ભોજપુરી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી નમ્રતા મલ્લા પોતાના અભિનયની સાથે સાથે સોશિયલ મીડિયા પર પણ ખુબ સક્રિય રહે છે. નમ્રતાની ફેન ફોલોઇંગ ખુબ વધારે છે અને અવાર નવાર તે પોતાના ચાહકો માટે પોતાની એકથી એક શાનદાર અને કાતિલાના તસવીરો પોસ્ટ કરતી રહે છે. નમ્રતાને હરવા ફરવાનો ખુબ જ શોખ છે અને અવાર નવાર તે વેકેશન પર રજાઓ માણવા જાય છે અને તસવીરો પણ પોતાના એકાઉન્ટ પર શેર કરે છે.
View this post on Instagram
એવામાં એકવાર ફરીથી નમ્રતા દુબઇ વેકેશન પર પહોંચી છે અને ખુબ મોજ મસ્તી કરતી જોવા મળી રહી છે.નમ્રતા દુબઈમાં દરિયામાં યૉટ પર ફરી છે અને સમુદ્રની લહેરોનો આનંદ લઇ રહી છે. નમ્રતાએ વેકેશનની ખુબ જ આકર્ષક તસવીરો શેર કરી છે જેમાં તે વ્હાઇટ શોર્ટ્સ અને પિન્ક બ્રાલેટ અને ફ્લોરલ જેકેટ પહેરેલી દેખાઈ રહી છે. આ લુકમા નમ્રતાએ પોતાના વાળ ખુલ્લા રાખ્યા છે અને સનગ્લાસ પહેરીને એકથી એક કાતિલાના પોઝ આપી રહી છે.
View this post on Instagram
આ આઉટફિટ સાથે નમ્રતાએ પિન્ક લિપસ્ટિક અને હળવો મેકઅપ કરી રાખ્યો છે.આ લુકમાં નમ્રતાએ ઘણી તસવીરો શેર કરી છે જેને ચાહકો ખુબ પસંદ કરી રહ્યા છે. નમ્રતાની તસવીરો સામે આવતા જ વાયરલ થઇ ગઈ છે અને ચાહકો દ્વારા કમેન્ટ્સનો વરસાદ થઇ રહ્યો છે.એક તસવીરમાં નમ્રતા સોફા પર બેસીને પણ પોઝ આપી રહી છે. નમ્રતાએ નાકમાં પહેરેલી ડિઝાઈનર નથળી તેની સુંદરતામાં વધારો કરી રહી છે.
View this post on Instagram
તસવીરો શેર કરીને નમ્રતાએ લખ્યું કે,”પોતાને મુક્ત કરો અને ઉડી જાઓ”.તસ્વીર પર એક ચાહકે કમેન્ટ કરતા લખ્યું કે,”પોઝ નમ્બર 5 ખુબ જ લાજવાબ છે”. જ્યારે અન્ય એક યુઝરે લખ્યું કે,”નમ્રતા મેમ તમે ખુબ જ સુંદર છો અને તમારા ચાહનારાઓ દરેક જગ્યાએ છે”.ચાહકો તસવીર પર બ્યુટીફૂલ, લવલી, ગોર્જીયસ જેવી કમેન્ટ કરી રહ્યા છે અને ફાયર અને હાર્ટ વાળી ઈમોજી પણ પોસ્ટ કરી રહ્યા છે.
View this post on Instagram
જણાવી દઈએ કે દુબઇ પહેલા નમ્રતા ગોવા વેકેશન પર પહોંચી હતી અને ત્યાં મનભરીને મોજ મસ્તી કરી હતી. નમ્રતાએ ગોવા વેકેશનની પણ તસવીરો શેર કરી હતી જેને ચાહકોએ ખુબ પસંદ કરી હતી.ચાહકો પણ નમ્રતાની એક ઝલક મેળવવા માટે આતુર રહે છે અને તેની તસવીરો પર પ્રેમ લૂંટાવે છે.નમ્રતાએ અભિનેતા ખેસારી લાલ યાદવની સાથે ભોજપુરી ગીત દો ઘૂંટ દ્વારા ચાહકોને ખુબ પ્રભાવિત કર્યા હતા. આ ગીતમાં નમ્રતાનો લુક અને તેનો અભિનયક ચાહકોને ખુબ પસંદ આવ્યો હતો.