ભગવાન પરશુરામની ફરશી આજે પણ છે આ મંદિરમાં હાજર, હજારો વર્ષ થયા છતા નથી લાગ્યો કાટ

ઘણીવાર તમે ભગવાન પરશુરામ અને તેમની કુહાડી વિશે વાર્તાઓમાં સાંભળ્યું હશે, પરંતુ શું તમે જાણો છો કે તે કુહાડી હજુ પણ પૃથ્વી પર હાજર છે. હા, એવો દાવો કરવામાં આવે છે કે એક ટેકરી પર સ્થિત મંદિરમાં ભગવાન પરશુરામની કુહાડી દફનાવવામાં આવી છે, જે તેમણે પોતે જ દફનાવી હતી. આ ફરસી(કુહાડી) સાથે જોડાયેલી એક ખૂબ જ રહસ્યમય કહાની છે, જેના વિશે બહુ ઓછા લોકો જાણતા હશે. આજે અમે તમને આ વાર્તા વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે તમને આશ્ચર્યચકિત કરી દેશે.

વાસ્તવમાં, ઝારખંડની રાજધાની રાંચીથી લગભગ 150 કિલોમીટર દૂર ગુમલા જિલ્લામાં એક ટેકરી છે, જ્યાં ટાંગીનાથ ધામ આવેલું છે. આ ધામના મંદિરમાં ભગવાન પરશુરામની કુહાડી હાજર છે. જો કે આ કુહાડી ખુલ્લા આકાશ નીચે છે, પરંતુ આજ સુધી તેને ક્યારેય કાટ લાગ્યો નથી. તે કોઈ રહસ્યથી ઓછું નથી કે હજારો વર્ષો પછી પણ તે સંપૂર્ણપણે સુરક્ષિત છે.

એવું માનવામાં આવે છે કે જે પણ આ કુહાડી સાથે છેડછાડ કરવાનો પ્રયાસ કરશે, તેને ભયંકર પરિણામો ભોગવવા પડે છે. કહેવાય છે કે એક વખત લુહાર આદિજાતિના કેટલાક લોકોએ કુહાડીને જમીન પરથી બહાર કાવાનો પ્રયત્ન કર્યો, પરંતુ જ્યારે કુહાડી ઉખીડી નહીં ત્યારે તેઓએ તેનો ઉપરનો ભાગ કાપી નાખ્યો. જો કે, તે તેને લઈ જવામાં નિષ્ફળ રહ્યા.

એવું કહેવાય છે કે આ ઘટના પછી, નજીકમાં રહેતા લોહાર આદિજાતિના લોકો એક પછી એક મરવા લાગ્યા, જે પછી તેઓએ આ વિસ્તાર છોડી દીધો. આજે પણ આ જનજાતિના લોકો આસપાસના ગામોમાં રહેવાથી ડરે છે. ભગવાન પરશુરામ ટાંગીનાથ ધામમાં આવે છે અને જમીન પર કુહાડી દફનાવે છે તેની પાછળ એક રસપ્રદ વાર્તા છે.

એવું માનવામાં આવે છે કે ત્રેતાયુગમાં જનકપુર ખાતે માતા સીતાના સ્વયંવર દરમિયાન, જ્યારે ભગવાન રામે શિવનું ધનુષ્ય તોડ્યું હતું, ત્યારે પરશુરામ જી તેનો ભયંકર અવાજ સાંભળીને ગુસ્સામાં જનકપુર પહોંચ્યા હતા અને તેમણે ભગવાન રામ અને લક્ષ્મણને ખૂબ ખરાબ શબ્દો કહ્યા હતા. પંરતુ જ્યારે તેમને ખબર પડી કે તેઓ વિષ્ણુના અવતાર છે ત્યાં તેઓ લજ્જીત થયા અને પોતાના કર્મનું પ્રાયશ્ચિત કરવા માટે જંગલમાં એક પહાડ પર ચાલ્યા ગયા અને ત્યાં જ પોતાની કુહાડી દફનાવી દીધી અને તપસ્યા કરવા લાગ્યા. આ જ સ્થળ આજે ટાંગીનાથ ધામ તરીકે ઓળખાય છે. એવું કહેવામાં આવે છે કે કુહાડી સિવાય, ભગવાન પરશુરામના પગના નિશાન પણ ત્યાં હાજર છે.

ટાંગીનાથ ધામમાં સેંકડો શિવલિંગ અને પ્રાચીન મૂર્તિઓ પણ છે અને તે પણ ખુલ્લા આકાશ નીચે. એવું કહેવામાં આવે છે કે વર્ષ 1989 માં પુરાતત્વ વિભાગે અહીં ખોદકામ કર્યું હતું, જેમાં હીરા જડિત તાજ અને સોના -ચાંદીના ઘરેણાં સહિત ઘણી કિંમતી વસ્તુઓ મળી આવી હતી. જોકે, બાદમાં ખોદકામ અચાનક બંધ કરી દેવામાં આવ્યું હતું. હવે આ પાછળનું કારણ શું હતું, તે આજે પણ રહસ્ય છે. સાથે જ ખોદકામમાં મળેલી વસ્તુઓ હજુ પણ ડુમરી પોલીસ સ્ટેશનના માલખાનામાં રાખવામાં આવી છે.

Niraj Patel