આ છે ભારતનો રહસ્યમય કિલ્લો જ્યાં ખુદ રાજાએ જ કાપી નાખ્યું હતું રાણીનું માથું અને પછી…

અહીં એક એવો પત્થર છે જે લોખંડને સોનુ બનાવી શકે છે, આ પારસ પત્થર માટે થયા અનેક યુદ્ધ- જાણો સંપૂર્ણ અહેવાલ

ભારતમાં રાજાઓના અનેક કિલ્લાઓ છે. જે પોતે જ એક કહાની સ્વરુપ છે. આ કિલ્લા ભારતની શાન તો કહેવામાં આવે છે સાથે સાથે ઘણા રહસ્યમય વાતો પણ પણ તેમાં છુપાયેલી હોય છે. જે લોકોને વિચારવા પર મજબૂર કરે છે. તો આવો એક આવા જ રહસ્યમય કિલ્લા વિશે વાત કરીએ.. એક રહસ્યમય કિલ્લો છે જે મધ્યપ્રદેશના ભોપાલમાં આવેલો છે. જેના વિશે કહેવામાં આવે છે કે અહીં શાસન કરતા રાજાએ પોતાની રાણીનું માથું જાતે જ કાપ્યુ હતું. તેની પાછળ હેરાન કરનારી ઐતિહાસિક કહાની છે.

આ કિલ્લાનું નામ રાયસેન ફોર્ટ(રાયસેનનો કિલ્લો) છે. ઇ.સ.1200માં નિર્મિત આ કિલ્લો પહાડની ટોચ પર સ્થિત છે. આ પ્રાચીન વાસ્તુકલા અને ગુણવત્તાનું એક અદ્દભુત પ્રમાણ છે. જે ઘણી સદીઓ વિત્યા બાદ પણ શાનથી પહેલાની જેમ આજે પણ સ્થિત છે.

બલુઆ પત્થરથી બનેલા આ ચારેય બાજુ મોટી મોટી ચટ્ટાનોની દિવાલ છે. આ દિવાલના 9 દરવાજા અને 13 ટાવર છે. આ કિલ્લાનો શાનદાર ઇતિહાસ રહ્યો છે. અહીં ઘણા રાજાઓએ શાસન કર્યું છે. જેમાંથી એક શેરશાહ સૂરી પણ હતા. જો કે આ કિલ્લો જીતવામાં તેઓએ ઘણી મહેનત કરી પડી હતી. તારીખે શેરશાહી પ્રમાણે, ચાર મહિનાની ઘેરાબંધી બાદ તેઓ આ કિલ્લાની જીતી શક્યા ન હતા.

કહેવામાં આવે છે કે,`શેરશાહ સૂરીએ આ કિલ્લા જીતવા માટે તાંબાના સિક્કાને પીગાળીને તોપ બનાવડાવી હતી. જે દરમિયાન તેમને જીત નસીબ થઇ હતી. જો કે એમ પણ કહેવામાં આવે છે કે ઇ.સ.1543માં તેને જીત્વા માટે શેરશાહએ છલનો સહારો લીધો હતો. તે સમયે કિલ્લા પર રાજા પૂરનમલનું શાસન હતું. તેમને જ્યારે ખબર પડી કે તેમની સાથે છલ થયું છે ત્યારે તેમણે દુશ્મનોથી બચાવવા માટે ખુદ પોતાની પત્નીનું ગળુ કાપી નાખ્યું.’

આ કિલ્લા સાથે જોડાયેલી રહસ્યમય કહાની છે. કહેવામાં આવે છે કે,`રાજા રાજસેનની પાસે પારસ પથ્થર છે, જે લોખંડને પણ સોનુ બનાવી શકે છે. આ રહસ્યમય પત્થર માટે ઘણા યુદ્ધ પણ થયા હતા. પરંતુ રાજા રાજસેન હારી ગયા ત્યારે તેમણે આ પારસ પથ્થરને જ ત્યાં તળાવમાં ફેંકી દીધો.’ કહેવામાં આવે છે કે,`ઘણા રાજાઓએ તળાવમાં ફેંકેલા પારસ પત્થરને શોધવાનો પ્રયત્ન કર્યો પરંતુ તેમને સફળતા ન મળી. આજે પણ તે લોકો રાતના સમયે પારસ પથ્થરની શોધમાં તાંત્રિકોને પોતાની સાથે લઇ જાય છે. પરંતુ તેમને ફક્ત નિરાશા જ મળે છે.’ આ પથ્થરને લઇને ઘણી લોકવાયકા પ્રસિદ્ધ છે. અહીં પત્થર શોધવા માટે ઘણા લોકોએ પોતાનું માનસિક સંતુલન ગુમાવી દીધું છે. કારણ કે પારસ પથ્થરની રક્ષા એક જીન કરે છે.

જો કે પુરાતત્વ વિભાગને અત્યાર સુધી કોઇ આ વિશે પ્રમાણ મળ્યું નથી. જેનાથી ખબર પડે કે પારસ પથ્થર આ કિલ્લામાં હાજર છે. પરંતુ કહેલી અને સાંભળેલી આ કહાનીના કારણે આજે પણ લોકો આ પારસ પથ્થરને શોધવા માટે કિલ્લા તરફ પહોંચી જાય છે.

YC