથી તાંબાના સળિયા દ્વારા બતાવી પાણી શોધવાની રીત, દેશી નુસખો જોઈને લોકો પણ રહી ગયા હેરાન, જુઓ વીડિયો

આજ સુધી જે કોઈએ ના બતાવ્યું તે અંબાલાલ પટેલે બતાવી દીધું, જુઓ જમીનમાંથી પાણી શોધવાની એકદમ દેશી અને અસરકારક રીત.. વાયરલ થયો વીડિયો

Ambalal’s indigenous way of finding water : હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ (ambalal patel) દ્વારા વખતો વખત વરસાદ અને વાવાઝોડા (Rain and thunderstorm forecast) ને લઈને આગાહીઓ કરવામાં આવતી હોય છે અને તેમની મોટાભાગની આગાહીઓ સાચી પણ પડતી હોય છે. ત્યારે હાલ સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં અંબાલાલ દેશી નુસખા દ્વારા જમીનમાંથી પાણી શોધવાની રીત બતાવી રહ્યા છે.

સામે આવેલો વીડિયો રિપોર્ટર સંધ્યા પંચાલ દ્વારા બનાવવામાં આવ્યો છે. સંધ્યા પંચાલ અંબાલાલ પાસે તાંબાના સળિયા દ્વારા જમીનમાંથી પાણી શોધવાની માહિતી માંગી રહી છે અને તેના માટે તે અંબાલાલને પૂછે છે કે આ દેશી નુસખા દ્વારા પાણી શોધવા માટે કેવા તાંબાના સળિયા લેવાના છે ?

જેના જવાબમાં અંબાલાલ કહે છે કે 4-5MM જાડાઈ, 18 ઇંચ જેટલા લાંબા અને  60થી 90 અંશના ખૂણેલા વળેલા સળિયા હોવા જોઈએ. આ પદ્ધતિ રોમન કેથલિક વખતે અમલમાં આવતી હતી એ પદ્ધતિ છે અને આ સળિયા બંને સીધા રાખીને ચાલવાનું. જ્યાં પાણી હશે ત્યાં સળિયા વળવા લાગશે.

તે આગળ જણાવે છે કે આ સળિયા જમીનમાં પાણી અનુસાર વળી જતા હોય છે. તે સીધા પણ થતા હોય છે. તે એમ પણ જણાવે છે કે આ સળિયામાં જો પાણી જમીનમાં ઉપર હોય તો સળિયા વર્તુળ બનાવે છે. પાણીમાં અંદર કાંકરા, થળ વધારે હોય તો પણ આ વર્તુળ મોટું થતું હોય છે.

અંબાલાલ આગળ જણાવે છે કે પાણી ઊંડું હોય તો વર્તુળ નાનું થાય, અંબાલાલ એમ પણ કહી રહ્યા છે કે આ જે પદ્ધતિ છે તે અનુભવના આધારે છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે સંધ્યા પંચાલ હાથમાં સળિયા લઈને ધીમે ધીમે ચાલે છે અને તે જેમ જેમ આગળ ચાલે છે તેમ તેમ તેમના હાથમાં રહેલા સળિયા પણ વળી જાય છે.

 

View this post on Instagram

 

A post shared by Sandhya Panchal (@sandhya_panchal)

છેલ્લે જયારે અંબાલાલ પોતાની વાત પૂર્ણ કરે છે ત્યારે સંધ્યા પંચાલ જણાવે છે કે મારા હાથમાં રહેલા સળિયા વળી ગયા છે, તેનો મતલબ એ છે કે અહીંયા જમીનમાં પાણી છે. અંબાલાલ પણ કહે છે કે હા અહીંયા સુકાઈ ગયેલું પાણી છે. ત્યારે આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

Niraj Patel