આને કહેવાય સાચા પાડોશી, પોતાના પાડોશીની દીકરી માટે જે કર્યું તે જોઈને તમે પણ વંદન કરશો !!

ગુજરાત: જુવાન દીકરીની ચિંતા પાડોશીને સતાવી અને પછી આ ગુજરાતી પાડોશીએ જે કર્યું તે જાણીને તમે પણ સલામ કરશો! જુઓ ભાવુક તસવીરો

આપણા દેશની અંદર જાતિ અને ધર્મના નામે આપણે ઘણા લોકોને લડતા ઝઘડતા જોયા છે, પરંતુ આ બધામાં ઘણા એવા લોકો પણ હોય છે જે માનવતાની નવી મિસાલ કાયમ કરી જાય છે. આવું જ કંઈક જોવા બન્યું છે અમરેલીમાં જ્યાં એક મુસ્લિમ વ્યક્તિએ એક હિન્દૂ દીકરીના ધામધૂમથી લગ્ન કરાવીને એક પિતા તરીકેની ફરજ નિભાવી.

પ્રાપ્ત માહિતી અનુસરે અમરેલી જિલ્લાના બાબરા ગામે રહેતા યુનુસભાઇ ચુડેસરાએ તેમની પાડોશમાં રહેતા અને વિધિની વક્રતાનો શિકાર બનેલા 6 હિન્દૂ મોચી પરિવારના સભ્યોને આસરો આપ્યો હતો. જેમાંથી આ પરિવારણ ત્રણ સભ્યો માતા દીકરો અને દીકરી સ્વસ્થ હતા અને કાકા, દાદા અને ભાઈ માનસિક સંતુલન ગુમાવી બેઠેલા હતા.

આ પરિવારની એક દીકરી યુવાન થવાના કારણે અને સમાજના ડરના લીધે પાડોશમાં રહેતા યુનુસભાઇ અને તેમની પત્નીને તેની ચિંતા સતાવવા લાગી. આજના જમાનામાં દીકરી સામે લોકોની ખરાબ થતી નજર જોઈ અને યુનિસભાઈને ચિંતા સતાવતા તેમને એ દીકરીના પાલક માતા પિતા બનવાનું નક્કી કર્યું.

જેના બાદ તેમને હિન્દૂ મોચી સમાજમાં એ દીકરી માટે યોગ્ય યુવક પણ પસંદ કરવાનો સંકલ્પ લીધો. આ માટે તેમની પત્નીએ પણ તેમનો સાથ આપ્યો અને દીકરી માટે યોગ્ય યુવક શોધવાની શરૂઆત કરી. એક મુસ્લિમ પરિવાર દ્વારા હિન્દૂ પરિવારની દીકરી માટે મુરતિયો શોધવાનું કામ ખુબ જ મુશ્કેલ હોવા છતાં પણ યુનુસભાઇ અને તેમની પત્નીએ બીડું ઝડપ્યું.

પરંતુ કહેવાય છે કે તમારા મનમાં જો દિલથી મદદ કરવાની ભાવના હોય તો ઈશ્વર પણ તમને સાથ જરૂર આપે છે. એમ યુનુસભાઈને પણ ઈશ્વરનો સાથ મળ્યો અને યુવતીની જ્ઞાતિના જ ભાવનગરમાં રહેતા એક સુખી સંપ્પન પરિવારમાંથી માંગુ આવ્યું. જે તેમે હર્ષભેર સ્વીકાર્યું.

યુવકના પરિવારને પણ સઘળી વાત યુનુસભાઈએ જણાવી અને એ દીકરાના સગા બાપ ના હોવા છતાં પણ દીકરીની આજીવન જવાબદારી ઉપાડવા માટેનું પણ યુવક અને તેના પરિવારને જણાવ્યું. યુવકનો પરિવાર પણ રાજી થયો. યુનુસભાઈએ જણાવ્યું કે તે મુસ્લિમ ઘાંચી પરિવારના છે અને તમે હિન્દૂ મોચી પરિવારમાંથી આવો છો તે છતાં પણ આપણે આ સંબંધને નિભાવવાનો છે અને આપણી વચ્ચે વેવાઈનો જ સંબંધ છે તેમ માનજો.”

ત્યારબાદ બંને પક્ષની સમજૂતી થતા યુનુસભાઈએ હિન્દૂ રીતિ રિવાજો સાથે મોચી પરિવારની દીકરીના લગ્ન ખુબ જ ધામધૂમથી કરાવ્યા. એક બાપ તરીકેની બધી જ જવાબદારી તેમને સ્વીકારી, તેમના પત્નીએ પણ યુનુસભાઈનો સાથ આપ્યો અને દીકરીને એક સુખી પરિવારમાં લગ્ન કરીને સ્થાન મળ્યું. ખરેખર આ ઉમદા કામ માટે યુનુસભાઇ અને તેમનો પરિવાર પ્રસંશાને પાત્ર છે.

ખરેખર, યુનુસભાઇ અને તેમના પત્ની સમાજ માટે એક પ્રેરણા સમાન છે. તેમને પાડોશી તરીકેનો ધર્મ તો નિભાવ્યો જ સાથે સાથે એક દીકરીના પાલક પિતા તરીકે તેની જવાબદારી ઉપાડી તેના લાયક યોગ્ય વરની પસંદગી કરી અને તેને સુખી જીવન આપવામાં એક મોટો ફાળો પણ આપ્યો છે.

Niraj Patel