61 કેસ દાખલ, 6 મામલામાં સજા અને 586 કરોડની સંપત્તિ જપ્ત…આવી રીતે ખત્મ થતી જઇ રહી છે મુખ્તાર અંસારીની ‘મુખ્તારી’

Mukhtar Ansari Family : 3 ઓગસ્ટ 1991 અને 5 જૂન 2023, આ બંને તારીખો વચ્ચે 23 વર્ષની રાહ છે, જે અવધેશ રાયના પરિવારજનોને ન્યાય માટે કરવી પડી હતી. અવધેશ રાયની વારાણસીમાં તેમના ઘરની બહાર મુખ્તાર અંસારી અને તેના સાગરિતોએ હત્યા કરી હતી. આ દરમિયાન તેનો નાનો ભાઈ અજય રાય પણ ઘટનાસ્થળે હાજર હતો. આ કેસમાં હવે કોર્ટે મુખ્તાર અંસારીને આજીવન કેદની સજા ફટકારી છે.

આ દરમિયાન મુખ્તાર અંસારી અને તેના પરિવારની સરખામણી અતિક અહેમદ સાથે કરવામાં આવી રહી છે, જે તાજેતરમાં પોલીસ સુરક્ષામાં માર્યો ગયો હતો. તેનું કારણ એ છે કે જે રીતે અતીક અહેમદની પત્ની અને પુત્રો સામે કેસ નોંધાયેલા છે, તેવી જ રીતે મુખ્તાર અંસારીના પુત્રો પણ વોન્ટેડ છે. આ સિવાય અતીક અહમદની પત્ની શાઈસ્તા પરવીનની જેમ મુખ્તાર અંસારીની પત્ની અફશાં અંસારી પણ ફરાર છે અને યુપી પોલીસે તેના પર 75 હજાર રૂપિયાનું ઈનામ જાહેર કર્યું છે.

અતીક અહેમદની પત્ની શાઈસ્તા પરવીન પર 1 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કરાયુ હતુ. મુખ્તાર અંસારીનો ભાઈ અફઝલ અંસારી હાલમાં ગેંગસ્ટર એક્ટ હેઠળ જેલમાં બંધ છે. મુખ્તાર અંસારીના મોટા પુત્ર અબ્બાસ અને પુત્રવધૂ નિખાત પણ જેલમાં છે અને નાનો પુત્ર ઉમર અંસારી વોન્ટેડ છે. મુખ્તાર અંસારી હાલમાં યુપીની બાંદા જેલમાં બંધ છે, જેને 2021માં પંજાબથી લાવવામાં આવ્યો હતો.

મુખ્તાર અન્સારીનો પરિવાર ગુનાખોરીની દુનિયામાં કેટલી હદે સંકળાયેલો છે, તેનો અંદાજ તમે જે કેસ નોંધાયેલા છે તેના પરથી લગાવી શકો છે. મુખ્તારની પત્ની અફશાં અંસારી વિરુદ્ધ ગેંગસ્ટર એક્ટ અને અસામાજિક પ્રિવેન્શન એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આ સિવાય પુત્ર ઉમર અંસારી હેટ સ્પીચ મામલામાં વોન્ટેડ છે. ઉમરની સાથે મોટા ભાઈ અબ્બાસ અન્સારી સામે પણ કેસ નોંધવામાં આવ્યો છે.

અબ્બાસ અંસારીએ સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટીની ટિકિટ પર 2022ની વિધાનસભા ચૂંટણી લડી હતી અને જીતી હતી. આવી રીતે મુખ્તાર અંસારી પોતે જરાયમની દુનિયામાં રહ્યો છે. પત્ની, ભાઈ અને પુત્રો પણ ગુનાના દાયરામાં આવી ગયા છે. યુપી પોલીસના રેકોર્ડ મુજબ ઉમર વિરુદ્ધ 6 કેસ નોંધાયેલા છે. તેમાંથી 4 મઉમાં, એક લખનઉમાં અને એક ગાઝીપુરમાં છે. ત્યાં મુખ્તાર અંસારીની પત્ની અફશાં અન્સારી પર 11 કેસ નોંધાયેલા છે. તેની સામે છેતરપિંડીનો પ્રથમ કેસ નોંધવામાં આવ્યો હતો.

મુખ્તારના સાળા આતિફ રઝા અને શરજીલ રઝા પણ જેલમાં છે. 40 વર્ષથી અપરાધ કરતા આવી રહેલા મુખ્તાર અંસારી (59)ને હવે આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. વર્ષો સુધી કાયદાને રમકડું માનનાર અને દરેક કેસમાં સજાથી બચનાર મુખ્તાર અંસારીના હવે બહાર નીકળવાના રસ્તા બંધ થઇ ગયા છે. મુખ્તાર અંસારી અને તેના પરિવાર વિરુદ્ધ 97 કેસ નોંધાયેલા છે. એકલા મુખ્તાર અન્સારી પર 8 હત્યાના કેસ સહિત 61 કેસ નોંધાયેલા છે અને તે બાંદા જેલમાં બંધ છે.

Shah Jina