બિકિ પહેરીને હાર્દિક પંડ્યાની પત્ની નતાશા સ્ટેનકોવિકે લગાવ્યો સ્વર્ગ જેવી સુંદર જગ્યાએ ગ્લેમરનો તડકો

હુસ્નની મલિકા છે હાર્દિક પંડ્યાની વિદેશી પત્ની, સુંદરતામાં બોલીવુડ અભિનેત્રીઓ નબળી પાડી દે છે…

એક તરફ મેદાનમાં હાર્દિક પંડ્યાનો કોઈ મુકાબલો નથી, તો બીજી તરફ ગ્લેમરની બાબતમાં તેની પત્ની નતાશા સ્ટેનકોવિકનો પણ કોઈ જ જવાબ નથી. મોડલ અને અભિનેત્રી એવી નતાશાની સુંદરતા અદ્ભૂત છે.  કપલે લગ્નના અમુક સમય બાદ માતા-પિતા બનવાની જાણ કરી હતી, અને ક્યૂટ દીકરા અગત્સ્યને જન્મ આપ્યો હતો.એવામાં હાલના દિવસોમાં હાર્દિક પત્ની અને દીકરા સાથે ગ્રીસમાં વેકેશન એન્જોય કરી રહ્યો છે, જેની અમુક તસવીરો પણ સોશિયલ મીડિયા પર સામે આવી છે.

સામે આવેલી તસવીરોમાં કપલ દીકરા સાથે એકદમ મસ્તીના મૂડમાં દેખાઈ રહ્યું છે. એવામાં હવે નતાશાએ બિકિ પહેરીને હોટ ફોટોશૂટ કરાવ્યુ છે અને પોતાના ઇન્સ્ટા એકાઉન્ટ પર શેર કર્યું છે. તસ્વીરોમાં નતાશાએ બ્રાઉન પ્રિન્ટેડ બિકી પહેરી રાખી છે. બિકી સાથે નતાશાએ લાઈટ મેકઅપ કર્યો છે અને પોતાના વાળ ખુલ્લા રાખ્યા છે.

બિકી પહેરીને નતાશા અલગ અલગ પોઝ આપીને લોકોને દીવાના બનાવી રહી છે.બિકી પહેરીને નતાશાએ અલગ અલગ લોકેશન પર પોઝ આપ્યા છે. એક તસ્વીરમાં તે સમુદ્રની લહેરો  વચ્ચે મસ્તી કરતી દેખાઈ રહી છે, જેમાં સમુદ્રનો સુંદર નજારો જોવા મળી રહ્યો છે. તસવીરો શેર કરીને નતાશાએ કેપ્શનમા લખ્યું કે,”જો બિકી જરૂરી છે, તો મારો જવાબ હા છે”.

નતાશાની આ તસવીરો લોકોએ ખુબ પસંદ કરી છે અને ખુબ કમેન્ટ્સ કરી રહ્યા છે.એક બાળકની માં બન્યા પછી પણ નતાશાએ પોતાના ફિગરને ખુબ સારી રીતે મેઇન્ટેન રાખ્યું છે. અમુક લોકોએ તો તેને ‘સંતુર મોમ’ પણ કહી છે. કપલે 2020માં ઘોષણા કરી હતી કે તેઓએ લગ્ન કરી લીધા છે, અને એવું પણ કહ્યુ હતું કે તેમના ઘરે જલ્દી જ નવું મહેમાન પણ આવવાનું છે.

 

View this post on Instagram

 

A post shared by Bollywood Adda (@bolly_adda7)

એવામાં નતાશાએ 30 જુલાઈ 2020ના રોજ દીકરા અગત્સ્યને જન્મ આપ્યો હતો. નતાશા ફેમસ રૈપર બાદશાહના હીટ ગીત ‘ડીજે વાલે બાબુ’ માં જોવા મળી ચુકી છે.4 માર્ચ 1992ના રોજ સર્બિયામાં જન્મેલી નતાશાએ ત્રણ વર્ષની ઉંમરથી જ ડાન્સ કરવાનું શરૂ કરી દીધું હતું. નતાશા ફિલ્મ સત્યાગ્રહમાં આઈટમ નંબર ‘હમારી અટારીયા’ કરીને ચર્ચામાં આવી હતી.

 

View this post on Instagram

 

A post shared by (@bollywood_garmis)

નતાશા આઈપીએલ 2022માં ગુજરાત ટાઇટન્સની મેચ દરમિયાન સ્ટેડિયમાં જોવા મળી હતી. અને હંમેશા તે સ્ટેડિયમમાં હાર્દિકને સપોર્ટ કરતી અને ચીયરઅપ કરતી જોવા મળે છે.નતાશા સોશિયલ સાઇટ્સ પર પણ ખુબ સક્રિય રહે છે અને પોતાની એકથી એક હોટ તસવીરો શેર કરતી રહે છે. નતાશાને હરવા ફરવાનો પણ ખુબ જ શોખ છે અને તે અવાર-નવાર દેશ વિદેશમાં પતિ સાથે ફરવા માટે નીકડી પડે છે.

નતાશાના ઇન્સ્ટા એકાઉન્ટ પર 3.5 મિલિયન ફોલોઅર્સ છે.નતાશા સત્યાગ્રહ, ડૈડી, ફુકરે જેવી ફિલ્મોમાં કામ કરી ચુકી છે આ સિવાય તે 2014માં બિગ બોસ-8ની કન્ટેસ્ટન્ટ પણ રહી ચુકી છે. ગત જુલાઈ મહિનામાં જ નતાશાના દીકરો બે વર્ષનો થયો હતો અને તેના જન્મદિવસના મોકા પર ખાસ ઉજવણી પણ કરવામાં આવી હતી.

Krishna Patel