કોરોનાના વધતા જતા સંક્રમણના કારણે દેશભરમાં હોસ્પિટલો હવે ભરાવવા લાગી છે. ત્યારે ઘણી હોસ્પિટલોમાંથી કેટલાક દયનિય દૃશ્યો પણ જોવા મળી રહ્યા છે. હાલ નાગપુરૂરની એક હોપિટલમાંથી જે દૃશ્યો સામે આવ્યા છે તે જોઈને કોઈ પણ ચોંકી ઉઠશે.

નાગપુરની સરકારી હોસ્પિટલમાં હવે કોરોનાના દર્દીઓની સારવાર કરવા માટે જગ્યા પણ ખાલી નથી અને એક બેડ ઉપર બે-બે દર્દીઓની સારવાર. ચાલી રહી છે. જેનાથી અંદાજો લગાવી શકાય છે કે નાગપુરમાં કોરોનાની સ્થિતિ કેટલી ગંભીર છે.

આ સ્થિતિ માટે પૂર્વ ઉર્જા મંત્રી ચંદ્રશેખર બાવનકુલેએ નાગપુર જિલ્લાના પાલક મંત્રી નીતિન રાઉત ઉપર નિશાન સાધ્યું હતું અને આરોપ લગાવ્યો છે કે સ્થાનિક પ્રસાશન કોરોના ઉપર કાબુ મેળવવામાં નાકામ રહ્યો છે. આ સાથે જ તેમને હોસ્પિટલનો એક વીડિયો પણ પોસ્ટ કર્યો છે જેમાં એક બેડ ઉપર બે દર્દીઓ જોવા મળી રહ્યા છે.

જાણકારી પ્રમાણે આ તસ્વીર નાગપુરની સરકારી મેડિકલ કોલેજ હોસ્પિટલની છે. પ્રાઇવેટ હોસ્પિટલોમાં મોંઘી ફી હોવાના કારણે મોટાભાગના લોકો સરકારી હોસ્પિટલમાં આવી રહ્યા છે. એટલું જ નહિ જે દર્દીઓની હાલત વધારે ગંભીર છે તેમને જીએમસીએચ રેફર કરી દેવામાં આવી રહ્યા છે.

સ્થાનિક લોકો દ્વારા હોસ્પિટલની હાલત ઉપર નારાજગી વ્યક્ત કરવામાં આવી છે અને કહેવામાં આવી રહ્યું છે કે મહારાષ્ટ્રમાં ત્રણ મંત્રી નાગપુરમાંથી છે તેમ છતાં પણ કોઈને આની ચિંતા નથી. તો હોસ્પિટલના ચિકિત્સા અધિકારીએ જણાવ્યું હતું કે મામલો સામે આવ્યા બાદ સ્થિતિને ઠીક કરી દેવામાં આવી છે.