કાલ સર્પ દોષમાંથી મુક્તિ મેળવવા નાગ પંચમીના દિવસે કરો આ કામ, પ્રગતિ થતા કોઈ નહીં રોકી શકે

હિન્દુ કેલેન્ડર મુજબ શ્રાવણ મહિનો ભગવાન શિવને સમર્પિત છે. નાગ પંચમીનો તહેવાર આ મહિનાના શુક્લ પક્ષના પાંચમા દિવસે ઉજવવામાં આવે છે. આ દિવસે ભોલેનાથના ભક્તો તેમની પૂજા કરે છે. આ દિવસે સાપને દૂધ પીવડાવવાની માન્યતા પણ છે. આ વર્ષે નાગ પંચમીનો તહેવાર 13 ઓગસ્ટ (શુક્રવાર) 2021 ના રોજ ઉજવવામાં આવશે. નાગ પંચમીના દિવસે નાગ દેવતાની પૂજા કરવાનો પણ રિવાજ છે. આ દિવસે ભગવાન શિવની વિશેષ ઉપાસના કરીને ભોલેનાથ પ્રસન્ન થાય છે અને તેમના ભક્તોનું દરેક દુ:ખ દૂર કરે છે. જ્યોતિષીઓ અનુસાર નાગ પંચમીના દિવસે ભગવાન શિવની પૂજા કરવાથી કાલ સર્પ દોષ દૂર થાય છે. તો ચાલો જાણીએ કાલ સર્પ દોષના લક્ષણો.

આ છે કાલ સર્પ દોષના લક્ષણો:
જ્યોતિષીઓના મતે જો કોઈની કુંડળીમાં કાલ સર્પ દોષ હોય તો નાગ પંચમી પર ભગવાન શિવની પૂજા કરવાથી તેનાથી મુક્તિ મળે છે. જ્યોતિષમાં કાલ સર્પ દોષને ખૂબ જ અશુભ યોગ માનવામાં આવે છે. આ યોગના કારણે વ્યક્તિને જીવનમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આ સાથે, જીવનમાં સફળતા મેળવવા માટે વ્યક્તિએ સંઘર્ષ કરવો પડે છે. શિક્ષણ, નોકરી, કારકિર્દી, વ્યવસાય, આરોગ્ય અને પ્રેમ સંબંધોમાં પણ કાલ સર્પ દોષને કારણે તમામ પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

કાલસર્પ દોષ કેવી રીતે બને છે?:
એવું માનવામાં આવે છે કે, રાહુ અને કેતુની વચ્ચે જ્યારે જન્મ કુંડળીના બધા ગ્રહો આવે છે તો કાલ સર્પ દોષ બને છે. આ સાથે સૂર્ય, ચંદ્ર અને ગુરુ સાથે રાહુની હાજરી પણ કાલ સર્પ દોષ બનાવે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર, રાહુના અધિદેવતા ‘કાલ’ છે અને કેતુના અધિદેવતા ‘સર્પ’ છે. તેથી જ તેને કાલ સર્પ દોષ કહેવામાં આવે છે. રાહુ અને કેતુ એવા બે ગ્રહો છે જે હંમેશા વક્રી હોય છે. એટલે કે આ બંને ગ્રહો વિપરીત ગતિ કરે છે.

વૃષભ રાશિમાં રાહુનું ગોચર:
જ્યોતિષીઓના મતે હાલમાં રાહુ વૃષભ રાશિમાં સંક્રાંતિ કરી રહ્યો છે. સાથે જ વૃશ્ચિક રાશિમાં કેતુનું ગોચર બનેલ છે. વર્ષ 2021 માં રાહુ અને કેતુની રાશિમાં કોઈ ફેરફાર નથી. તેથી, આ બંને રાશિના લોકોએ સાવચેત રહેવું જોઈએ. તમને જણાવી દઈએ કે અત્યારે શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે. નાગ પંચમીનો તહેવાર માત્ર શ્રાવણ મહિનામાં જ આવે છે. શ્રાવણ મહિનો ભગવાન શિવને સમર્પિત છે. એટલા માટે શ્રાવણમાં દર સોમવારની પૂજાને પણ વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. એવું માનવામાં આવે છે કે ભગવાન શિવની પૂજા કરવાથી રાહુ અને કેતુના અશુભ સંકેતો દૂર થાય છે. નાગ પંચમીના દિવસે વિધિપૂર્વક રીતે નાગ દેવતાની પૂજા કરવાથી કાલ સર્પ દોષની અસર ઓછી થાય છે.

Niraj Patel