‘રેપ માટે ફાંસી આપવી ખોટુ, છોકરાઓ છે ભૂલ થઇ જાય છે…’ દિગ્ગજ નેતા મુલાયમ સિંહ યાદવે આપ્યું હતું વિવાદિત નિવેદન

સમાજવાદી પાર્ટીના પ્રમુખ મુલાયમ સિંહ યાદવનું અવસાન થઇ ચૂક્યુ છે. તેમના વિવાદાસ્પદ નિવેદનને કારણે તેઓ લોકોના નિશાના પર પણ આવી ચૂક્યા છે. મુરાદાબાદમાં આયોજિત રેલીમાં  તેમણે કહ્યું હતુ કે બરાત્કારના કેસમાં ફાંસીની સજા આપવી ખોટું છે. છોકરાઓથી ભૂલ થઇ જાય છે. સપા પ્રમુખે કહ્યું હતુ કે બરાત્કારના કેસમાં ફાંસી ન હોવી જોઈએ. કેટલીકવાર છોકરાઓ પર પણ આરોપ લગાવવામાં આવે છે. મુંબઈમાં ત્રણ છોકરાઓને ફાંસીની સજા આપવામાં આવી હતી. છોકરાઓ ભૂલ કરે છે, આવા કાયદા બદલવાની જરૂર છે. તેમણે કહ્યું કે કાયદાનો દુરુપયોગ થઈ રહ્યો છે.

દહેજ ઉત્પીડન, દલિત અધિનિયમ વગેરે જેવા કાયદાનો દુરુપયોગ કરનારાઓને પણ સજા કરવામાં આવશે. અમે એવો કાયદો બનાવીશું જેથી દુરુપયોગ અટકાવી શકાય. છોકરાઓ અને છોકરીઓ પહેલા મિત્રો હોય છે અને જ્યારે તેમની વચ્ચે મતભેદ થાય છે, ત્યારે છોકરી જાય છે અને કહે છે કે તેની સાથે બરાત્કાર થયો છે. પછી બિચારા છોકરાઓ ફાંસીએ ચડી જાય છે. તેમણે કહ્યું કે આવા કાયદાને બદલવાના પ્રયાસો કરવામાં આવશે જેથી તેનો દુરુપયોગ કરનારાઓને સજા મળે.

ખોટા રિપોર્ટ કરનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવશે. બરાત્કાર વિરોધી કાયદામાં ફેરફારોની જરૂરિયાત પર ભાર મૂકતા યાદવે કહ્યું કે છોકરાઓ અને છોકરીઓ પ્રેમમાં પડે છે પરંતુ પછી મતભેદોને કારણે અલગ થઈ જાય છે. તેણે કહ્યું કે જ્યારે તેમની મિત્રતા તૂટી જાય છે, ત્યારે યુવતીએ ફરિયાદ કરે છે કે, તેના પર બરાત્કાર થયો છે. મુલાયમ પણ બરાત્કાર જેવા જઘન્ય અપરાધ પર આવા વિવાદાસ્પદ નિવેદન આપી વિરોધીઓના નિશાના પર આવી ચૂક્યા છે. ભાજપ, કોંગ્રેસ અને અન્ય પક્ષોએ મુલાયમના આ નિવેદનની આકરી ટીકા કરી હતી.

ઉત્તર પ્રદેશ વિધાનસભામાં વિવાદસ્પદ નિવેદનના બીજા દિવસે રાજકીય પક્ષો અને નેતાઓએ રાજ્યપાલના ભાષણ પર ચર્ચા કરી. આ દરમિયાન વિપક્ષના નેતા અખિલેશ યાદવે મહિલાઓ વિરુદ્ધ અપરાધોને લઈને યોગી સરકાર પર અનેક સવાલો ઉઠાવ્યા હતા. સમાજવાદી પાર્ટીના નેતાએ ચંદૌલી, પ્રયાગરાજ અને અલીપુરની ઘટનાઓનો પણ ઉલ્લેખ કર્યો અને મુખ્યમંત્રી પાસેથી જવાબ માંગ્યો. સાથે જ એવો પણ સવાલ કરવામાં આવ્યો હતો કે મહિલાઓ વિરૂદ્ધ ગુનાખોરી રોકવા માટે સરકારની શું નીતિ છે ?

વિપક્ષના નેતા અખિલેશ યાદવના સવાલ પર આકરા પ્રહારો કરતા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે, ભાજપ સરકાર ગુનેગારો સામે કડક કાર્યવાહી કરે છે. આ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. ભાજપ સરકારમાં ‘છોકરાઓ છે… ભૂલો કરે છે’ એવું નથી કહેવાતુ. ગુનેગાર કોઈપણ હોય તેની સામે ઝીરો ટોલરન્સની નીતિ હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે. જણાવી દઇએ કે, વર્ષ 2014માં અખિલેશ યાદવના પિતા અને સમાજવાદી પાર્ટીના વડા મુલાયમ સિંહ યાદવે બરાત્કાર માટે ફાંસીની સજાનો વિરોધ કરતી રેલીમાં નિવેદન આપ્યુ હતુ, જેની ભારે ટીકા થઈ હતી.

Shah Jina