કોરોનાથી પણ ભયંકર મહામારીનો ખતરો ! ચીનમાં બાળકોમાં ફેલાઇ રહી છે અલગ રીતની બીમારી- WHOએ માગી માહિતી

ચીનમાં ફરી એકવાર રહસ્યમયી બીમારી, બાળકોથી ભરાયા હોસ્પિટલ, WHOએ માગ્યો રીપોર્ટ

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

China Pneumonia : કોરોનાનો કહેર જોયા બાદ હવે લોકો મહામારીનું નામ લેતા પણ ડરવા લાગ્યા છે. આવા સમયે ફરી એક નવી મહામારીનો ખતરો લોકોને પરેશાન કરી રહ્યો છે. કોવિડ-19ની જેમ એક નવો રોગ ચીનમાં ફેલાઇ રહ્યો છે. ચીનની ઘણી હોસ્પિટલોમાં આ રહસ્યમય રોગના દર્દીઓ જોવા મળ્યા છે, જેમની સંખ્યા ઝડપથી વધી રહી છે. આ અંગેના અહેવાલો બાદ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ની ચિંતા પણ વધી ગઈ છે.

ચીનમાં ફરી એકવાર રહસ્યમયી બીમારી

આ રોગ ખાસ કરીને શાળાના બાળકોમાં જોવા મળી રહ્યો છે. ચીન સહિત વિશ્વના ઘણા દેશો હજુ પણ કોરોનામાંથી સંપૂર્ણ રીતે બહાર આવ્યા નથી. ત્યારે હવે આવી સ્થિતિમાં લોકોને એ સમય યાદ આવવા લાગ્યો છે જ્યારે કોરોના પ્રારંભિક તબક્કામાં હતો. જો કે આ રોગચાળો ન્યુમોનિયા જેવો જ હોવાનું કહેવાય છે, પરંતુ તેના ઘણા લક્ષણો ન્યુમોનિયાથી અલગ છે. તેનાથી પ્રભાવિત બાળકોના ફેફસામાં સોજો જોવા મળી રહ્યો છે.

કોરોના બાદ વધુ એક મહામારીનો મંડરાઇ રહ્યો છે ખતરો

ત્યાં વધારે તાવની સાથે ઉધરસ, ફ્લૂ અને શ્વાસ લેવામાં મુશ્કેલી જેવી સમસ્યાઓનો પણ દર્દીઓ સામનો કરી રહ્યા છે. રહસ્યમય ન્યુમોનિયાથી સંબંધિત મોટાભાગના દર્દીઓ ઉત્તર-પૂર્વ બેઇજિંગ અને ચીનના લિયાઓનિંગની હોસ્પિટલોમાં જોવા મળી રહ્યા છે. સ્થિતિ એટલી ખરાબ છે કે સંસાધનો પર ઘણું દબાણ છે. આ રોગનો પ્રકોપ એટલો ગંભીર છે કે શાળાઓ બંધ કરી દેવાઇ છે. ચીને કહ્યું છે કે તેમના મોટાભાગના બાળકોમાં ઈન્ફલ્યુએન્ઝા જેવી બીમારી ફેલાઈ રહી છે. આ પછી WHOએ આ રહસ્યમય રોગ વિશે વધુ માહિતી માંગી છે.

WHOએ આ રહસ્યમય રોગ વિશે માગ્યો રિપોર્ટ

અહેવાલો અનુસાર ચીનની હોસ્પિટલો બીમાર બાળકોથી ભરેલી છે. WHOએ કહ્યું કે નેશનલ હેલ્થ કમિશનના ચીની અધિકારીઓએ 12 નવેમ્બરના રોજ એક પ્રેસ કોન્ફરન્સ કરી અને ચીનમાં શ્વસન સંબંધી રોગોમાં થયેલા વધારા અંગે માહિતી આપી હતી. WHOએ આ રોગ માટે કોવિડ-19 પ્રતિબંધોમાં છૂટછાટને જવાબદાર ગણાવી છે. WHOએ બીમાર બાળકોમાં ઈન્ફલ્યુએન્ઝા, SARS-CoV-2, માયકોપ્લાઝમા ન્યુમોનિયા અંગે વધારાની માહિતી માંગી છે. ચીનમાં બાળકોના બીમાર પડવાની તાજેતરની ઘટનાઓ કોવિડ જેવા લક્ષણોનું પુનરાવર્તન કરી રહી હોય તેવું લાગી રહ્યું છે.

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

Shah Jina