ખાખી વર્ધી પહેરીને પોલીસે હથિયારની જગ્યાએ હાથમાં ઉઠાવ્યા બેન્ડ વાજા અને છેડ્યા આ ગીતના સુર, સાંભળીને તમે પણ તરબતર થઇ જશો

આપણા દેશની અંદર પોલીસ ગુનાહિત પ્રવૃત્તિઓ રોકવાનું ખુબ જ સુંદર કામ કરે છે, આ ઉપરાંત પોલીસ પ્રજા અને પોલીસ વચ્ચે ભાઈચારાનો એક સેતુ પણ સાધે છે, કોરોના મહામારી દરમિયાન પણ પોલીસ દ્વારા ઉત્કૃષ્ઠ કામગીરી કરવામાં આવી હતી, સાથે સાથે પોલીસ પ્રજાને ઘણીવાર મનોરંજન પણ પૂરું પાડતી હોય છે. હાલ એવો જ એક વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

મુંબઈ પોલીસના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ઘણીવાર કંઈક નવું જોવા મળે છે. માત્ર રમુજી પોસ્ટ્સ જ નહીં, મુંબઈ પોલીસ તેની મ્યુઝિકલ બાજુ માટે પણ જાણીતી છે કારણ કે તેમનું બેન્ડ ઘણીવાર ટ્રેન્ડિંગ ગીતોના કવર વગાડે છે. મુંબઈ પોલીસ બેન્ડ ‘ખાખી સ્ટુડિયો’ એ સોમવારે તેની યુટ્યુબ ચેનલ ખાખી સ્ટુડિયો પર ઇજિપ્તના પ્રખ્યાત ગીત ‘યા મુસ્તફા’નું નવું મધુર ઇન્સ્ટ્રુમેન્ટલ કવર રિલીઝ કર્યું.

મુંબઈ પોલીસના ખાખી સ્ટુડિયોના સભ્યો શહનાઈ, સેક્ફોન, ટ્રમ્પેટ અને વાંસળી વગાડતા જોઈ શકાય છે. વિડિયોના વર્ણનમાં લખવામાં આવ્યું છે કે, ‘યા મુસ્તફા એક પ્રખ્યાત ઇજિપ્તીયન બહુભાષી ગીત છે, જે પ્રખ્યાત ઇજિપ્તના સંગીતકાર મોહમ્મદ ફૌઝી દ્વારા રચાયેલું છે. તેને ઈજિપ્તની એક ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે. તે ઘણી જુદી જુદી ભાષાઓમાં રેકોર્ડ કરવામાં આવી છે. ટ્યુન પેરોડીઝ સહિત વિવિધ આવૃત્તિઓ રેકોર્ડ કરવામાં આવી છે. આ ગીત સૌપ્રથમ યુરોપમાં ગાયક બોબ આઝમની મદદથી લોકપ્રિય બન્યું હતું, જેમણે તેને ફ્રાન્સમાં 1960માં રજૂ કર્યું હતું.

આ વીડિયો ઈન્ટરનેટ પર વાઈરલ થઈ ગયો છે, અને લોકોએ મધુર ગીતને પસંદ કર્યું છે. વીડિયો જોયા બાદ એક યુઝરે લખ્યું, ‘ઉત્તમ! મુંબઈ પોલીસને વિવિધ વાદ્યો વડે સંગીતના કૌશલ્ય માટે સ્ટેન્ડિંગ ઓવેશન.’ બીજાએ લખ્યું, ‘શાનદાર પરફોર્મન્સ, આટલું સારું સંગીત સાંભળીને દિલ ખુશ થાય છે’. અગાઉ, મુંબઈ પોલીસ બેન્ડે અલ્લુ અર્જુનની લોકપ્રિય ફિલ્મ ‘પુષ્પાઃ ધ રાઈઝ’ના શ્રીવલ્લી ગીતની ધૂન ગાયું હતું, જેને લોકોએ ખૂબ વખાણ્યું હતું.

Niraj Patel