વધુ એક હોસ્પિટલમાં આગ, એકસાથે આટલા દર્દીઓના મોત, જાણો

કોરોનાના સંકટ વચ્ચે મહારાષ્ટ્રની હોસ્પિટલોમાં આગ લાગવાની ઘટનાઓ વધી ગઈ છે. થાણે ખાતે આવેલી પ્રાઈમ ક્રિટિકેઅર હોસ્પિટલમાં બુધવારે સવારના સમયે આગ લાગી હતી. આગ લાગવાના કારણે દર્દીઓને તાત્કાલિક બીજી હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. આ દુર્ઘટનામાં 4 દર્દીઓના મોત થયા છે અને આ આંકડો હજુ પણ વધી શકે છે.

Image source

થાણે મહાનગર પાલિકાના અધિકારીના જણાવ્યા અનુસાર, આજે સવારે 3.40 વાગ્યે થાણેના મુંબ્રામાં પ્રાઇમ ક્રિટિકેઅર હોસ્પિટલમાં આગ લાગી ગઈ, 2 ફાયર વિભાગ અને એક બચાવ વાહન ઘટનાસ્થળે છે, આગ પર કાબૂ મેળવવાનું કામ ચાલી રહ્યું છે, બીજી હોસ્પિટલમાં દર્દીઓના શિફ્ટિંગ દરમિયાન 4 દર્દીઓના મોત થઇ ગયા છે.

Image source

અકસ્માતની જાણકારી આપતા થાણા પોલીસ અને ફાયરના અધિકારીઓએ કહ્યું કે હોસ્પિટલમાંથી 20 દર્દીઓને રેસ્ક્યૂ કરાયા છે. પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર હોસ્પિટલમાં 6 દર્દી આઈસીયુમાં દાખલ હતા. તેમને પણ રેસ્ક્યૂ કરી લેવાયા છે. જો કે તેમાંથી કોઈ પણ કોરોના દર્દી ન હતા.

Image source

તમને જણાવી દઇએ કે, આ અગાઉ વિરાર ખાતેની વિજય વલ્લભ કોવિડ હોસ્પિટલમાં આગ લાગવાના કારણે 14 લોકોના મોત થયા હતા. હોસ્પિટલમાં કોરોનાના 17 દર્દીઓ આઈસીયુમાં હતા જેમાંથી 14ના મોત થયા હતા. આગ લાગી તે સમયે હોસ્પિટલમાં કુલ 90 દર્દીઓ સારવાર લઈ રહ્યા હતા અને 3 આઈસીયુ દર્દીઓને બીજી જગ્યાએ શિફ્ટ કરી દેવામાં આવ્યા હતા.

Shah Jina