BREAKING: આ દિગ્ગજ ખેલાડીની ઘરની છત પરથી મળી લાશ, જયારે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યો તો બધા ચોંક્યા

આ દિગ્ગજ ખેલાડીની થઇ અચાનક મોત, પોસ્ટમોર્ટમમાં ખુલ્યું રાઝ

17 વર્ષિય જુનિયર નેશનલ બેડમિંટન ચૈંપિયન શ્રુતિ સોનીની સંદિગ્ધ હાલતમાં મોત થઇ ગઇ છે. પોસ્ટમોર્ટમ રીપોર્ટમાં એ ખુલાસો થયો છે કે તેની મોત હાર્ટ એટેકથી થઇ છે.

ગુરુવાર સાંજના રોજ તેના મકાનના છત પર તે બેહોશ હાલતમાં મળી હતી, તે બાદ પરિજનો દ્વારા તેને મપ્ર પોવર જનરેટિંગ કંપનીના હોસ્પિટલ લઇ જવામાં આવી, જયાં ડોક્ટરો દ્વારા તેને મૃત ઘોષિત કરવામાં આવી હતી.

શુક્રવારે સવારે તેનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યુ હતુ. તે બાદ એ વાત સામે આવી કે તેના મોતનું કારણ હાર્ટ એટેક અને શરીરમાં લોહીની કમી છે. શ્રુતિના હાર્ટમાં બ્લોકેજ જોઇ ડોક્ટર પોતે હેરાન રહી ગયા હતા. માથામાં લોહીનો જથ્થો જામ થઇ ગયો હતો. આટલી નાની ઉંમરમાં ખેલાડીની હાર્ટએટેકથી મોત થઇ આ વાત જાણી ડોક્ટર પણ પોતે હેરાન રહી ગયા.

મધ્યપ્રદેશના બૈતિલમાં બેંડમિંટનની રાષ્ટ્રીય ખેલાડીની સંદિગ્ધ હાલતમાં મોત થઇ હતી. શ્રુતિ માત્ર સારી ખેલાડી જ નહિ પરંતુ વન્ય જીવ અને પ્રકૃતિ પ્રેમી પણ હતી. જે સમયે શ્રુતિ છત પર પડી તે સમયે તે બિલાડી માટે ઘર બનાવી રહી હતી. જયારે પણ કયાંક કૂતરા, બિલાડી કે ગાય ઘાયલ અવસ્થામાં તે જુએ તો તે ડોક્ટરને ફોન કરી બોલાવી તેમની સારવાર કરાવે છે.

17 વર્ષની શ્રુતિ સોની બેડમિંટનમાં જુનિયર નેશનલ ચૈંપિયન રહી ચૂકી છે. સાથે જ તે 12 વાર જુનિયર નેશનલ બેડમિંટન પ્રતિયોગિતામાં ભાગ લઇ ચૂકી છે. સારણીની એબી ટાઇપ કોલોનીમાં રહેનારી શ્રુતિના પિતા સતપુડા થર્મલ પાવર સ્ટેશનમાં ડીઇના પદ પર છે. ત્યાં આ વર્ષે શ્રુતિએ સેંટ્રલ સ્કૂલથી ધોરણ 12ની પરિક્ષા પાસ કરી હતી. શ્રુતિના જવાથી પરિવારજનોનો રડી રડીને ખરાબ હાલ છે.

Shah Jina