રણબીર કપૂરની “એનિમલ” ફિલ્મમાં જોવા મળેલ આ અભિનેતા બંધાયો લગ્નના બંધનમાં, પત્ની પણ છે પ્રખ્યાત અભિનેત્રી અને ડાન્સર, જુઓ તસવીરો

પ્રખ્યાત ગાયિકા અને અભિનેત્રીએ કર્યા “એનિમલ” સ્ટાર સાથે લગ્ન, રાજકુમારી જેવી લગતી હતી અભિનેત્રી, સેલેબ્સે પણ આપી શુભકામનાઓ, જુઓ તસવીરો

Mukti Mohan got married with Kunal Thakur : હાલ દેશભરમાં લગ્નનો માહોલ ચાલી રહ્યો છે અને ઘણા બધા લોકો લગ્નના બંધનમાં પણ બંધાઈ રહ્યા છે. સામાન્ય માણસ સાથે સાથવે સેલેબ્સ પણ લગ્નના બંધનમાં બંધાતા હોવાની ખબરો સામે આવે છે ત્યારે હાલમાં જ ડાન્સર અને અભિનેત્રી મુક્તિ મોહને એક્ટર કુણાલ ઠાકુર સાથે લગ્ન કર્યા છે. દુલ્હનના પોશાકમાં મુક્તિ ખૂબ જ સુંદર લાગી રહી છે. તે ગાયિકા નીતિ મોહન અને કોરિયોગ્રાફર શક્તિ મોહનની બહેન છે. તેણે ટીવી શો ‘ઝલક દિખલા જા 6’ અને ‘ખતરોં કે ખિલાડી 7’માં ભાગ લીધો હતો.

કૃણાલ અને મુક્તિ બંધાયા લગ્નના બંધનમાં :

કુણાલની ​​વાત કરીએ તો તેણે તાજેતરમાં રિલીઝ થયેલી ‘એનિમલ’માં કામ કર્યું છે. આ સિવાય તે ‘કબીર સિંહ’માં પણ જોવા મળ્યો હતો. આ કપલે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર લગ્નની ઘણી તસવીરો શેર કરી છે. પ્રથમ તસ્વીરમાં મુક્તિ અને કુણાલ મંડપમાં ઉભા છે અને જાણે તેમના પર ફૂલોનો વરસાદ થઈ રહ્યો છે. બીજી તસ્વીરમાં શક્તિ મોહન અને નીતિ મોહન તેમની સાથે મંડપ તરફ આગળ વધી રહ્યા છે.

ખુબ જ સુંદર લાગી રહ્યું હતું કપલ :

આગળની તસવીરમાં, મુક્તિએ કુણાલના ગળામાં ફૂલોની માળા પહેરાવી છે. એકમાં, મુક્તિ તેના પિતા સાથે છે. આ તેમના માટે ભાવનાત્મક ક્ષણ પણ છે. તેના પરિવારના સભ્યો અન્ય તસવીરોમાં જોઈ શકાય છે. લગ્નમાં મુક્તિએ ભારે ગુલાબી અને સફેદ રંગનો લહેંગા પહેર્યો હતો. કુણાલ સફેદ અને લાલ કલરની શેરવાનીમાં છે. દંપતીએ પોસ્ટ સાથે લખ્યું, ‘તમારામાં મને એક પવિત્ર જોડાણ જોવા મળે છે. તમને મળવું એ નિયતિ છે. ભગવાન, કુટુંબ અને મિત્રોની પ્રાર્થના માટે આભારી રહેશે. અમારો પરિવાર ખુશ છે અને પતિ અને પત્ની તરીકે અમારી આગળની સફર માટે તમારા આશીર્વાદ માંગીએ છીએ. ”

સેલેબ્સે આપી શુભકામનાઓ :

સેલિબ્રિટીઓએ કોમેન્ટ સેક્શનમાં અભિનંદન પાઠવ્યા છે. વિજય વર્માએ લખ્યું, ‘અભિનંદન. ખુબ સુંદર.’ વિશાલ દદલાની લખે છે, ‘તમે બંને ખૂબ જ સુંદર લાગી રહ્યા છો. માફ કરશો હું ત્યાં ન આવી શક્યો. મુક્તિ અને કુણાલને દુનિયાની બધી ખુશીઓ મળે. સિંગર રિચા શર્મા લખે છે, ‘તમને અને તમારા પરિવારને ખૂબ ખૂબ અભિનંદન.’ તેના સિવાય આયુષ્માન ખુરાના, નકુલ મહેતા, મૌની રોય, ગૌહર ખાન અને તૃપ્તીએ તેને શુભેચ્છા પાઠવી છે.

Niraj Patel