ખબર

સુરતમાં આ શું થઇ રહ્યું છે? સુરતમાં મુસ્લિમ મહિલાઓ જૈનોના મકાનો ખખડાવી અને પૂછી રહી છે એક જ સવાલ- શું તમારે ઘર વેચવાનું છે ? જાણો કારણ

છેલ્લા ઘણા સમયથી સુરત શહેરમાં એક અજીબ ઘટના બની રહી છે. મુસ્લિમ મહિલાઓ હિન્દુ વિસ્તારમાં ફરી એક સવાલ પૂછી રહી છે શું તમારે ઘર વેચવું છે ? સુરતના ગોપીપુરા વિસ્તારમાં જૈન લોકોના મકાન ખરીદવા માટે મુસ્લિમ મહિલાઓને આગળ કરવામાં આવી રહી છે. જૂઆત જૈન યુવાનો દ્વારા પોલિસ કમિશનરથી લઇને ગૃહમંત્રી સુુધી આ રજૂઆત કરવામાં આવી છે. મહિલાઓ દ્વારા અજાણ્યા લોકોના ઘરના દરવાજા ખખડાવવામાં આવે છે અને મકાન વેચવાના છે તેવું પૂછવામાં આવે છે આવો વીડિયો પણ વાયરલ થયો હતો. જો કે, પોલિસ એવું જણાવી રહી છે કે આવું કશું બન્યુ પણ નથી.

હિન્દુ અને મુસ્લિમના મકાનો વેચવાને લઈને ચાલી રહેલા વિવાદને લઈને તંત્ર દ્વારા અશાંતધારો લગાવવામાં આવ્યો છે. છેલ્લા ઘણા સમયથી આવી ઘટના બની રહી છે ત્યારે મુસ્લિમ વિસ્તારોમાં રહેતા લોકો મહિલાઓને આગળ કરી હિન્દુઓના મકાન વેચવાના છે એવું પૂછવા જતા વિવાદ ઉભો થયો છે. જોકે, મુસ્લિમ મહિલાઓ જૈન લોકોના દરવાજા ખખડાવવાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, ત્યારે હવે આ વીડિયો આધારે પોલીસ કમિશનર અને ગૃહમંત્રી અશ્વિને ફરિયાદ કરતા પોલિસે આ મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

સુરતના સૌથી જૂના વિસ્તાર કોટ વિસ્તારમાં હિન્દુ વસ્તીની સાથે સાથે મુસ્લીમ લોકો પણ રહે છે. આ વિસ્તારમાં મુસ્લિમ સમાજ દ્વારા હિન્દુઓનાં અને હિન્દુ સમાજ દ્વારા મુસ્લિમોને ડરાવી-ધમકાવીને મકાન પડાવી લેવા આવવાની સતત ફરિયાદો મળતી હતી. જેને લઈને તંત્ર અને સરકાર દ્વારા વિસ્તારમાં અશાંતધારો મૂકવામાં આવ્યો છે.