આ દિવસોમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં દિવાળીની ધૂમ જોવા મળી રહી છે. હાલમાં જ 26 ઓક્ટોબરે રાત્રે ડિઝાઇનર અબુ જાનીએ બી-ટાઉન સ્ટાર્સ માટે દિવાળી પાર્ટીનું આયોજન કર્યું હતું, જેમાં મોડલ અને એક્ટ્રેસ નતાશા સ્ટેનકોવિકે ધાંસૂ એન્ટ્રી મારી હતી. જો કે આ દરમિયાન નતાશા તેના રૂમર્ડ બોયફ્રેન્ડ એલેક્ઝાન્ડર એલેક્સ સાથે પાર્ટીમાં પહોંચી હતી.
દીવાળી પાર્ટીમાં નતાશા રેડ સાડીમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. નતાશાએ તેના ફ્રેન્ડ અને રૂમર્ડ બોયફ્રેન્ડ એલેક્ઝાન્ડર એલેક્સ ઇલિક સાથે અબુ જાની સંદીપ ખોસલાની દિવાળી પાર્ટીમાં હાજરી આપી હતી. આ દરમિયાન એલેકઝાન્ડરે નતાશાને કારમાંથી બહાર નીકળવામાં મદદ કરી અને બંનેએ સાથે ઘણા પોઝ પણ આપ્યા હતા. નતાશાએ રેડ સાડીને પ્લન્જ નેકલાઇન સાથે કેરી કરી હતી.
આ સિવાય તેણે હાથમાં એક સ્ટાઇલિશ પર્સ કેરી કર્યુ હતુ. નતાશાએ આ લુક સાથે વાળ ખુલ્લા રાખ્યા હતા અને હેવી મેકઅપ કર્યો હતો. એલેક્ઝાન્ડરની વાત કરીએ તો તે ટ્રેડિશનલ અને એથનિક લુકમાં જોવા મળ્યો હતો. જો કે નતાશા હવે ઘણી ટ્રોલ થઈ રહી છે. જે તસવીરો સામે આવી છે એલેક્ઝાન્ડર એલેક્સ નતાશાનો હાથ પકડીને તેને કારમાંથી બહાર કાઢતો જોવા મળી રહ્યો છે.
નતાશાની આ તસવીરો ઝડપથી વાયરલ થઈ રહી છે. બંનેની તસવીરો પર લોકો ઉગ્ર પ્રતિક્રિયા આપી રહ્યા છે. એલેક્ઝાન્ડર સાથેના ફોટા સામે આવ્યા બાદ નતાશાને ઘણી ટ્રોલ કરવામાં આવી રહી છે. એક યુઝરે લખ્યું, ‘તે ચીટર છે’ જ્યારે બીજા યુઝરે લખ્યું કે, ‘તેણે હાર્દિક પંડ્યાને દગો આપ્યો છે.’
જણાવી દઈએ કે નતાશા સ્ટેનકોવિક અને હાર્દિક પંડ્યાના લગ્ન વર્ષ 2020માં થયા હતા, જો કે આ કપલ લગ્નના માત્ર 4 વર્ષ બાદ અલગ થઇ ગયુ. નતાશા અને હાર્દિક પુત્ર અગસ્ત્યના પેરેન્ટ્સ છે.
View this post on Instagram