આખરે એવી તો શું મજબૂરી હતી કે આ મહિલાને તેના પતિને કરાવવું પડ્યું સ્તનપાન ? કારણ જાણીને તમે પણ હેરાન રહી જશો

દરેક બાળકને જન્મ લેવાની સાથે જ તેની માતા દ્વારા સ્તનપાન કરાવવામાં આવે છે, દરેક મહિલા માટે પણ પોતાના બાળકને સ્તનપાન કરાવવું ખુબ જ ખાસ હોય છે અને દરેક માતાની એ ઈચ્છા પણ હોય છે, પરંતુ હાલ એક ખબર ખુબ જ ચર્ચાઈ રહી છે જેમાં એક મહિલા તેના પતિને સ્તનપાન કરાવી રહી છે.

આ ઘટના સામે આવી છે અમેરિકામાંથી જ્યાં એક મહિલાને તેના બાળકને છોડીને તેના પતિને સ્તનપાન કરાવવું પડ્યું હતું.  ડેઇલી સ્તરના રિપોર્ટ પ્રમાણે અમેરિકામાં આવેલા અલાસ્કામાં રહેવા વાળી જેનિફર નામની મહિલાએ તેના ટિક્ટોક ઉપર એક વીડિયો શેર કર્યો છે અને તેમાં તેને પોતાના ખરાબ અનુભવ વિશે જણાવ્યું છે.

આ મહિલાએ જણાવ્યું છે કે તેને દીકરીના જન્મ થયા બાદ દીકરીને સ્તનપાન કરાવવામાં તેને ઘણી જ બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો. આ મહિલાએ એમ પણ જણાવ્યું કે તેની બ્રેસ્ટમાં મિલ્ક ડકટ બ્લોક થઇ ગયો હતો. જેના કારણે તેમાંથી દૂધ બહાર નહોતું આવી રહ્યું. અને આજ કારણે તે તેની દીકરીને દૂધ પણ પીવડાવી નહોતી શકતી.

જેનિફરે આગળ એમ પણ જણાવ્યું કે મિલ્ક ડક્ટ બ્લોક થવાના કારણે તેને બહુ જ વધારે દુખાવો પણ થઇ રહ્યો હતો. જેના બાદ તેને ઇન્ટરનેટ ઉપર તેના વિશે વાંચ્યું. જેના કારણે તેને જાણવા મળ્યું કે તેના બ્રેસ્ટમાં લંપના કારણે કેન્સરનો ખતરો પણ વધી શકે છે. જેના બાદ તેને આ તકલીફના ઈલાજ વિશે પણ વાંચ્યું.

જેના જણાવામાં આવ્યું હતું કે બ્રેસ્ટમાંથી ચૂસીને બહાર કાઢવું પડશે. આ એકમાત્ર તેનો ઈલાજ હતો, જેનાથી બ્લોકેજ ખતમ થઇ જશે. આ વાંચ્યા બાદ મહિલાએ તેના પતિ પાસે મદદ માંગી. આ મહિલાએ ક્યારેય સપનામાં પણ વિચાર્યું નહોતું કે તેને તેના પતિને પણ બ્રેસ્ટ ફીડિંગ કરાવવું પડશે.

તેના પતિએ પણ તેના માટે કયારેય ના નથી પાડી. મહિલાએ જણાવ્યું કે બે દિવસ ખુબ જ દર્દમાં રહ્યા બાદ જયારે તેના પતિએ તેની મદદ કરી ત્યારે જઈને તેને આરામ મળ્યો. જેનીફરના પતિએ પણ તેનો અનુભવ જણાવતા કહ્યું કે આમ કરવું તેના માટે ખુબ જ અજીબ હતું. તે પોતાની પાસે એક વાટકો રાખતા હતા. જેમાં તે દૂધ કાઢીને નાખતા જતા હતા.

મહિલાના પતિએ એમ પણ જાણવ્યું કે તેની પત્ની ખુબ જ પીડામાં હતી. જેના કારણે જ તેમને આમ કરવું પડ્યું. તેના પતિએ જણાવ્યું કેએવું લાગી રહ્યું હતું કે તેની પત્નીને કોઈ સાપે ડંખ માર્યો હોય અને તે તેના શરીરમાંથી ઝેર બહાર કાઢી રહ્યો હોય. ટિક્ટોક ઉપર આ મહિલાનો વીડિયો વાયરલ થયા બાદ મહિલાના પતિની લોકો ખુબ જ પ્રસંશા પણ કરી રહ્યા છે.

Niraj Patel