આણંદમાં પત્નીના અનૈતિક સંબંધોની પતિને ખબર પડતા દીકરીના જન્મ દિવસે જ પત્નીના પ્રેમીને બોલાવી ઢીમ ઢાળી દીધું, આ રીતે આપ્યો અંજામ

આણંદ: પ્રેમ પ્રકરણમાં પતિએ પત્નીના પ્રેમીને બર્થ-ડે પાર્ટીમાં બોલાવીને પ્રેમીનું ઢીમ ઢાળી દીધું- જાણો

લગ્નેત્તર સંબંધો અને તેના બાદ આવતા ગંભીર પરિણામો વિશે આપણે અવાર નવાર સોશિયલ મીડિયા અને સંચાર પત્રોમાં વાંચતા હોય છે. લગ્ન બાદ કોઈ પર પુરુષ અથવા પર સ્ત્રી સાથેના સંબંધોની જાણ તેના પાર્ટનરને થતા આવા સંબંધોનો દુઃખદ અંત પણ આવતો હોય છે. હાલ એવી જ એક ખબર આણંદમાંથી આવી રહી છે. જ્યાં પત્નીના પ્રેમીને પતિએ જ મોતને ઘાટ ઉતારી દીધો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ નડિયાદ અને હાલમાં બોરિયાવી ખાતે રહેતા અમિત રાવળે પંદર વર્ષ અગાઉ ભાવિકા નામની મહિલા સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. લગ્ન બાદ તેમને સંતાનમાં ત્રણ પુત્રી છે. લગ્ન બાદ અમિતની પત્નીને રાજેશ રાવળ નામના એક અન્ય વ્યક્તિ સાથે પ્રેમ સંબંધો બંધાયા હતા.

રાજેશે અમિત સાથે મિત્રતા કરી લીધી હતી અને તેના ઘરે અવાર નવાર આવન જાવન કરતો હતો. તેથી અમિતને પણ રાજેશના તેની પત્ની સાથે પ્રેમ સંબંધો હોવાની શંકા થઇ હતી. જેના બાદ અમિતે રાજેશને મારવાનો પ્લાન બનાવ્યો હતો.

અમિતે પોતાની દીકરીનો જન્મ દિવસ ગત રવિવારના રોજ રાખ્યો હતો અને આ જન્મ દિવસની પાર્ટીમાં તેને રાજેશને પણ આમંત્રણ આપ્યું હતું. રાજેશ પણ રવિવારે સાંજે ઘરેથી એક બર્થ ડે પાર્ટીમાં જવાનું કહીને નીકળ્યા હતા. જોકે, તેઓ પરત ન ફરતા પરિવાર ચિંતામાં ગરક થઈ ગયો હતો. આ વાતની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસે તપાસ શરૂ કરી હતી.

પોલીસ તપાસમાં રાજેશનું બાઇક બોરિયાવી નહેર પાસેથી મળી આવ્યું હતું. પોલીસે આ મામલે વધારે ઊંડી તપાસ કરતા તેમની હત્યા થઇ હોવાનો ખુલાસો થયો હતો જેના બાદ પોલીસે શંકાના આધારે બે આરોપી સુધી પહોંચી હતી. પોલીસે આ કેસમાં મૃતક રાજેશના મિત્ર અમિત રાવળ અને અમિતના ભાણા જય રાવળની ઘરપકડ કરી લીધી છે.

પાર્ટીની અંદર અમિતે રાજેશ તેની પત્ની સાથે આવે તો તેને મારી અને સમગ્ર ભંડાફોડ કરવાનું આયોજન કર્યું હતું, પરંતુ રાજેશ એકલો જ આવતા તેમને પ્લાન બદલ્યો હતો જેના બાદ રાજેશને સીગડી હોટલ પાસે લઈ જવાને બદલે બોરિયાવી નહેર પાસે લઈ ગયા હતા, જ્યાં ઝપાઝપી કરી તેને ધક્કો મારી મોતને ઘાટ ઉતાર્યો હતો.

મૃતક રાજેશના પણ 12 વર્ષ આગાઉ લગ્ન થઇ ચુક્યા હતા અને તે પણ ત્રણ બાળકોનો પિતા છે. અમિતની પત્ની અને રાજેશના પ્રેમ સંબંધોની જાણ અમિતને થોડા દિવસ પહેલા જ થઇ હતી, જેના બાદ અમિતે આ કાવતરાને અંજામ આપ્યો હતો.

Niraj Patel