“મારા મમ્મી પણ જામનગરના આપણે બધા એક જ ગામના…” મુકેશ અંબાણીની સાદગીએ જીત્યા જામનગરવાસીઓના દિલ, વીડિયો થયો વાયરલ.. જુઓ

આટલા ધનવાન હોવા છતાં પણ જમીન સાથે જોડાયેલા છે મુકેશ અંબાણી, પોતાના ગામના લોકો સાથે એવી રીતે વાત કરી કે સૌ કોઈ થઇ ગયા ખુશ ખુશાલ, જુઓ વીડિયો

Mukesh Ambani’s simplicity : દેશ અને દુનિયાના સૌથી ધનાઢ્ય વ્યક્તિ મુકેશ અંબાણી તેમની સાદગી માટે જાણીતા છે. હાલ તેમના ઘરમાં ખુશીઓનો પ્રસંગ ચાલી રહ્યો છે. તેમના નાના દીકરા અનંત અંબાણીના લગ્ન રાધિકા મર્ચન્ટ સાથે ટૂંક સમયમાં જ થવાના છે, ત્યારે આ લગ્ન પહેલા 1થી 3 માર્ચ દરમિયાન જામનગરમાં પ્રિ વેડિંગ સેરેમની પણ યોજાઈ રહી છે અને આ સેરેમનીમાં ભાગ લેવા માટે દેશ અને દુનિયાના ઘણા મોટા મોટા દિગ્ગજો પણ આવી રહ્યા છે.

આસપાસના ગામોને પણ કર્યા સામેલ :

ત્યારે દીકરાના લગ્ન માટે મુકેશ અંબાણીએ ખાસ આયોજનો પણ કર્યા છે. સાથે જ તેમને પોતાના ગામ અને આસપાસના ગામનોને પણ આ પ્રસંગમાં સહભાગી કર્યા છે. છેલ્લા થોડા દિવસથી આસપાસના ગામોમાં રાત્રે લોકડાયરા અને જમણવારના આયોજનો પણ થઇ રહ્યા છે. જેમાં અનંત અંબાણી પણ સામેલ થતા જોવા મળે છે. જ્યાં અનંતનું પણ ગ્રામજનો શરણાઈ અને ઢોલ નગારાથી સ્વાગત કરતા પણ જોવા મળી રહ્યા છે.

મુકેશ અંબાણીએ જીત્યા દિલ :

ત્યારે આ દરમિયાન મુકેશ અંબાણીનો એક વીડિયો લોકોના દિલ જીતી રહ્યો છે. જેમાં તે પોતાના ગ્રામજનો સાથે વાત કરતા જોવા મળી રહ્યા છે. મુકેશ અંબાણી કહી રહ્યા છે કે, “આજે આપણા અનંત અને રાધિકાનું સેલિબ્રેશન આપણા ગામથી શરૂ થયું છે. મારી મમ્મી પણ જામનગરના અને આપણે બધા એક જ ગામના, આપણે 30 વર્ષમાં જેટલું જામનગરમાં કર્યું છે, આખી દુનિયામાં જે નામ કર્યું છે તેના માટે આપ સૌનો ખુબ ખુબ આભાર, માતાજીના આશીર્વાદ.”

પરિવારના સભ્યોની સાદગી :

ત્યારે હવે આ વીડિયોમાં મુકેશ અંબાણીની સાદગી જોઈને લોકો પણ તેમના વખાણ કરી રહ્યા છે. ફક્ત મુકેશ અંબાણી જ નહિ તેમના પરિવારના સભ્યો પણ આસપાસના ગામોમાં જઈને લોકોના આશીર્વાદ લઇ રહ્યા છે. અનંત અને રાધિકાના પણ ઘણા વીડિયો સામે આવ્યા છે, જેમાં તમેની સાદગી દિલ જીતી લે છે. ગ્રામજનો પણ તેમનું ઉષ્માભેર સ્વાગત કરી રહ્યા છે અને અંબાણી પરિવાર પણ તેમને પોતાના હાથે જમાડી રહ્યો છે.

Niraj Patel