ખબર મનોરંજન

લક્ષ્મી બૉમ્બ ઉપર મુકેશ ખન્નાને આપત્તિ, કહ્યું: “બીજા કોઈ ધર્મ સાથે પંગો લીધો હોત તો તલવાર નીકળી જતી…”

અક્ષય કુમારની ફિલ્મ ‘લક્ષ્મી બૉમ્બ’ થોડા જ દિવસમાં રીલીઝ થશે. ફિલ્મનું પ્રમોશન હાલ ચાલી રહ્યું છે. તો આજકાલ ‘લક્ષ્મી બૉમ્બ’ ફિલ્મને ઘણી સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. આ ફિલ્મમાં વિવાદ પૂરો થવાનું નામ જ નથી લઇ રહ્યો. ફિલ્મના ટાઇટલથી લઈને કહાની સુધી દરેક પર સવાલ કરવામાં આવી રહ્યા છે. આ ફિલ્મમાં અક્ષય કુમારનું નામ આસિફ હોવાને લઈને પણ ઘણા લોકો તેની નિંદા કરી રહ્યા છે. ઘણા લોકોએ આ ફિલ્મને બેન કરવાની માંગ કરી રહ્યા છે. શક્તિમાન અને ભીષ્મપિતામહના રોલથી જાણીતા થયેલા એક્ટર મુકેશ ખન્ના પણ આ વિવાદ પર રિએક્ટ કર્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Akshay Kumar (@akshaykumar) on

મુકેશ ખન્નાએ તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પર લક્ષ્મી બૉમ્બનું પોસ્ટર શેર કર્યું છે. લક્ષ્મી બોમ્બ પર પ્રતિબંધ લગાવવાની માંગને મુકેશ ખન્નાએ ફગાવી દીધી છે. તેમની નજરમાં, જે ફિલ્મ હજી રિલીઝ થઈ નથી, તેના પર પ્રતિબંધ મૂકવાની માંગ ઉઠાવી શકાતી નથી. ટ્રેલર જ જોયું છે ફિલ્મ હજુ બાકી છે. અભિનેતાને પણ લાગે છે કે ફિલ્મનું ટાઇટલ ચોક્કસપણે વિવાદિત છે.વધુમાં લખ્યું હતું કે, લક્ષ્મીની સાથે બોમ્બ ઉમેરવું થોડું ખરાબ લાગે છે. વ્યાપારી હિતની વિચારસરણી દેખાય છે. શું તેને મંજૂરી આપવી જોઈએ? જરાય નહિ શું તમે ફિલ્મનું નામ અલ્લાહ બોમ્બ અથવા બદમાશ જીસસ રાખી શકો છો? જરાય નહિ તો પછી લક્ષ્મી બોમ્બ કેવી રીતે?

 

View this post on Instagram

 

A post shared by Mukesh Khanna (@iammukeshkhanna) on

આ ફિલ્મને લઈને નિવેદન તો પહેલા પણ થઇ ચુક્યા છે. આ સ્થિતિમાં મુકેશ ખન્ના પણ ફરી એ જ જુના તથ્યો કહી રહ્યા છે. પોતાની પોસ્ટમાં તેમણે ફિલ્મના નામે હિન્દુઓનું અપમાન કરનારા દરેક ફિલ્મમેકરની ટીકા કરી છે. મુકેશે લખ્યું છે કે આવી પ્રકારનું કામ ફક્ત ફિલ્મી લોકો જ કરી શકે છે. તેઓ જાણે છે કે આનાથી શોર મચશે. લોકો બૂમ પાડશે. પછી ચૂપ થઈ જશે. પરંતુ ફિલ્મનું પ્રમોશન થઇ જશે.

 

View this post on Instagram

 

A post shared by 😎®Gaurav Akshay kumar™🔵 (@gauravakshay16) on

ફિલ્મ રિલીઝ થવાની છે. પહેલા દિવસે લોકો ટિકિટ મેળવવા દોડશે. આ પહેલા પણ થતું હતું અને આગળ પણ થતું રહેશે. આ ફક્ત જનતા જનાર્દન કરી શકે છે. એક વાત સ્પષ્ટ છે કે આ વેપારી લોકોમાં હિંદુઓનો ડર કે ખૌફ નથી. તે તેમને સહનશીલ માને છે. સોફ્ટ ટાર્ગેટ સમજે છે. તેઓ જાણે છે કે કોઈ અન્ય ધર્મ અથવા સંપ્રદાય સાથે પંગો લે તો પછી તલવારો બહાર આવી જાય છે. તેથી જ તેમને લઈને ફિલ્મના ટાઇટલ નથી બનતા.

 

View this post on Instagram

 

A post shared by FilmiFever (@filmifever) on

મુકેશ ખન્નાએ પોતાની પોસ્ટના અંતમાં લખ્યું કે, ‘કેટલાક લોકો તેને લવ જેહાદ અથવા ઇસ્લામિક ફંડનું નામ આપી રહ્યા છે. હોઈ શકે કે ન પણ હોય. ફિલ્મોમાં 40 વર્ષ ગાળ્યા પછી હું આ દાવા સાથે કહી શકું છું કે દરેક નિર્માતા તેની ફિલ્મ હિટ જોવા માંગે છે. તેથી આ દાવપેચ લગાવે છે. અક્ષય કુમારની ફિલ્મ ‘લક્ષ્મી બોમ્બ’ માટે લખેલી મુકેશ ખન્નાની પોસ્ટ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.