નેઈલ આર્ટિસ્ટ દ્વારા પોતાની કારીગરી કરવા માટે એક અબોલા જીવનો કર્યો ઉપયોગ, વીડિયો જોઈને લોકો ભડકી ઉઠ્યા

આજકાલ લોકો કંઈક હટકે કરવા માંગતા હોય છે. જેના કારણે તે ચર્ચામાં આવે. ઘણા કારીગરો પણ એવા હોય છે જે પોતાની વિશિષ્ટ કારીગરી દ્વારા લોકોને કંઈક અવનવું આપવા માંગતા હોય છે. ત્યારે હાલમાં એવા જ એક નેઇલ આર્ટિસ્ટનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે, જે નખ ઉપર એક અલગ કારીગરી કરવા માટે તો ગયો પરંતુ હવે તેને લોકોના ગુસ્સાનું શિકાર બનવું પડી રહ્યું છે.

કંઈક નવું કરવાના ચક્કરમાં એક નેઇલ આર્ટીસ્ટે ઇન્સ્ટાગ્રામ ઉપર પોતાના નેઇલ આર્ટના ટ્યુટોરીયલ વીડિયોની અંદર એક જીવતી માછલીનો ઉપયોગ કર્યો. આ વીડિયોને નેઇલ સાલું, નેલ સનીના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ ઉપર શેર કરવામાં આવ્યો. જેને જોયા બાદ લોકોનો ગુસ્સો બાહર આવ્યો.

વાયરલ થઇ રહેલા વીડિયોની અંદર એક નેઇલ આર્ટિસ્ટને એક એક્રેલિક નખમાં બનાવેલા મીની એકવેરિયમમાં એક જીવતી માછલી નાખતો જોવા મળી રહ્યો છે. આ સાથે જ કેપશનમાં એમ પણ લખવામાં આવ્યું છે કે “આ વીડિયો બનાવવા દરમિયાન કોઈપણ જાનવરને ચોટ નથી આવી. માછલીઘરમાંની કોઈ માછલીને નુકશાન નથી પહોચવવામાં આવ્યું.”

એકવેરિયમ મિનિક્યોર દરમિયાન આર્ટિસ્ટ દ્વારા જીવતી માછલીનો ઉપયોગ કરવા ઉપર ઘણા સોશિયલ મીડિયા યુઝર્સ પોતાની નારાજગી પણ વ્યક્ત કરી રહ્યા છે. એક યુઝર્સ દ્વારા લખવામાં આવ્યું છે, “મને આ વીડિયો જોવામાં ખુબ જ મઝા આવી પરંતુ હકીકતમાં આ ખુબ જ વધારે હતું.” તો એક બીજા યુઝર્સ દ્વારા કહેવામાં આવ્યું છે કે આ માછલી માટે ખુબ જ ખરાબ હતી. જુઓ તમે પણ વીડિયો….

Niraj Patel