હિંદુઓના સૌથી મહાન ધર્મગુરુનું 99 વર્ષની ઉંમરે થયું નિધન, અંગ્રેજોના સમયે સ્વતંત્રતા માટે તેઓ જેલમાં પણ ગયા હતા

જ્યોર્તિમઠ બદ્રીનાથ અને શારદા પીઠ દ્વારકાના શંકરાચાર્ય સ્વામી સ્વરુપાનંદ સરસ્વતીજીનું આજે રવિવારે નિધન થયું છે. તેમની ઉમર ૯૯ વર્ષ હતી. મધ્યપ્રદેશના નરસિંહપુર જિલ્લાના પરમહંસી ગંગા આશ્રમમાં બપોરે સાડા 3 વાગ્યે તેઓએ અંતિમ શ્વાસ લીધા. સ્વામી શંકરાચાર્ય ઘણા ટાઇમથી તબિયત સારી ન હતી અને બીમાર હતા. સ્વામી શંકરાચાર્ય આઝાદીની લડાઈમાં જેલ પણ ગયા હતા. તો તેમને રામ મંદિર નિર્માણ માટે લાંબી કાયદાકીય લડાઈ પણ લડી હતી.

શંકરાચાર્યના શિષ્ય બ્રહ્મ વિદ્યાનંદે જણાવ્યું કે- સ્વામી સ્વરુપાનંદ સરસ્વતીને સોમવારે સાંજે 5 વાગ્યે પરમહંસી ગંગા આશ્રમમાં સમાધિ આપવામાં આવશે. તમને જણાવી દઈએ કે શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતી મહારાજનો જન્મ બે સપ્ટેમ્બર 1924માં થયો હતો. તેઓ એક હિંદુ આધ્યાત્મિક ગુરુ, સ્વતંત્રતા સેનાની છે. હિંદુઓને એક કરવાની ભાવનામાં, આદિગુરુ ભગવાન શંકરાચાર્યએ 1300 વર્ષ પહેલાં ભારતની ચારેય દિશામાં ચાર ધાર્મિક રાજધાનીઓ બનાવ્યા હતા.

તેઓએ માત્ર 9 વર્ષની ઉંમરે પોતાનું ઘર છોડી દીધું હતું અને તેઓ કાશી ગયા, ત્યાં આપણા દેશના દરેક પ્રસિદ્ધ તીર્થસ્થાનો, સ્થળો અને સંતોની મુલાકાત લીધી. સ્વામી સ્વરૂપાનંદને 1950માં દાંડી સન્યાસી બનાવવામાં આવ્યા હતા. જ્યોતિમઠ પીઠના બ્રહ્માલિન શંકરાચાર્યએ સ્વામી બ્રહ્માનંદ સરસ્વતી પાસેથી દંડ સન્યાસની દીક્ષા લીધી અને સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતી તરીકે ઓળખાયા. તેમને 1981માં શંકરાચાર્યની પદવી મળી હતી.

તે જમાનામાં જ્યારે આપનો ભારત દેશ અંગ્રેજો સામે લડી રહ્યો હતો એ સમયે ભારતમાં ઘણા આંદોલનો થયા. 1942માં જ્યારે ગાંધીજીએ ભારત છોડોનો નારો આપ્યો ત્યારે તેઓ સ્વતંત્રતા સંગ્રામમાં પણ કૂદી પડ્યા. તે સમયે તેની ઉંમર 19 વર્ષની હતી. આ ઉંમરે તેમની ઓળખ ‘ક્રાંતિકારી સાધુ’ તરીકે થઈ હતી. આ સમય દરમિયાન, તેમણે નવ મહિના વારાણસીની જેલમાં અને લગભગ ૬ મહિના તેના ગૃહ રાજ્ય મધ્યપ્રદેશની જેલમાં પણ વિતાવ્યા હતા.

શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતી પોતાના બેબાર નિવેદન માટે જાણીતા હતા. તેઓએ રામ મંદિર ટ્રસ્ટને લઈને પણ ભારત સરકાર સામે સવાલો ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે ભગવા પહેરી લેવાથી કોઈ સનાતની બનતું નથી. તેમણે કહ્યું હતું કે જન્મભૂમિ તીર્થ ટ્રસ્ટમાં કોઈ એવો વ્યક્તિ નથી જે પ્રાણ પ્રતિષ્ઠા કરી શકે. તેમણે ધનને લઈને પણ ટ્રસ્ટ પર સવાલ ઉઠાવ્યા હતા.

YC