હુસ્નની મલિકા છે હાર્દિક પંડ્યાની પત્ની નતાશા, ગ્રીસમાં પરિવાર સાથે એન્જોય કરી રહી છે વેકેશન, જુઓ હોટ તસવીરો

ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યા હાલમાં તેની પત્ની નતાશા સ્ટેનકોવિક અને પુત્ર અગસ્ત્ય સાથે સમર વેકેશન પર છે. ‘એશિયા કપ 2022′ પહેલા ક્રિકેટર તેના પરિવાર સાથે રજાઓ માણી રહ્યો છે, જેની ઝલક ક્રિકેટરની પત્ની નતાશાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કરી છે.’ડીજે વાલે બાબુ’ ગર્લ તરીકે જાણીતી નતાશા સ્ટેનકોવિક આ દિવસોમાં પરિવાર સાથે ગ્રીસમાં વેકેશન માણી રહી છે. જ્યાં તે પતિ અને પુત્ર સાથે મસ્તીભર્યા મૂડમાં જોવા મળી રહી છે. ત્યાંથી નતાશાની ચિલ મોમેન્ટની તસવીરો શેર કરીને ખૂબ જ દિલ જીતી રહી છે.

તાજેતરમાં, અભિનેત્રીએ તેની કેટલીક તસવીરો શેર કરી છે, જે ઇન્ટરનેટ પર ખૂબ વાયરલ થઈ રહી છે. તસવીરોમાં જોઈ શકાય છે કે નતાશા સ્ટેનકોવિક બિકી ટોપ અને પ્રિન્ટેડ શોર્ટ સ્કર્ટમાં ખૂબ જ હોટ લાગી રહી છે અને પતિ હાર્દિકની બાહોમાં રોમેન્ટિક પોઝ આપી રહી છે. એક તસવીરમાં તે પુત્ર અગસ્ત્ય સાથે પૂલમાં ચિલ કરતી જોવા મળી રહી છે. અન્ય તસવીરોમાં અભિનેત્રીનો દીકરો ક્યારેક પોતાની ક્યુટનેસથી લોકોના દિલ જીતી રહ્યો છે તો ક્યારેક પિતાના ખોળામાં પોઝ આપી રહ્યો છે.

આ સિવાય નતાશાએ ગ્રીસના સમુદ્રનો એક સુંદર વીડિયો પણ શેર કર્યો છે. ફેન્સ નતાશા સ્ટેનકોવિકની આ પોસ્ટને ખૂબ પસંદ કરી રહ્યા છે અને કોમેન્ટ કરીને પોતાનો પ્રતિભાવ પણ આપી રહ્યા છે. આ તસવીરોમાં જોઈ શકાય છે કે નતાશા તેના પતિ અને પુત્ર સાથે ક્વોલિટી ટાઈમ વીતાવી રહી છે. એક તસવીરમાં જ્યાં કપલ એકબીજામાં ખોવાયેલા જોવા મળે છે તો બીજી તસવીરમાં નતાશા તેના પુત્ર સાથે પૂલમાં મસ્તી કરતી જોવા મળે છે. નતાશાના માતા-પિતા પણ એક તસવીરમાં જોવા મળી રહ્યા છે.

નતાશા એક એક્ટિવ સોશિયલ મીડિયા યુઝર છે. તેણે 15 ઓગસ્ટ 2022ના રોજ પોતાના ઈન્સ્ટા એકાઉન્ટ પરથી એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તેના વેકેશનની કેટલીક ખાસ પળો ઉમેરવામાં આવી હતી. આ વીડિયોમાં તે અલગ-અલગ જગ્યાએ અલગ-અલગ અંદાજમાં જોવા મળી હતી. આ પહેલા અગત્સ્ય બે વર્ષનો થવા પર 30 જુલાઈ 2022ના રોજ ‘જુરાસિક વર્લ્ડ’ થીમ આધારિત પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની તસવીરો નતાશાએ તેના ઈન્સ્ટા પરથી શેર કરી હતી. આ તસવીરોમાં માતા-પુત્રની જોડી ખૂબ જ ક્યૂટ લાગી રહી હતી.

જ્યાં નતાશાએ એનિમલ પ્રિન્ટેડ મિડી ડ્રેસ પહેર્યો હતો, ત્યાં અગસ્ત્ય સફેદ ટી-શર્ટ અને મેચિંગ શોર્ટ્સમાં શાનદાર લાગતો હતો. તમને જણાવી દઈએ કે નતાશા પ્રખ્યાત રેપર બાદશાહના હિટ ગીત ‘ડીજે વાલે બાબુ’માં જોવા મળી હતી. સર્બિયામાં જન્મેલી અને ઉછરેલી નતાશાએ ત્રણ વર્ષની ઉંમરે ડાન્સ શીખવાનું શરૂ કર્યું. તે ફિલ્મ ‘સત્યાગ્રહ’માં આઈટમ નંબરથી ચર્ચામાં આવી હતી. નતાશા અને હાર્દિકે સગાઇની તસવીરો શેર કરી બધાને ચોંકાવી દીધા હતા. આ પહેલા તેમના ડેટિંગની ક્યારેય અફવાઓ પણ સામે આવી ન હતી.

30 જુલાઈ 2020ના રોજ નતાશાએ પુત્ર અગસ્ત્યને જન્મ આપ્યો હતો. હાર્દિક પંડ્યાની વાત કરીએ તો, છેલ્લા કેટલાક વર્ષોમાં પોતાની રમતથી હાર્દિકે બધાના દિલ જીતી લીધા છે. હાર્દિક પંડ્યાએ વર્ષ 2020માં નતાશા સ્ટેનકોવિક સાથે લગ્ન કર્યા હતા. નતાશા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. હાર્દિક પંડ્યા તેની રમત અને અંગત જીવનને કારણે ચર્ચામાં રહે છે. તેની પત્ની નતાશા સ્ટેનકોવિક ખૂબ જ સુંદર છે. બંનેએ વર્ષ 2020માં લગ્ન કર્યા હતા.

નતાશા અને હાર્દિક પંડ્યાની જોડી હિટ છે. નતાશા સ્ટેનકોવિકનો જન્મ 4 માર્ચ 1992ના રોજ સર્બિયામાં થયો હતો. બંને લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં હતાં. IPL દરમિયાન ગુજરાત ટાઇટન્સની મેચ જોવા માટે નતાશા સ્ટેડિયમમાં જોવા મળી હતી. તે ખૂબ જ સપોર્ટિવ છે. નતાશા તેની હોટનેસ અને ગ્લેમર માટે ફેમસ છે. ઇન્સ્ટાગ્રામ પર તેના 3.5 મિલિયન ફોલોઅર્સ છે. તેના દ્વારા શેર કરવામાં આવેલ ફોટા ચાહકોને ખૂબ જ પસંદ આવે છે.

Shah Jina