આ મ્યુચ્યુઅલ ફંડ્સે કર્યો પૈસાનો વરસાદ, 1 વર્ષમાં આપ્યુ 60%થી વધારે રિટર્ન

1 વર્ષમાં 65%થી વધારે રિટર્ન, આ મ્યુચ્યુઅલ Fund ના ઇન્વેસ્ટર પર રીતસર પૈસાનો વરસાદ થયો, જુઓ લિસ્ટ

છેલ્લા કેટલાક સમયમાં ભારતીય શેરબજારે રોકાણ પર બમ્પર વળતર આપ્યું છે. આનો ફાયદો મ્યુચ્યુઅલ ફંડ યોજનાઓમાં પણ જોવા મળ્યો છે અને એવા ઘણા ફંડો છે જેણે છેલ્લા એક વર્ષમાં 60 ટકાથી વધુ વળતર આપ્યું છે.

આ મ્યુચ્યુઅલ ફંડોએ 60%થી વધુ વળતર આપ્યું

બંધન સ્મોલ કેપ ફંડ – આ યોજનાએ તમામ મ્યુચ્યુઅલ ફંડ્સમાં છેલ્લા એક વર્ષમાં સૌથી વધુ વળતર આપ્યું છે. આ ફંડની NAV એક વર્ષમાં 71.23 ટકા વધી છે.

ક્વોન્ટ વેલ્યુ ફંડ – આ મ્યુચ્યુઅલ ફંડે છેલ્લા એક વર્ષમાં 70.70 ટકા વળતર આપ્યું છે. તેના ઇન્ડેક્સ બેન્ચમાર્ક (નિફ્ટી 500) એ આ સમયગાળા દરમિયાન 39 ટકા વળતર આપ્યું છે.

ક્વોન્ટ સ્મોલ કેપ ફંડ – આ યોજનાએ છેલ્લા એક વર્ષમાં 69.02 ટકા વળતર આપ્યું છે. તે જ સમયે, તેના બેન્ચમાર્ક (નિફ્ટી સ્મોલકેપ 250) એ 65.87 ટકા વળતર આપ્યું છે.

મહિન્દ્રા મનુલાઇફ સ્મોલ કેપ ફંડ- આ યોજનાએ છેલ્લા એક વર્ષમાં 66.43 ટકા વળતર આપ્યું છે. તેના બેન્ચમાર્ક (BSE 250 Smallcap) એ 61.29 ટકા વળતર આપ્યું છે.

ક્વોન્ટ મિડ કેપ ફંડ – આ યોજનાએ છેલ્લા એક વર્ષમાં 63.98 ટકા વળતર આપ્યું છે. તેનું બેન્ચમાર્ક નિફ્ટી મિડકેપ 150 છે.

ITI સ્મોલ કેપ ફંડ, JM વેલ્યુ ફંડ, HSBC મલ્ટિકેપ ફંડ અને ITI મિડ કેપ ફંડે અનુક્રમે 63.88 ટકા, 60.98 ટકા, 60.76 ટકા અને 60.07 ટકા વળતર આપ્યું છે.

(નોટ: ઉપરોક્ત માહિતી સામાન્ય જાણકારી પર તૈયાર કરવામાં આવી છે,શેરબજાર જોખમોની આધિન છે.કોઈપણ રોકાણ નિર્ણય લેતા પહેલા તમારા નાણાકીય સલાહકારની સલાહ લો.)

Shah Jina