છેલ્લા સમયમાં આ અભિનેત્રી પાસે ખર્ચ ચલાવવાના પણ ન હતા પૈસા, જોનારા જોતા જ ધ્રુજી ઉઠ્યા

એકલતામાં થઇ આ અભિનેત્રીની મોત, ત્રણ દિવસ સુધી ઘરમાં પડી રહી હતી લાશ

40 અને 50ના દાયકાની સુંદર અભિનેત્રી નલિની જયવંતે વર્ષ 2010માં આ દુનિયાને અલવિદા કહી દીધું હતુ. તેના મોત સમયે, નલિની સાવ એકલી હતી, તેની સારી રીતે કાળજી લેવા માટે કોઈ નહોતું, તેથી જ્યારે તેનું મોત થયું, ત્યારે તેની લાશ ત્રણ દિવસ સુધી ઘરમાં રહી હતી. નલિની જયવંતે ઘણી હિટ ફિલ્મોમાં કામ કર્યું હતું. તેણે 1941માં આવેલી ફિલ્મ ‘બહન’થી લોકપ્રિયતા મેળવી હતી. ફિલ્મોમાં બાળ કલાકાર તરીકે ડેબ્યૂ કરનાર નલિનીએ મુખ્ય અભિનેત્રીની ભૂમિકા ભજવી હતી, પરંતુ અંતિમ ક્ષણે ન તો પરિવાર કે ન તો ફિલ્મ જગતના કોઈએ તેનો સાથ આપ્યો. એક સમયે સફળતાના શિખરે પહોંચેલી નલિની તેના છેલ્લા વર્ષોમાં વિસ્મૃતિમાં જીવવા મજબૂર બની હતી.

નલિનીનો જન્મ 18 ફેબ્રુઆરી 1926ના રોજ મુંબઈમાં થયો હતો. સંબંધમાં, તે કાજોલના નાની શોભના સમર્થની પ્રથમ પિતરાઈ બહેન હતી. નલિની જયવંતે 14 વર્ષની ઉંમરે 1941માં આવેલી ફિલ્મ ‘રાધિકા’થી પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. 50ના દાયકા સુધીમાં તે ‘સમાધિ’ અને ‘સંગ્રામ’ જેવી ફિલ્મો દ્વારા ટોચની સ્ટાર બની ગઈ હતી. અશોક કુમાર સાથેની તેની જોડીને ખૂબ પસંદ કરવામાં આવી હતી. નલિની જયવંત અને અશોક કુમારની જોડી ‘કાફિલા’, ‘જલપરી’, ‘લકીરેં’, ‘મિસ્ટર એક્સ’ અને ‘તુફાન મેં પ્યાર કહાં’ ફિલ્મોમાં જોવા મળી હતી. નલિની તે સમયની ટોચની અભિનેત્રી મધુબાલા સાથે પણ સ્પર્ધા કરતી હતી.

જો કે, 60ના દાયકા સુધીમાં, નલિની જયવંતને ફિલ્મોમાં કામ મળવાનું બંધ થઈ ગયું, ત્યારબાદ તેણે ફિલ્મી દુનિયામાંથી સંન્યાસ લઈ લીધો અને અંગત જીવનમાં વ્યસ્ત થઈ ગઈ. નલિનીએ બે લગ્ન કર્યા. પ્રથમ લગ્ન 40ના દાયકામાં દિગ્દર્શક વીરેન્દ્ર દેસાઈ સાથે થયા હતા. બાદમાં, તેણે અભિનેતા પ્રભુ દયાલ સાથે બીજી વખત લગ્ન કર્યા. પરંતુ તેના મોતના ત્રણ દિવસ પછી, એક વ્યક્તિ, જે તેનો દૂરનો સંબંધી જણાતો હતો તે આવ્યો અને નલિનીના મૃતદેહને એમ્બ્યુલન્સમાં લઈ ગયો. તે ઘરમાં એકલી રહેતી હતી. છેલ્લા દિવસોમાં પણ તેની પાસે ખર્ચ ચલાવવા માટે પણ પૈસા ન હતા.

નલિનીએ વર્ષ 1952માં પ્રખ્યાત મેગેઝિન ‘ફિલ્મફેર’ દ્વારા બ્યુટી પોલ કરાવ્યો હતો. આ પોલમાં નલિનીએ અભિનેત્રી મધુબાલાને સુંદરતામાં હરાવી પ્રથમ નંબર મેળવ્યો હતો. જો કે નલિની માટે ક્યારેય કામની કોઈ કમી ન હતી, પરંતુ તેના જીવનના અંતમાં કંઈક એવું થયું કે ન તો પરિવાર તેની સાથે રહ્યો કે ન તો ફિલ્મ ઈન્ડસ્ટ્રી. અભિનેત્રીએ બે લગ્ન કર્યા હતા. તેમના પહેલા પતિ ફિલ્મ દિગ્દર્શક વીરેન્દ્ર દેસાઈ હતા. તેના બીજા લગ્ન અભિનેતા પ્રભુ દયાલ સાથે થયા હતા.

નલિનીએ 1945માં ડાયરેક્ટર વીરેન્દ્ર દેસાઈ સાથે લગ્ન કર્યા હતા, પરંતુ 3 વર્ષ પછી 1948માં તેમના છૂટાછેડા થઈ ગયા હતા. આ પછી તેણે 1960માં અભિનેતા પ્રભુ દયાલ સાથે બીજા લગ્ન કર્યા. નલિનીએ પ્રભુ દયાલ સાથે ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતું, જોકે, 2001માં પ્રભુનું અવસાન થયું હતું. મોટા પડદા પર એક પછી એક સુપરહિટ ફિલ્મો આપનાર નલિની જયવંત પોતાના અંતિમ સમયમાં ખૂબ જ ગુમનામ રહી. 20 ડિસેમ્બર, 2010 ના રોજ, નલિનીનું શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ થયું હતું. એવું કહેવાય છે કે લોકોને તેના મોતના 3 દિવસ પછી આ વિશે ખબર પડી હતી.

Shah Jina